/indian-express-gujarati/media/media_files/2026/02/04/icc-t20-world-cup-2026-schedule-2026-02-04-15-20-10.jpg)
T20 World Cup 2026 Schedule : ટી 20 વર્લ્ડ કપ 2026 કાર્યક્રમ
ICC T20 World Cup 2026 Schedule : આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થશે. ફાઇનલ મુકાબલો 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જોકે પાકિસ્તાન ફાઇનલમાં આવશે તો આ મેચ કોલંબોમાં રમાશે. આ ટૂર્નામેન્ટ ભારત અને શ્રીલંકામાં રમાશે. કુલ 55 મેચ રમાશે.
ટી 20 વર્લ્ડ કપ 2026 ફોર્મેટ
બાંગ્લાદેશની ટી 20 વર્લ્ડ કપ 2026 માંથી બહાર થઇ જતા તેના બદલે સ્કોટલેન્ડને તક મળી છે. ગ્રુપ સી માં બાંગ્લાદેશના સ્થાને સ્કોટલેન્ડ ઉતરશે. ઈંગ્લેન્ડ, ઈટાલી, નેપાળ અને વેસ્ટ ઇન્ડીઝ આ ગ્રુપમાં છે. આ ટૂર્નામેન્ટમાં 20 ટીમો સામેલ છે. તેમને 4 ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સુપર 8માં પ્રવેશ મેળવશે. સુપર 8માં બે ગ્રુપ હશે. બંને ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિ ફાઈનલમાં પ્રવેશશે.
ગ્રુપ સ્ટેજમાં એક દિવસમાં ત્રણ મેચ રમાશે
ટી 20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં એક દિવસમાં ત્રણ મેચ રમાશે. ગ્રુપ સ્ટેજ અને સુપર 8 મેચો માટે કોઈ રિઝર્વ ડે રહેશે નહીં. સેમિફાઇનલ અને ફાઈનલ માટે રિઝર્વ ડે રહેશે.
ફાઈનલ ક્યાં યોજાશે?
ટી-20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ ક્યાં યોજાશે તેનો આધાર કઈ ટીમ ફાઈનલમાં ક્વોલિફાય થાય છે તેના પર રહેશે. જો પાકિસ્તાન ક્વોલિફાય થશે તો તારીખ 8 માર્ચે યોજાનારી ફાઈનલ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. પરંતુ જો તે પહોંચશે નહીં તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે ફાઇનલ રમાશે.
ટી 20 વર્લ્ડ કપ 2026 ટીમો
ભારત, શ્રીલંકા, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, યુએસએ, વેસ્ટ ઈન્ડીઝ, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, કેનેડા, નેધરલેન્ડ, ઇટાલી, ઝિમ્બાબ્વે, નામિબિયા, નેપાળ, ઓમાન, યુએઈ.
આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2026 : PCB થશે કંગાળ, ભારત-પાકિસ્તાન મેચ નહીં થાય તો કોને કેટલું નુકસાન થશે? સમજો ગણિત
ટી 20 વર્લ્ડ કપ 2026માં કઈ ટીમ કઈ ગ્રુપમાં
ગ્રુપ એ : ભારત, યુએસએ, પાકિસ્તાન, નામિબિયા અને નેધરલેન્ડ્સ.
ગ્રુપ બી : ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, આયર્લેન્ડ, ઝિમ્બાબ્વે, ઓમાન.
ગ્રુપ સી : ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, સ્કોટલેન્ડ, નેપાળ, ઇટાલી.
ગ્રુપ ડી : ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન, કેનેડા, યુએઈ.
ટી 20 વર્લ્ડ કપ 2026 સ્થળો
ભારત- દિલ્હી, અમદાવાદ, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા.
શ્રીલંકા - કોલંબો (પ્રેમદાસા સ્ટેડિયમ અને સિંહાલી સ્પોર્ટ્સ ક્લબ) અને કેન્ડી.
