Hockey World Cup 2023 Full Schedule Match Date and Time: પુરુષોના હોકી વર્લ્ડ કપ 2023ની આજથી (13 જાન્યુઆરી) શરૂઆત થઇ રહી છે. હોકી વર્લ્ડ કપની 15મી સિઝનની યજમાની ભારત કરી રહ્યું છે. ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વર અને સ્ટિલ સિટીના નામથી પ્રખ્યાત રાઉરકેલામાં હોકી વર્લ્ડ કપની બધી મેચો રમાશે. પ્રથમ દિવસે પ્રથમ મુકાબલો આર્જેન્ટિના અને દક્ષિણ આફ્રિકા વચ્ચે થશે. હરમનપ્રીત સિંહની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ સ્પેન સામે ટકરાશે. આ સિવાય ઓસ્ટ્રેલિયા વિ. ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વિ. વેલ્સ વચ્ચે પણ મુકાબલો થશે.
16 ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી
વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી 16 ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. પૂલ-એ માં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ફ્રાન્સ અને આર્જેન્ટિના છે. પૂલ બી માં બેલ્જિયમ, જાપાન, દક્ષિણ કોરિયા, જર્મની ટીમ છે. પૂલ સી માં નેધરલેન્ડ, ચિલી, મલેશિયા, ન્યૂઝીલેન્ડની ટીમો છે. જ્યારે યજમાન ભારત, સ્પેન, ઇગ્લેન્ડ અને વેલ્સ ગ્રુપ ડી માં છે.
નોકઆઉટનો કાર્યક્રમ
22 અને 23 જાન્યુઆરીએ ક્રોસ ઓવર મુકાબલા રમાશે. જેમાં ગ્રુપ રાઉન્ડમાં બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે ટકરાશે. ક્વાર્ટર ફાઇનલ 24 અને 25 જાન્યુઆરીએ ભુવનેશ્વરમાં રમાશે. સેમિ ફાઇનલ 27 જાન્યુઆરીએ અને ફાઇનલ 29 જાન્યુઆરીએ રમાશે.
આ પણ વાંચો – ખેતરમાં કામ કર્યું, ફાનસ ખરીદવાના પૈસા ન હતા, હવે ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા મેદાનમાં ઊતરશે નીલમ ખેસ
હોકી વર્લ્ડનો આખો કાર્યક્રમ
13 જાન્યુઆરી
આર્જેન્ટિના vs દક્ષિણ આફ્રિકા – બપોરે 1:00 વાગ્યે
ઓસ્ટ્રેલિયા vs ફ્રાન્સ – બપોરે 3:00 વાગ્યે
ઇંગ્લેન્ડ vs વેલ્સ – સાંજે 5:00 વાગ્યે
ભારત vs સ્પેન – સાંજે 7:00 વાગ્યે
14 જાન્યુઆરી
ન્યૂઝીલેન્ડ vs ચિલી – બપોરે 1:00 કલાકે
નેધરલેન્ડ vs મલેશિયા – બપોરે 3:00 વાગ્યા સુધી
બેલ્જિયમ vs દક્ષિણ કોરિયા – સાંજે 5:00
જર્મની vs જાપાન – સાંજે 7:00
15 જાન્યુઆરી
સ્પેન vs વેલ્સ – સાંજે 5:00 વાગ્યે
ભારત vs ઇંગ્લેન્ડ – સાંજે 7:00 વાગ્યે
16 જાન્યુઆરી
મલેશિયા vs ચિલી – બપોરે 1:00 વાગ્યે
ન્યૂઝીલેન્ડ vs નેધરલેન્ડ – બપોરે 3:00 વાગ્યે
ફ્રાન્સ vs દક્ષિણ આફ્રિકા – સાંજે 5:00
આર્જેન્ટિના vs ઓસ્ટ્રેલિયા – સાંજે 7:00
17 જાન્યુઆરી
દક્ષિણ કોરિયા vs જાપાન – સાંજે 5:00
જર્મની vs બેલ્જિયમ – સાંજે 7:00
19 જાન્યુઆરી
મલેશિયા vs ન્યૂઝીલેન્ડ – બપોરે 1:00 વાગ્યે
નેધરલેન્ડ vs ચિલી – બપોરે 3:00 વાગ્યે
સ્પેન vs ઈંગ્લેન્ડ – સાંજે 5:00 વાગ્યે
ભારત vs વેલ્સ – સાંજે 7:00
20 જાન્યુઆરી
ઓસ્ટ્રેલિયા vs દક્ષિણ આફ્રિકા – બપોરે 1:00 વાગ્યે
ફ્રાન્સ vs આર્જેન્ટીના – બપોરે 3:00 વાગ્યે
બેલ્જિયમ vs જાપાન – સાંજે 5:00
દક્ષિણ કોરિયા vs જર્મની – સાંજે 7:00 વાગ્યે
24 જાન્યુઆરી
પ્રથમ ક્વાર્ટર ફાઈનલ – સાંજે 4:30
બીજી ક્વાર્ટર ફાઈનલ- સાંજે 7:00 વાગ્યે
25 જાન્યુઆરી
ત્રીજી ક્વાર્ટર ફાઇનલ – સાંજે 4:30 વાગ્યે
ચોથી ક્વાર્ટર ફાઇનલ – સાંજે 7: 00 વાગ્યે
26 જાન્યુઆરી
પ્લેસમેન્ટ મેચ (9થી 16માં સ્થાન માટે)
27 જાન્યુઆરી
પ્રથમ સેમિ ફાઇનલ – સાંજે 4:30 વાગ્યે
બીજી સેમિ ફાઇનલ – સાંજે 7:00 વાગ્યે
29 જાન્યુઆરી
બ્રોન્ઝ મેડલ મેચ- સાંજે 4:30 વાગ્યે
ગોલ્ડ મેડલ મેચ- સાંજે 7:00 વાગ્યે
હોકી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા
હરમનપ્રીત સિંહ (કેપ્ટન), અમિત રોહિદાસ (વાઇસ કેપ્ટન), પીઆર શ્રીજેશ (ગોલકિપર), કૃષ્ણા પાઠક, સુરેન્દ્ર કુમાર, વરુણ કુમાર, નીલમ સંજીપ એક્સ, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, નીલકાંત શર્મા, શમશેર સિંહ, વિવેક સાગર પ્રસાદ, આકાશદીપ સિંહ , મનદીપ સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, અભિષેક, સુખજીત સિંહ, રાજકુમાર પાલ અને જુગરાજ સિંહ.