/indian-express-gujarati/media/media_files/2026/02/14/ind-vs-pak-head-to-head-record-2026-02-14-20-50-03.jpg)
IND vs PAK Head to Head : ભારત વિ પાકિસ્તાનનો હેડ-ટુ-હેડ રેકોર્ડ Photograph: (સોશિયલ મીડિયા)
IND vs PAK Head to Head : ટી 20 વર્લ્ડ કપ 2026 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન બંને આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી બે-બે મેચ રમ્યા છે અને બન્નેમાં વિજય મેળવ્યો છે. પ્રશંસકો બંને ટીમો વચ્ચે રોમાંચક મુકાબલાની અપેક્ષા રાખી રહ્યા છે. અહીં તમને ટી વર્લ્ડ કપમાં અને ઓવરઓવ ટી 20માં ભારત અને પાકિસ્તાનના હેડ-ટુ-હેડ રેકોર્ડ વિશે જણાવી રહ્યા છીએ.
ટી વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનનો હેડ-ટુ-હેડ રેકોર્ડ
ટી20 ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનો પાકિસ્તાન સામે શાનદાર રેકોર્ડ છે. ટી 20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ 8 મેચો રમાઈ છે. જેમાં ભારતનો 7 મેચમાં વિજય થયો, જ્યારે પાકિસ્તાન ફક્ત એક જ વાર જીત્યું છે. ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાન સામેનો એકમાત્ર પરાજય 2021ના મેચમાં થયો હતો.
ભારત વિ પાકિસ્તાન ઓવરઓલ ટી 20 રેકોર્ડ
ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 16 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો રમાઈ છે. જેમાં ભારતનો 13 મેચમાં વિજય થયો છે. પાકિસ્તાનનો ફક્ત 3 મેચમાં વિજય થયો છે. ટી20 ફોર્મેટમાં અત્યાર સુધી ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાન સામે હાથ ઉપર છે. જેથી આગામી મેચમાં ટીમ ઈન્ડિયાને ફેવરિટ માનવામાં આવે છે.
અભિષેક શર્મા ફિટ, પાકિસ્તાન સામે રમશે
પાકિસ્તાન સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પુષ્ટિ કરી છે કે અભિષેક શર્મા ફિટ થઈ ગયો છે અને 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાન સામેની મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
સૂર્યકુમાર યાદવે મેચ અગાઉ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે જો પાકિસ્તાન ઈચ્છે કે અમે અભિષેકને રમાડીએ તો તે રવિવારની મેચમાં રમશે, તે ફિટ છે. સૂર્યકુમારનું આ નિવેદન પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ આ નિવેદન પછી આવ્યું છે જેમાં તેણે કહ્યું હતું કે તેમને આશા છે કે અભિષેક સારી રીતે સ્વસ્થ થઈ રહ્યો છે કારણ કે તેમની ટીમ શ્રેષ્ઠ ભારતીય ટીમ સામે રમવા માંગે છે.
આ પણ વાંચો - ભારત વિ પાકિસ્તાન મેચની ઇકોનોમી : 1.50 લાખ રુપિયા સુધી વેચાઇ રહી છે ફ્લાઇટ ટિકિટ, હોટલ વાળાને પણ ચાંદી
એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવ્યા ન હતા. સૂર્યકુમાર યાદવને પૂછવામાં આવ્યું હતું કે શું ભારતીય ટીમના ખેલાડીઓ આ મેચમાં પાકિસ્તાની ખેલાડી સાથે હાથ મિલાવશે કે નહીં. આ સવાલ અંગે ભારતીય કેપ્ટને કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો અને કહ્યું કે, તમે રાહ જુઓ, અમે સારું ક્રિકેટ રમીશું અને ત્યાર બાદ નિર્ણય લઈશું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us