ટી 20 વર્લ્ડ કપ 2026 કાર્યક્રમ
| તારીખ | મેચ | સ્થળ |
| શનિવાર, ફેબ્રુઆરી 7 | પાકિસ્તાન વિ નેધરલેન્ડ્સ | એસ.એસ.સી., કોલંબો |
| શનિવાર, ફેબ્રુઆરી 7 | વેસ્ટ ઇન્ડીઝ વિ સ્કોટલેન્ડ | કોલકાતા |
| શનિવાર, ફેબ્રુઆરી 7 | ભારત વિ યુએસએ | ચેન્નાઈ |
| રવિવાર, ફેબ્રુઆરી 8 | ન્યુઝીલેન્ડ વિ અફઘાનિસ્તાન | ચેન્નાઈ |
| રવિવાર, ફેબ્રુઆરી 8 | ઇંગ્લેન્ડ વિ નેપાળ | મુંબઈ |
| રવિવાર, ફેબ્રુઆરી 8 | શ્રીલંકા વિ આયર્લેન્ડ | પ્રેમદાસા, કોલંબો |
| સોમવાર, ફેબ્રુઆરી 9 | સ્કોટલેન્ડ વિ ઇટાલી | કોલકાતા |
| સોમવાર, ફેબ્રુઆરી 9 | ઝિમ્બાબ્વે વિ ઓમાન | એસ.એસ.સી., કોલંબો |
| સોમવાર, ફેબ્રુઆરી 9 | દક્ષિણ આફ્રિકા વિ કેનેડા | અમદાવાદ |
| મંગળવાર, ફેબ્રુઆરી 10 | નેધરલેન્ડ્સ વિ નામિબિયા | દિલ્હી |
| મંગળવાર, ફેબ્રુઆરી 10 | ન્યુઝીલેન્ડ વિ યુએઈ | ચેન્નાઈ |
| મંગળવાર, ફેબ્રુઆરી 10 | પાકિસ્તાન વિ યુએસએ | એસ.એસ.સી., કોલંબો |
| બુધવાર, ફેબ્રુઆરી 11 | દક્ષિણ આફ્રિકા વિ અફઘાનિસ્તાન | અમદાવાદ |
| બુધવાર, ફેબ્રુઆરી 11 | ઓસ્ટ્રેલિયા વિ આયર્લેન્ડ | પ્રેમદાસા, કોલંબો |
| બુધવાર, ફેબ્રુઆરી 11 | ઇંગ્લેન્ડ વિ વેસ્ટ ઇન્ડીઝ | મુંબઈ |
| ગુરુવાર, ફેબ્રુઆરી 12 | શ્રીલંકા વિ ઓમાન | કેન્ડી |
| ગુરુવાર, ફેબ્રુઆરી 12 | નેપાળ વિ ઇટાલી | મુંબઈ |
| ગુરુવાર, ફેબ્રુઆરી 12 | ભારત વિ નામિબિયા | દિલ્હી |
| શુક્રવાર, ફેબ્રુઆરી 13 | ઓસ્ટ્રેલિયા વિ ઝિમ્બાબ્વે | પ્રેમદાસા, કોલંબો |
| શુક્રવાર, ફેબ્રુઆરી 13 | કેનેડા વિ યુએઈ | દિલ્હી |
| શુક્રવાર, ફેબ્રુઆરી 13 | યુએસએ વિ નેધરલેન્ડ્સ | ચેન્નાઈ |
| શનિવાર, ફેબ્રુઆરી 14 | આયર્લેન્ડ વિ ઓમાન | એસ.એસ.સી., કોલંબો |
| શનિવાર, ફેબ્રુઆરી 14 | ઇંગ્લેન્ડ વિ સ્કોટલેન્ડ | કોલકાતા |
| શનિવાર, ફેબ્રુઆરી 14 | ન્યૂઝીલેન્ડ વિ દક્ષિણ આફ્રિકા | અમદાવાદ |
| રવિવાર, ફેબ્રુઆરી 15 | વેસ્ટ ઇન્ડીઝ વિ નેપાળ | મુંબઈ |
| રવિવાર, ફેબ્રુઆરી 15 | યુએસએ વિ નામિબિયા | ચેન્નાઈ |
