/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/09/Pakistan-Cricket-Team-.jpg)
પાકિસ્તાન ક્રિકેટ ટીમ (તસવીર - સોશિયલ મીડિયા) Photograph: (Social Media)
ICC Warns Pakistan Sanctions : બાંગ્લાદેશને ટી-20 વર્લ્ડ કપ 2026માંથી બહાર કર્યા બાદ આઇસીસી પણ પાકિસ્તાન અંગે ખુબ જ સ્પષ્ટ છે કે, જો પાકિસ્તાન આ જ વલણ બતાવશે તો બાંગ્લાદેશ કરતા પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના પ્રમુખ મોહસીન નકવીએ બાંગ્લાદેશના સમર્થનમાં આપેલા નિવેદનથી આઈસીસી ખૂબ જ નાખુશ છે.
પાકિસ્તાન પર ICCની કડક કાર્યવાહીનું જોખમ
સૂત્રોએ અમારા સહયોગી અખબાર એક્સપ્રેસને જણાવ્યું છે કે, જો પાકિસ્તાન પણ બાંગ્લાદેશની જેમ ટુર્નામેન્ટમાં ભાગ ન લેવાનો નિર્ણય લે તો આઇસીસી તેના પર પ્રતિબંધ લાદી શકે છે. આ સિવાય પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)માં વિદેશી ખેલાડીઓને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) આપવાનો ઇનકાર અને એશિયા કપમાંથી બાકાત રાખવાનો પણ સમાવેશ થઈ શકે છે.
પાકિસ્તાન રમશે કે નહીં શહબાઝ શરીફ લેશે નિર્ણય
નકવીએ ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ભાગીદારી અંગે પણ પ્રતિક્રિયા આપી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે વર્લ્ડકપમાં ભાગ લેવાનો નિર્ણય સરકારના ઉચ્ચ સ્તરે લેવામાં આવશે, જ્યાં સુધી વડાપ્રધાન શાહબાઝ શરીફ વિદેશથી પરત ન આવે ત્યાં સુધી તેના વિશે કંઇ કહી શકાય તેમ નથી. પીસીબીએ આઇસીસીને અપીલ કરી હતી કે તે બાંગ્લાદેશ માટે હાઇબ્રિડ મોડલ પર વિચાર કરે, જે પાકિસ્તાનની વ્યવસ્થા જેવું જ હશે.
બાંગ્લાદેશની સ્થાને સ્કોટલેન્ડ ની એન્ટ્રી
નકવીએ બાંગ્લાદેશનું સમર્થન કરતા કહ્યું કે, બાંગ્લાદેશ અમારી જેમ આઈસીસીનો સંપૂર્ણ સભ્ય છે. જો પાકિસ્તાન અને ભારતને સમાન લાભ આપવામાં આવ્યો છે, તો તે બાંગ્લાદેશને પણ લાગુ પડવો જોઈએ. એક દેશ બીજા દેશ પર પોતાની શરતો લાદી શકતો નથી. આઇસીસીએ બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી બાકાત રાખ્યું છે અને તેના બદલે સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સામેલ કર્યું છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us