Hockey World Cup 2023 : હોકી વર્લ્ડ કપની ટ્રોફી પર કબજો કરવા 16 ટીમો તૈયાર, આવો છે કાર્યક્રમ

Hockey World Cup 2023 Schedule : વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી 16 ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે, 13 જાન્યુઆરીએ પ્રથમ દિવસે ચાર મુકાબલા રમાશે

Written by Ashish Goyal
January 13, 2023 15:32 IST
Hockey World Cup 2023 : હોકી વર્લ્ડ કપની ટ્રોફી પર કબજો કરવા 16 ટીમો તૈયાર, આવો છે કાર્યક્રમ
હોકી વર્લ્ડ કપની 15મી સિઝનની યજમાની ભારત કરી રહ્યું છે (તસવૂર - ટિવટર)

Hockey World Cup 2023 Full Schedule Match Date and Time: પુરુષોના હોકી વર્લ્ડ કપ 2023ની આજથી (13 જાન્યુઆરી) શરૂઆત થઇ રહી છે. હોકી વર્લ્ડ કપની 15મી સિઝનની યજમાની ભારત કરી રહ્યું છે. ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વર અને સ્ટિલ સિટીના નામથી પ્રખ્યાત રાઉરકેલામાં હોકી વર્લ્ડ કપની બધી મેચો રમાશે. પ્રથમ દિવસે પ્રથમ મુકાબલો આર્જેન્ટિના અને દક્ષિણ આફ્રિકા વચ્ચે થશે. હરમનપ્રીત સિંહની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ સ્પેન સામે ટકરાશે. આ સિવાય ઓસ્ટ્રેલિયા વિ. ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વિ. વેલ્સ વચ્ચે પણ મુકાબલો થશે.

16 ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી

વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી 16 ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. પૂલ-એ માં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ફ્રાન્સ અને આર્જેન્ટિના છે. પૂલ બી માં બેલ્જિયમ, જાપાન, દક્ષિણ કોરિયા, જર્મની ટીમ છે. પૂલ સી માં નેધરલેન્ડ, ચિલી, મલેશિયા, ન્યૂઝીલેન્ડની ટીમો છે. જ્યારે યજમાન ભારત, સ્પેન, ઇગ્લેન્ડ અને વેલ્સ ગ્રુપ ડી માં છે.

નોકઆઉટનો કાર્યક્રમ

22 અને 23 જાન્યુઆરીએ ક્રોસ ઓવર મુકાબલા રમાશે. જેમાં ગ્રુપ રાઉન્ડમાં બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે ટકરાશે. ક્વાર્ટર ફાઇનલ 24 અને 25 જાન્યુઆરીએ ભુવનેશ્વરમાં રમાશે. સેમિ ફાઇનલ 27 જાન્યુઆરીએ અને ફાઇનલ 29 જાન્યુઆરીએ રમાશે.

આ પણ વાંચો – ખેતરમાં કામ કર્યું, ફાનસ ખરીદવાના પૈસા ન હતા, હવે ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા મેદાનમાં ઊતરશે નીલમ ખેસ

હોકી વર્લ્ડનો આખો કાર્યક્રમ

13 જાન્યુઆરી

આર્જેન્ટિના vs દક્ષિણ આફ્રિકા – બપોરે 1:00 વાગ્યેઓસ્ટ્રેલિયા vs ફ્રાન્સ – બપોરે 3:00 વાગ્યેઇંગ્લેન્ડ vs વેલ્સ – સાંજે 5:00 વાગ્યેભારત vs સ્પેન – સાંજે 7:00 વાગ્યે

14 જાન્યુઆરી

ન્યૂઝીલેન્ડ vs ચિલી – બપોરે 1:00 કલાકેનેધરલેન્ડ vs મલેશિયા – બપોરે 3:00 વાગ્યા સુધીબેલ્જિયમ vs દક્ષિણ કોરિયા – સાંજે 5:00જર્મની vs જાપાન – સાંજે 7:00

15 જાન્યુઆરી

સ્પેન vs વેલ્સ – સાંજે 5:00 વાગ્યેભારત vs ઇંગ્લેન્ડ – સાંજે 7:00 વાગ્યે

16 જાન્યુઆરી

મલેશિયા vs ચિલી – બપોરે 1:00 વાગ્યેન્યૂઝીલેન્ડ vs નેધરલેન્ડ – બપોરે 3:00 વાગ્યેફ્રાન્સ vs દક્ષિણ આફ્રિકા – સાંજે 5:00આર્જેન્ટિના vs ઓસ્ટ્રેલિયા – સાંજે 7:00

17 જાન્યુઆરી

દક્ષિણ કોરિયા vs જાપાન – સાંજે 5:00જર્મની vs બેલ્જિયમ – સાંજે 7:00

19 જાન્યુઆરી

મલેશિયા vs ન્યૂઝીલેન્ડ – બપોરે 1:00 વાગ્યેનેધરલેન્ડ vs ચિલી – બપોરે 3:00 વાગ્યેસ્પેન vs ઈંગ્લેન્ડ – સાંજે 5:00 વાગ્યેભારત vs વેલ્સ – સાંજે 7:00

20 જાન્યુઆરી

ઓસ્ટ્રેલિયા vs દક્ષિણ આફ્રિકા – બપોરે 1:00 વાગ્યેફ્રાન્સ vs આર્જેન્ટીના – બપોરે 3:00 વાગ્યેબેલ્જિયમ vs જાપાન – સાંજે 5:00દક્ષિણ કોરિયા vs જર્મની – સાંજે 7:00 વાગ્યે

24 જાન્યુઆરી

પ્રથમ ક્વાર્ટર ફાઈનલ – સાંજે 4:30બીજી ક્વાર્ટર ફાઈનલ- સાંજે 7:00 વાગ્યે

25 જાન્યુઆરી

ત્રીજી ક્વાર્ટર ફાઇનલ – સાંજે 4:30 વાગ્યેચોથી ક્વાર્ટર ફાઇનલ – સાંજે 7: 00 વાગ્યે

26 જાન્યુઆરી

પ્લેસમેન્ટ મેચ (9થી 16માં સ્થાન માટે)

27 જાન્યુઆરી

પ્રથમ સેમિ ફાઇનલ – સાંજે 4:30 વાગ્યેબીજી સેમિ ફાઇનલ – સાંજે 7:00 વાગ્યે

29 જાન્યુઆરી

બ્રોન્ઝ મેડલ મેચ- સાંજે 4:30 વાગ્યેગોલ્ડ મેડલ મેચ- સાંજે 7:00 વાગ્યે

હોકી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા

હરમનપ્રીત સિંહ (કેપ્ટન), અમિત રોહિદાસ (વાઇસ કેપ્ટન), પીઆર શ્રીજેશ (ગોલકિપર), કૃષ્ણા પાઠક, સુરેન્દ્ર કુમાર, વરુણ કુમાર, નીલમ સંજીપ એક્સ, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, નીલકાંત શર્મા, શમશેર સિંહ, વિવેક સાગર પ્રસાદ, આકાશદીપ સિંહ , મનદીપ સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, અભિષેક, સુખજીત સિંહ, રાજકુમાર પાલ અને જુગરાજ સિંહ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