મિહીર વસાવડા : મેન્સ હોકી વર્લ્ડ કપનો 13 જાન્યુઆરીથી પ્રારંભ થઇ રહ્યો છે. આ વખતે વર્લ્ડ કપ ભારતમાં રમાઇ રહ્યો છે. મેન્સ હોકી વર્લ્ડ કપમાં ભારતીય ટીમને 48 વર્ષ પછી ચેમ્પિયન બનાવવા માટે એક એવો ખેલાડી ઉતરશે જેનું બાળપણ ખેતરમાં કામ કરીને પરિવારની મદદ કરવામાં પસાર થયું છે. પાંચ વર્ષ પહેલા ગામમાં લાઇટ પણ ન હતી. તેના પરિવારની હાલત એટલી ખરાબ હતી કે ફાનસ પણ ખરીદી શકતા ન હતા. તે દિવાના સહારે રાત પસાર કરતો હતા. આ ખેલાડી નીલમ ખેસ (Nilam Xess) છે. ઓરિસ્સાના રાઉરકેલાના કાદોબહાલ ગામનો રહેવાસી 24 વર્ષનો ડિફેન્ડર સ્પેન સામે 13 જાન્યુઆરીથી વર્લ્ડ કપ ડેબ્યૂ કરશે.
નીલન ખેસે કાદોબહાલમાં જ હોકી રમવાની શરૂઆત કરી હતી. રાઉરકેલાના બિરસા મુંડા સ્ટેડિયમમાં (Birsa Munda Stadium)જેટલા લોકોના બેસવાની ક્ષમતા છે તેનાથી પણ ઓછી આ ગામની વસ્તી છે. જોકે હોકીની દિવાનગી ઘણી છે. નીલમે એવા મેદાનમાં હોકી રમવાની શરૂઆત કરી હતી જ્યાં ઘાસ પણ નથી. બન્ને ગોલપોસ્ટ પર ફાટેલી નેટ મળશે. બાજુમાં રોડ છે. અહીંથી પસાર થઇ રહેલી ગાડીયોને બોલ ના ટકરાય તેથી વાંસના બે ખાંભલા લગાવ્યા હતા.
નીલમ ખેસે કેવી રીતે કરી હોકીની શરૂઆત
નીલમ ખેસ જ્યારે મેદાનમાં ઉતર્યો હતો ત્યારે તેની ઉંમર 7 વર્ષની હતી. તેણે કહ્યું કે હું સ્કૂલમાં બ્રેક દરમિયાન પોતાના ભાઇ સાથે રમતો હતો. ઘરે આવ્યા પછી હું પોતાના માતા-પિતાને બટાકા અને ફ્લાવરની ખેતીમાં મદદ કરતો હતો. સાંજે લોકો હોકી રમવા માટે મળતા હતા. હું તેમની સાથે રમતો હતો.
આ પણ વાંચો – વિરાટ કોહલી 45મી સદી સાથે વન ડે રેકોર્ડમાં સચિન બાદ બીજા સ્થાને, બનાવ્યા બીજા ઘણા રેકોર્ડ્સ

ડિફેન્ડર બનવાની રસપ્રદ કહાની
નીલમ ખેસ હોકી ટાઇમ પાસ કરવા માટે રમતો હતો અને ડિફેન્ડર એટલા માટે બની ગયો કારણ કે અન્ય લોકો ફોરવર્ડ તરીકે રમવા અને ગોલ કરવા માંગતા હતા. પહેલા પણ આદિવાસી ક્ષેત્રોએ હોકીને ઘણા હીરો આપ્યા છે. જેમાં માઇકલ કાઇંડો, દિલીપ ટર્કી, લજારા બારલા અને પ્રબોધ ટર્કી સામેલ છે. એક સમય એવો હતો કે જ્યારે ખેસને હોકી વિશે જાણકારી ન હતી પણ ત્યારે તેણે એ વિચાર કર્યો નહીં હોય કે ક્યારેક ભારત તરફથી હોકી રમશે.
પરિવાર પાસે ફાનસ ખરીદવાના પૈસા ન હતા
નીલમ ખેસ પોતાના ગામ કાદોબહાલને લઇને મજાકામં કહે છે કે આ એવું સ્થાન છે જ્યાં લોકો મોટો સપના જુવે છે. લાઇટ પણ ન હતી. વિશ્વમાં શું થઇ રહ્યું છે તેની વાત તો દૂર રહી મને તો એ પણ ખબર ન હતી કે રાઉરકેલામાં શું થઇ રહ્યું છે. ક્યારેક-ક્યારેક મને પોતાની કહાની બતાવવામાં શરમ આવે છે પણ પછી વિચારું છું કે ક્યાંથી ક્યાં પહોંચી ગયો છું.નીલમ ખેસના પિતા બિપિન ખેસ કહે છે કે 2017 સુધી ગામમાં લાઇટ પણ ન હતી. ત્યાં સુધી અમે અંધારામાં જ રહેતા હતા. અમે એક ફાનસ પણ ખરીદી શકતા ન હતા. ઘરમાં નાની-મોટી બોટલો હતી, ખાલી થવા તે બોટલમાં થોડું તેલ નાખીને પ્રગટાવતા હતા. આ રીતે અમારી રાત પસાર થતી હતી.

નીલમ ખેસ સારી નોકરી કરવા માંગતો હતો
એક સમય એવો હતો કે નીલમ ખેસ પોતાનો અભ્યાસ પુરો કર્યા પછી સારી નોકરી કરવા માંગતો હતો. હોકી બસ તે મજા લેવા માટે રમતો હતો. જોકે 2010માં બધું બદલી ગયું હતું. તેની પસંદગી સુંદરગઢના સ્પોર્ટ્સ હોસ્ટલ માટે પસંદગી થઇ હતી. તેણે આ વિશે કહ્યું કે ત્યારે મને ખબર પડી કે હોકી રમીને પણ પૈસા કમાવી શકાય છે. ઇજ્જત મળે છે. જેથી મેં ખેલાડી બનવા માટે લખત મહેનત કરી હતી. પછી લંડન ઓલિમ્પિક્સ 2012 જોયો હતો. આ પછી મેં ભારત માટે રમવાનો ગોલ સેટ કર્યો હતો.