IPL Auction: આઈપીએલ હરાજી (IPL 2025 Mega Auction) દરમિયાન સ્થાનિક હોય કે વિદેશી તમામ પ્રકારના ખેલાડીઓ પર ઘણા પૈસાનો વરસાદ થયો છે. કેટલાક નસીબદાર ખેલાડીઓ છે જેમને એટલી મોટી રકમ મળી છે જેના વિશે તેમણે વિચાર્યું પણ નહીં હોયૃ. આઈપીએલ 2025 માટે યોજાયેલી મીની હરાજીમાં રિષભ પંત સૌથી વધુ 27 કરોડ રૂપિયામાં વેચાયો છે. ત્યાં જ શ્રેયસ અય્યર 26.75 કરોડમાં વેચાયો છે.
પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઈઝીએ આ આજની હરાજીમાં શ્રેયસ અય્યર, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલને ટીમમાં સામેલ કરવા માટે પાણીની જેમ પૈસા ખર્ચ્યા હતા. માત્ર પંજાબ કિંગ્સ જ આજની હરાજીમાં 62 કરોડ રૂપિયા પોતાના પર્સમાંથી ખર્ચ્યા હતા. જો કે, શું તમે જાણો છો કે હરાજી પછી આ ખેલાડીઓને કેટલા પૈસા મળે છે અને તેમાંથી કેટલો ટેક્સ કાપવામાં આવે છે?
હરાજી પછી ખેલાડીઓની ફીમાંથી 10% TDS કાપવામાં આવે છે.
હરાજી પછી ખેલાડીઓને મળેલી રકમમાંથી 10% TDS તરીકે કાપવામાં આવે છે. ત્યાં જ વિદેશી ખેલાડીઓ પાસેથી 20% TDS તરીકે કાપવામાં આવે છે. કેટલીક ફ્રેન્ચાઈઝી હરાજી પછી તરત જ ખેલાડીઓને સંપૂર્ણ પૈસા ચૂકવે છે. ત્યાં જ કેટલીક ફ્રેન્ચાઇઝી સિઝનની શરૂઆતમાં અડધા પૈસા ચૂકવે છે અને બાકીના સિઝનના અંત પછી. ફ્રેન્ચાઈઝી માટે પૈસાની ચુકવણી અંગે કોઈ નિયમ બનાવવામાં આવ્યો નથી. જો કે, ફ્રેન્ચાઇઝી તરફથી ખેલાડીઓને સંપૂર્ણ રકમ મળે તે બીસીસીઆઇની જવાબદારી છે.
આ પણ વાંચો: આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘા ટોપ-10 ખેલાડીઓની યાદી
ઈજાગ્રસ્ત ખેલાડીઓને ફીની સાથે મેડિકલ ખર્ચ પણ મળે છે
IPLમાં ઘણા ખેલાડીઓ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જતા હોય છે. ઘણા ખેલાડીઓ માત્ર એક મેચ રમ્યા બાદ ઈજાના કારણે બાકીની મેચો રમી શકતા નથી. આવી સ્થિતિમાં પણ ખેલાડીઓને ફ્રેન્ચાઇઝી તરફથી નિશ્ચિત રકમ મુજબ જ પગાર મળે છે. આ સિવાય ફ્રેન્ચાઈઝી તેની સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ પોતાના ખાતામાંથી ચૂકવે છે.
ભારતીય અને વિદેશી ખેલાડીઓને ભારતીય ચલણમાં પૈસા મળે છે
બહુ ઓછા લોકો જાણતા હશે કે IPL 2012 સુધી તમામ પ્રકારના ખેલાડીઓને યુએસ ડોલરમાં ચૂકવણી કરવામાં આવતી હતી. પરંતુ ત્યારપછી હવે દરેક ખેલાડીને ભારતીય રૂપિયા દ્વારા ચૂકવણી કરવામાં આવે છે.