| રવિવાર, ફેબ્રુઆરી 15 | ભારત વિ પાકિસ્તાન | પ્રેમદાસા, કોલંબો |
| સોમવાર, ફેબ્રુઆરી 16 | અફઘાનિસ્તાન વિ યુએઈ | દિલ્હી |
| સોમવાર, ફેબ્રુઆરી 16 | ઇંગ્લેન્ડ વિ ઇટાલી | કોલકાતા |
| સોમવાર, ફેબ્રુઆરી 16 | ઑસ્ટ્રેલિયા વિ શ્રીલંકા | કેન્ડી |
| મંગળવાર, ફેબ્રુઆરી 17 | ન્યુઝીલેન્ડ વિ કેનેડા | ચેન્નાઈ |
| મંગળવાર, ફેબ્રુઆરી 17 | આયર્લેન્ડ વિ ઝિમ્બાબ્વે | કેન્ડી |
| મંગળવાર, ફેબ્રુઆરી 17 | સ્કોટલેન્ડ વિ નેપાળ | મુંબઈ |
| બુધવાર, ફેબ્રુઆરી 18 | દક્ષિણ આફ્રિકા વિ યુએઈ | દિલ્હી |
| બુધવાર, ફેબ્રુઆરી 18 | પાકિસ્તાન વિ નામિબિયા | એસ.એસ.સી., કોલંબો |
| બુધવાર, ફેબ્રુઆરી 18 | ભારત વિ નેધરલેન્ડ | અમદાવાદ |
| ગુરુવાર, ફેબ્રુઆરી 19 | વેસ્ટ ઇન્ડીઝ વિ ઇટાલી | કોલકાતા |
| ગુરુવાર, ફેબ્રુઆરી 19 | શ્રીલંકા વિ ઝિમ્બાબ્વે | પ્રેમદાસા, કોલંબો |
| ગુરુવાર, ફેબ્રુઆરી 19 | અફઘાનિસ્તાન વિ કેનેડા | ચેન્નાઈ |
| શુક્રવાર, 20 ફેબ્રુઆરી | ઓસ્ટ્રેલિયા વિ ઓમાન | કેન્ડી |
| શનિવાર, 21 ફેબ્રુઆરી | Y2 v Y3 | પ્રેમદાસા, કોલંબો |
| રવિવાર, ફેબ્રુઆરી 22 | Y1 v Y4 | કેન્ડી |
| રવિવાર, ફેબ્રુઆરી 22 | X1 v X4 | અમદાવાદ |
| સોમવાર, ફેબ્રુઆરી 23 | X2 v X3 | મુંબઈ |
| મંગળવાર, ફેબ્રુઆરી 24 | Y1 v Y3 | કેન્ડી |
| બુધવાર, ફેબ્રુઆરી 25 | Y2 v Y4 | પ્રેમદાસા, કોલંબો |
| ગુરુવાર, ફેબ્રુઆરી 26 | X3 v X4 | અમદાવાદ |
| ગુરુવાર, ફેબ્રુઆરી 26 | X1 v X2 | ચેન્નાઈ |
| શુક્રવાર, 27 ફેબ્રુઆરી | Y1 v Y2 | પ્રેમદાસા, કોલંબો |
| શનિવાર, 28 ફેબ્રુઆરી | Y3 v Y4 | કેન્ડી |
| રવિવાર, માર્ચ 1 | X2 v X4 | દિલ્હી |
| રવિવાર, માર્ચ 1 | X1 v X3 | કોલકાતા |
| બુધવાર, માર્ચ 4 | સેમિફાઇનલ 1 | અમદાવાદ |
| ગુરુવાર, માર્ચ 5 | સેમિફાઇનલ 2 | મુંબઈ |
| રવિવાર, માર્ચ 8 | ફાઈનલ | અમદાવાદ/કોલંબો |


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us