/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/js-virat-2.jpg)
વિરાટ કોહલી (ફાઇલ ફોટો)
Latest ICC ODI Rankings: વિરાટ કોહલી 14 જાન્યુઆરીએ વન-ડેમાં વિશ્વનો નંબર-1 બેટ્સમેન બન્યો છે. કોહલીએ પાંચ વર્ષ બાદ આ સિદ્ધિ મેળવતા તેના સાથી ખેલાડી રોહિત શર્માને પાછળ રાખી દીધો હતો. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન ડેમાં સદી ચૂકી ગયેલા કોહલીને 12 પોઈન્ટનો ફાયદો થયો છે. તેના હાલ 785 રેટિંગ પોઇન્ટ છે. રોહિત શર્માને 6 પોઇન્ટનું નુકસાન થયું હતું. તે નંબર-3 પર પહોંચી ગયો છે. ન્યૂઝીલેન્ડનો ઓલરાઉન્ડર ડેરિલ મિચેલ બીજા ક્રમે પહોંચી ગયો છે. આ તેની કારકિર્દીનું શ્રેષ્ઠ રેન્કિંગ છે.
વિરાટે સચિનનો રેકોર્ડ તોડ્યો
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાય રહેલી ન્યૂઝીલેન્ડ સામેની બીજી વન ડે મેચમાં વિરાટ કોહલીએ પ્રથમ રન બનાવતાની સાથે જ સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો હતો. તે ન્યૂઝીલેન્ડ ટીમ સામે વન ડે ક્રિકેટમાં સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.
વર્લ્ડ ક્રિકેટની વાત કરીએ તો રિકી પોન્ટિંગ ટોચ પર છે. તે ત્રીજા નંબર પર આવી ગયો છે. ભારતીય પ્લેયરમાં વિરાટ નંબર 1 બની ગયો છે. વિરાટ કોહલી સતત સચિન તેંડુલકરના રેકોર્ડ એક પછી એક તોડી રહ્યો છે. વન-ડે સદીની દ્રષ્ટિએ તે પહેલેથી જ સચિનને પાછળ છોડી ચૂક્યો છે.
વિરાટ કોહલી હાલ શાનદાર ફોર્મમાં છે. તેણે છેલ્લી પાંચ વન ડેમાં બે સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. આ સાથે તેણે વર્તમાન શ્રેણીની પ્રથમ મેચમાં 93 રનની શાનદાર ઈનિંગ પણ રમી હતી. આ શાનદાર ફોર્મનો ફાયદો વિરાટને મળ્યો છે અને તે વર્તમાન વન ડે રેન્કિંગમાં વિશ્વનો નંબર 1 બેટ્સમેન બની ગયો છે.
આ પણ વાંચો - હવે સ્લો બેટિંગ નહીં ચાલે! ટી20માં રિટાયર્ડ આઉટનો ટ્રેન્ડ, 13 દિવસમાં BBLથી WPL સુધી હલચલ
ન્યૂઝીલેન્ડ સામે વન-ડેમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
- રિકી પોન્ટિંગ: 1971 રન (50 ઇનિંગ્સ)
- વિરાટ કોહલી: 1773 રન (35 ઇનિંગ્સ)*
- સચિન તેંડુલકર : 1750 રન (41 ઇનિંગ્સ)
- કુમાર સંગાકારા: 1568 રન (45 ઇનિંગ્સ)
- સનથ જયસૂર્યા : 1519 રન (45 ઇનિંગ્સ)
ન્યૂઝીલેન્ડ સામે વન-ડેમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીયો
- વિરાટ કોહલી: 1773 રન (35 ઇનિંગ્સ)*
- સચિન તેંડુલકર : 1750 રન (41 ઇનિંગ્સ)
- વિરેન્દ્ર સહેવાગ : 1157 રન (23 ઇનિંગ્સ)
- રોહિત શર્મા : 1123 રન (31 ઇનિંગ્સ)*
- મોહમ્મદ અઝહરુદ્દીન : 1118 રન (39 ઇનિંગ્સ)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us