/indian-express-gujarati/media/media_files/2026/01/14/players-retired-out-2026-01-14-15-47-02.jpg)
બીબીએલ 2026માં પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને મેલબોર્ન રેનેગેડ્સે સિડની થંડર સામે રિટાયર્ડ આઉટ કર્યો હતો. Photograph: (સ્ક્રીનશોટ)
t20 retired out new trend : ટી 20 ક્રિકેટમાં એક નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. 2026માં 13 દિવસની અંદર 7 ખેલાડીઓ રિટાયર્ડ આઉટ થયા છે. તેનો તાજો કિસ્સો મંગળવારે (13 જાન્યુઆરી) વિમેન્સ પ્રીમિયર લીગ 2026માં ડીવાય પાટિલ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સની મેચ દરમિયાન જોવા મળ્યો હતો. આયુષી સોની આ લીગમાં રિટાયર્ડ આઉટ થનારી પ્રથમ ખેલાડી બની હતી.
આયુષ સોનીના રિટાયર્ડ થયા બાદ મેદાન પર ઉતરેલી ભારતી ફુલમાલીએ 15 બોલમાં ત્રણ ફોર અને ત્રણ સિક્સરની મદદથી અણનમ 36 રન ફટકાર્યા હતા. જ્યોર્જિયા વેરહામ સાથેની 56 રનની ભાગીદારીને સહારે ગુજરાત જાયન્ટ્સનો સ્કોર 5 વિકેટે 192 રન સુધી પહોંચી ગયો હતો.
અગાઉ આયુષ સોની નંબર 6 પર બેટિંગ કરવા આવી હતી અને રન બનાવવા માટે સંઘર્ષ કરી રહી હતી. તે 14 બોલમાં 11 રન સાથે રમી રહી હતી અને તેણે એક પણ બાઉન્ડ્રી ફટકારી નથી. 16મી ઓવરના અંતે જાયન્ટ્સે તેને રિટાયર્ડ આઉટ કરી દીધી હતી, તે સમયે ટીમનો સ્કોર 5 વિકેટે 136 રન હતો.
રિટાયર્ડ આઉટના વધી રહ્યા છે મામલા
મહિલા ફ્રેન્ચાઇઝી ટી 20 ક્રિકેટમાં બીજી વખત કોઇ ખેલાડી રિટાયર્ડ આઉટ થઇ છે. અગાઉ 2024માં કેથરિન બ્રાઇસને વિમેન્સ હન્ડ્રેડમાં રિટાયર્ડ આઉટ કરવામાં આવી હતી. 2026માં મેન્સ ટી 20 ક્રિકેટમાં અત્યાર સુધીમાં છ ખેલાડીઓ રિટાયર્ડ આઉટ થઈ ચૂક્યા છે. જેમાં ન્યૂઝીલેન્ડના સુપર સ્મેશમાં એક જ ઇનિંગ્સમાં બે ખેલાડીઓ રિટાયર્ડ આઉટ થયા હતા. તાજેતરમાં બીબીએલ 2026માં પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને મેલબોર્ન રેનેગેડ્સે સિડની થંડર સામે રિટાયર્ડ આઉટ કર્યો હતો.
આ પણ વાંચો - ટીમ ઇન્ડિયામાં પસંદગીકાર અને કોચ વચ્ચે મતભેદ? પૂર્વ ક્રિકેટરે ઉઠાવ્યો મોટો સવાલ
13 દિવસમાં આ ખેલાડીઓ થયા રિટાયર્ડ આઉટ
- આયુષી સોની, ગુજરાત જાયન્ટ્સ, ડબલ્યુપીએલ
- મોહમ્મદ રિઝવાન, મેલબોર્ન રેનેગેડ્સ, બીબીએલ.
- ટિમ પ્રિંગલ, નોર્ધન ડિસ્ટ્રિક્ટ્સ, સુપર સ્મેશ.
- રસ્ટન ચેઝ, પ્રિટોરિયા કેપિટલ્સ, એસએ 20.
- જીત રાવલ, નોર્ધન ડિસ્ટ્રિક્ટ, સુપર સ્મેશ.
- ઝેવિયર બેલ, નોર્ધન ડિસ્ટ્રિક્ટ, સુપર સ્મેશ.
- નિક મેડિનસન, સિડની થંડર, બીબીએલ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us