Team India ICC Rankings: આઈસીસીએ બુધવારે રેન્કિંગ જાહેર કરી તો ટીમ ઇન્ડિયા ટેસ્ટમાં નંબર વન ટીમ બની ગઇ હતી. રોહિત શર્માની આગેવાનીમાં ઇતિહાસ રચાયો હતો. પ્રથમ વખત ટીમ ઇન્ડિયા ત્રણેય ફોર્મેટમાં એકસાથે નંબર 1 બની હતી. જોકે આ સિદ્ધિ થોડાક કલાકો માટે જ રહી જ હતી. આઈસીસીની સાઇટમાં ગ્લીચના કારણે આ બ્લન્ડર થયું હતું અને ટીમ ઇન્ડિયા ટેસ્ટમાં નંબર વન ટીમ બની ગઇ હતી. હાલ આઈસીસીની વેબસાઇટ પર કંગારુની ટીમ 126 રેટિંગ પોઇન્ટ સાથે ટેસ્ટમાં નંબર વન ટીમ છે. જ્યારે ટીમ ઇન્ડિયા 115 રેટિંગ પોઇન્ટ સાથે બીજા સ્થાને છે.
ટેસ્ટ ક્રિકેટમાં શીર્ષ પર ક્યારે-ક્યારે ભારતીય ક્રિકેટ ટીમ
ટીમ ઇન્ડિયા ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ વખત 1973માં શીર્ષ પર પહોંચી હતી. આ પછી અહીં પહોંચવા માટે 36 વર્ષની રાહ જોવી પડી હતી. ત્યારબાદ 2009માં મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા ફરીથી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન ટીમ બની હતી. ટીમ ઇન્ડિયા 2011 સુધી ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને રહી હતી. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ 2016માં ફરીથી નંબર વન પર પહોંચી હતી અને એપ્રિલ 2020 સુધી નંબર વન પર રહી હતી. આ પછી ટીમ ઇન્ડિયા ટોપ-3માં રહી હતી.
ટેસ્ટ રેન્કિંગમાં ભારત 115 રેટિંગ સાથે બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા 126 રેટિંગ સાથે પ્રથમ સ્થાને છે. ઇંગ્લેન્ડ ત્રીજા, ન્યૂઝીલેન્ડ ચોથા અને દક્ષિણ આફ્રિકા પાંચમાં સ્થાને છે.
આ પણ વાંચો – ચેતન શર્માના ખુલાસા પછી ભારતીય ક્રિકેટમાં થશે બબાલ? કેમ ગઇ વિરાટ કોહલીની કેપ્ટનશિપ, કર્યો ખુલાસો
જાડેજા ટેસ્ટમાં નંબર વન ઓલરાઉન્ડર
આઈસીસી રેન્કિંગમાં ઓલરાઉન્ડરની વાત કરવામાં આવે તો ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજા નંબર વન ઓલરાઉન્ડર છે. જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સિવાય વન-ડે અને ટી-20માં પણ ભારતીય પ્લેયર્સનો જલવો છે. ટી-20માં સૂર્યકુમાર યાદવ નંબર વન ખેલાડી છે. જ્યારે વન-ડેમાં મોહમ્મદ સિરાજ નંબર વન બોલર છે.