ટી 20 વર્લ્ડ કપ 2026 : PCB થશે કંગાળ, ભારત-પાકિસ્તાન મેચ નહીં થાય તો કોને કેટલું નુકસાન થશે? સમજો ગણિત

ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી ટી 20 વર્લ્ડ કપ 2026ની મેચ પર સંકટના વાદળ છે. પાકિસ્તાન સરકારે આ મેચ રમવાનો ઇન્કાર કરી દીધો છે. જો આવું થાય છે તો તે આઇસીસી, બ્રોડકાસ્ટર્સ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટું નુકસાન પહોંચાડશે

ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી ટી 20 વર્લ્ડ કપ 2026ની મેચ પર સંકટના વાદળ છે. પાકિસ્તાન સરકારે આ મેચ રમવાનો ઇન્કાર કરી દીધો છે. જો આવું થાય છે તો તે આઇસીસી, બ્રોડકાસ્ટર્સ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટું નુકસાન પહોંચાડશે

author-image
Ashish Goyal
New Update
t20 world cup 2026 ind vs pak match

T20 World Cup 2026 : ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી ટી 20 વર્લ્ડ કપ 2026ની મેચ પર સંકટના વાદળો ઘેરાયેલા છે Photograph: (સોશિયલ મીડિયા)

T20 World Cup 2026 : ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી ટી 20 વર્લ્ડ કપ 2026ની મેચ પર સંકટના વાદળો ઘેરાયેલા છે. પાકિસ્તાન સરકારે આ મેચ રમવાનો ઇન્કાર કરી દીધો છે. જો આવું થાય છે તો તે આઇસીસી, બ્રોડકાસ્ટર્સ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટું નુકસાન પહોંચાડી શકે છે. ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચનો કુલ અંદાજિત કિંમત 4500 કરોડ હોવાનું મનાય છે. 

Advertisment

શું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ નાદાર થઈ જશે?

આ મેચની ગેરહાજરીમાં પાકિસ્તાનને જ સૌથી મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ને આઇસીસીની વાર્ષિક આવકનો લગભગ 5.75 ટકા હિસ્સો મળે છે. આ કિંમત લગભગ 314 કરોડ રૂપિયા છે. જો પાકિસ્તાન ભારત સામે વર્લ્ડ કપની મેચ નહીં રમે તો તેને આ રકમ સીધી ગુમાવવી પડી શકે છે.

જો પીસીબી પાકિસ્તાન સરકારના નિર્ણય પર અડગ છે, તો તેણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની થનાર મેચની નુકસાની પણ ભરપાઈ કરવી પડી શકે છે. એટલે કે આઇસીસી પીસીબીની આવકમાં કાપ મૂકીને તેની ભરપાઈ કરવા કહી શકે છે. આઇસીસીએ તેની રિલીઝમાં સ્પષ્ટ કર્યું છે કે પીસીબી આ મામલાને ઉકેલી લે અથવા તો તેના દૂરંદેશી પરિણામો આવી શકે છે. પાકિસ્તાનનું આ પગલું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને કંગાળ કરી શકે છે.

ભારત-પાકિસ્તાન મેચનું સંપૂર્ણ ગણિત

હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપ મેચની કુલ કમાણીની વાત કરીએ તો તે 4500 કરોડ એટલે કે 500 મિલિયન યુએસ ડોલર થવાનો અંદાજ છે. જાહેરાતોથી લગભગ 300 કરોડની કમાણી થાય છે. આ મેચ વચ્ચે 10-15 સેકન્ડનો એડ સ્લોટ 25 થી 40 લાખ રૂપિયા છે.

Advertisment

આ ઉપરાંત જો આ મેચ નહીં થાય તો બંને બોર્ડને 200-200 કરોડનું નુકસાન પણ સહન કરવું પડી શકે છે. ભારતીય ક્રિકેટ બોર્ડ વિશ્વનું સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ છે અને તે આ ખોટની ભરપાઈ કરી લેશે, પણ પાકિસ્તાન માટે આવું કરવું મુશ્કેલ બની શકે છે. સાથે ટિકિટ સિસ્ટમ, સ્પોન્સર્સ વગેરે વસ્તુઓથી પણ કરોડોનું નુકસાન થઇ શકે છે.

આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2026 : પાકિસ્તાનનો બોયકોટ ડ્રામા : ભારતને મળશે ફાયદો, નોકઆઉટ મેચો પર સસ્પેન્સ

એટલે કે નાણાકીય મુદ્દા પર પાકિસ્તાનનું કામ પોતાના પગ પર કુહાડી મારવા જેવુ છે. પાકિસ્તાન સરકારના મંત્રી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવીને આ પગલા માટે દેશમાં ફૂટનીતિ રીતે ભલે વાહવાહ થઇ જાય પરંતુ આંતરિક રીતે તે બોર્ડને કંગાળ બનાવવા અને દેશની ક્રિકેટ ઇકોસિસ્ટમને મોટું નુકસાન પહોંચાડવાનું પગલું છે.

આઇસીસી પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભારત ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ ક્રિકેટ સ્પોર્ટ્સ