/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Ind-vs-NZ.jpg)
ચેમ્પિયન્સ ટ્રોફી 2025, ભારત વિ ન્યુઝીલેન્ડ.
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 249 રન બનાવ્યા. જેના જવાબમાં ન્યુઝીલેન્ડની આખી ટીમ 45.3 ઓવરમાં 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતે આ મેચ 44 રનથી જીતી લીધી. હવે સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે.
મેચની વાત કરીએ તો ટોસ હારીને પહેલા બેટિંગ કરવા આવ્યા બાદ ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. 30 રનના સ્કોર સુધીમાં રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી પેવેલિયન પરત ફર્યા હતા. વિરાટના વનડે કરિયરનો આ 300મી મેચ હતો જેમાં તે માત્ર 11 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ શ્રેયસ ઐયર અને અક્ષર પટેલ બેટિંગ કરવા આવ્યા અને ઇનિંગની કમાન સંભાળી હતી. બંને વચ્ચે 98 રનની ભાગીદારી થઈ હતી. ઐયર 98 બોલમાં 79 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે અક્ષરે 61 બોલમાં 42 રન બનાવ્યા હતા. છઠ્ઠા નંબરે બેટિંગ કરવા આવેલા કેએલ રાહુલ કંઈ ખાસ કરી શક્યા નહીં અને 29 બોલમાં 23 રન બનાવીને આઉટ થયા. હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરમાં ઝડપથી રન બનાવ્યા હતા. હાર્દિક 45 રન બનાવીને આઉટ થયો હતો. બોલિંગની વાત કરીએ તો ન્યુઝીલેન્ડ માટે સૌથી સફળ બોલર મેટ હેનરી હતો, તેણે 8 ઓવરમાં 42 રન આપીને 5 વિકેટ લીધી. ભારત તરફથી શ્રેયસ ઐયરે સૌથી વધુ રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયાએ 50 ઓવરના અંતે 249 રન બનાવ્યા છે અને કિવી ટીમને જીતવા માટે 250 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયા તરફથી શ્રેયસ અય્યરે 98 બોલમાં 79 રન બનાવ્યા હતા. ત્યાં જ હાર્દિક પંડ્યાએ પણ શાનદાર 45 બોલમાં 45 રન ફટકાર્યા હતા. ઉપરાંત અક્ષર પટેલે 42 રનની ઈનિંગ રમી હતી. ત્યાં જ ન્યુઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ 5 વિકેટ લીધી હતી.
ટીમ ઈન્ડિયાને શ્રેયસ અય્યરના સ્વરૂપમાં પાચમો ઝટકો મળ્યો છે. શ્રેયસ અય્યર 98 બોલમાં 79 રન બનાવીને આઉટ થયો છે. આ દરમિયાન શ્રેયસે 4 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. હાલમાં કેએલ રાહુલ 19 રન અને હાર્દિક પંડ્યા 1 રન બનાવીને ક્રિઝ પર છે. હાલમાં ભારતનો સ્કોર 38 ઓવરના અંતે 177 રન છે.
ટીમ ઈન્ડિયાને અક્ષર પટેલના સ્વરૂપમાં ચોથો ઝટકો મળ્યો છે. શક્ષર પટેલ 61 બોલમાં 42 રન બનાવીને આઉટ થયો છે, ત્યાં જ શ્રેયસ અય્યરે પોતાની અડધી સદી પૂર્ણ કરી છે અને તે હાલમાં 58 રન પર રમી રહ્યો છે, ત્યાં જ તેનો સાથ આપવા માટે હવે કેએલ રાહુલ ક્રિઝ પર છે. હાલમાં 34 ઓવરના અંતે શ્રેયસ અય્યર 58 રન પર રમી રહ્યો છે. જ્યારે કેએલ રાહુલ 7 રન પર રમી રહ્યો છે. ભારતનો સ્કોર 156 રન.
કાયલ જેમિસને રોહિત શર્માને પેવેલિયન મોકલ્યો છે. તેણે 15 રન બનાવ્યા. વિરાટ કોહલી 4 રન બનાવીને ક્રીઝ પર છે. શ્રેયસ ઐયર નવો બેટ્સમેન છે. ભારતનો સ્કોર 5.1 ઓવરમાં 2 વિકેટે 22 રન છે.
આ પણ વાંચો: શું 'ચ્યુઇંગમ' ગળી જવાથી મોત થાય? જાણો
મેટ હેનરીએ શુભમન ગિલને પેવેલિયન મોકલ્યો
મેટ હેનરીએ શુભમન ગિલને પેવેલિયન મોકલ્યો. તેણે 2 રન બનાવ્યા. વિરાટ કોહલી નવો બેટ્સમેન છે. રોહિત શર્મા 13 રન બનાવીને ક્રીઝ પર છે. તેણે હેનરીને સિક્સર ફટકારી હતી. ભારતનો સ્કોર 3 ઓવરમાં 1 વિકેટે 15 રન છે.
ચેમ્પિયન્સ ટ્રોફી લાઈવ: ભારતની બેટિંગ શરૂ
ભારતની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ક્રીઝ પર રોહિત શર્મા અને શુભમન ગિલ. ન્યૂઝીલેન્ડ તરફથી હેનરીએ બોલિંગની શરૂઆત કરી. રોહિત શર્માએ પહેલા બોલમાં 2 રન લઈને પોતાનું ખાતું ખોલાવ્યું. પછીના 3 બોલમાં કોઈ રન બન્યો નહીં. છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો.
મિશેલ સેન્ટનર તેની પ્લેઇંગ ઇલેવનમાં 1 ફેરફાર સાથે મેદાનમાં ઉતર્યો છે. ડેવોન કોનવેની જગ્યાએ ડેરિલ મિશેલ પ્લેઇંગ ઇલેવનમાં પાછો ફર્યો છે. રોહિત શર્માએ જણાવ્યું કે ભારતની પ્લેઇંગ ઇલેવનમાં પણ એક ફેરફાર થયો છે. હર્ષિત રાણાના સ્થાને વરુણ ચક્રવર્તી પ્લેઈંગ ઈલેવનમાં સામેલ છે.
ભારતની પ્લેઇંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.
ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ 11: વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરિલ મિશેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, કાયલ જેમીસન, વિલિયમ ઓ'રોર્ક.
IND vs NZ Live Score: આ મેચ શા માટે મહત્વપૂર્ણ છે?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને ન્યુઝીલેન્ડ બંને ટીમો 2-2 મેચ જીતીને સેમિફાઇનલમાં પહોંચી છે. તેમ છતાં આ મેચ મહત્વપૂર્ણ છે. ગ્રુપ A ની રેન્કિંગ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ મેચ દ્વારા નક્કી થશે. હાલમાં ન્યુઝીલેન્ડ પ્રથમ સ્થાને છે અને ભારત બીજા સ્થાને છે. આ મેચ નક્કી કરશે કે સેમિફાઇનલમાં ગ્રુપ બીના દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાનો સામનો કોણ કરશે. ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે આ એક મોટી મેચ છે. આ તેનો 300મી વન-ડે છે. તેણે 2017 માં ન્યુઝીલેન્ડ સામે પોતાની 200મી વન-ડે મેચમાં સદી ફટકારી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us