T20 World Cup 2026: ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, ભારત નહીં આવે તો વર્લ્ડ કપમાંથી થશે બહાર

ICC એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને 21 જાન્યુઆરી સુધીની ડેડલાઇન આપી છે. જો બાંગ્લાદેશ ભારત આવવાનો ઇનકાર કરશે તો T20 World Cup 2026 માં તેની જગ્યાએ સ્કોટલેન્ડને તક મળશે.

ICC એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને 21 જાન્યુઆરી સુધીની ડેડલાઇન આપી છે. જો બાંગ્લાદેશ ભારત આવવાનો ઇનકાર કરશે તો T20 World Cup 2026 માં તેની જગ્યાએ સ્કોટલેન્ડને તક મળશે.

author-image
Haresh Suthar
New Update
ICC delegation meeting with BCB officials in Dhaka for T20 World Cup 2026 decisions

T20 World Cup 2026: ICC એ બાંગ્લાદેશને 21 જાન્યુઆરી સુધીમાં ભારત આવવા પર નિર્ણય લેવા અલ્ટીમેટમ આપ્યું

T20 વર્લ્ડ કપ 2026: ભારત અને શ્રીલંકાની ધરતી પર 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા T20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) પહેલા વિવાદ વકર્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષાના કારણોસર ભારત આવવાની ના પાડી છે, જેના જવાબમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) પણ આકરા પાણીએ છે અને હવે 'આર કે પાર' કરવાના મૂડમાં છે. ICC એ બાંગ્લાદેશને અલ્ટીમેટમ આપી કહ્યું છે કે, ભારત આવીને રમો અથવા ટુર્નામેન્ટમાંથી બહાર થાઓ

Advertisment

બાંગ્લાદેશ સામે પ્રતિબંધનું જોખમ? 21 જાન્યુઆરી સુધીની ડેડલાઇન

રિપોર્ટ્સ અનુસાર, ICC એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને 21 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે. ICC એ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો બાંગ્લાદેશ 21 જાન્યુઆરી સુધીમાં ભારત આવવાની લેખિત પુષ્ટિ નહીં આપે, તો તેને વર્લ્ડ કપમાંથી બહાર કરી દેવામાં આવશે. આટલું જ નહીં, જો બાંગ્લાદેશ ખસી જશે તો ICC તેમની જગ્યાએ સ્કોટલેન્ડની ટીમને વર્લ્ડ કપમાં એન્ટ્રી આપી શકે છે.

સુરક્ષાના કારણો ICC એ ફગાવ્યા

બાંગ્લાદેશનો આરોપ હતો કે ભારતમાં તેમના ખેલાડીઓને જોખમ હોઈ શકે છે, તેથી તેમણે વેન્યુ બદલવાની અથવા આયર્લેન્ડ સાથે ગ્રુપ બદલવાની માંગ કરી હતી. જોકે, ICC એ આ તમામ માંગણીઓ ફગાવી દેતા ખાતરી આપી છે કે ભારતમાં સુરક્ષાની કોઈ ચિંતા નથી. હવે શું કરવું એ આખી વાત બાંગ્લાદેશના પક્ષમાં છે; જો તે નહીં રમે તો તેના પર લાંબા સમયનો પ્રતિબંધ પણ લાગી શકે છે.

પાકિસ્તાન પર રહેશે સૌની નજર

આ વિવાદમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ની ભૂમિકા પણ મહત્વની બની ગઈ છે. અગાઉ પાકિસ્તાને કહ્યું હતું કે જો બાંગ્લાદેશને ભારત જવામાં તકલીફ હોય તો તેઓ પણ વિચાર કરશે. હવે જ્યારે ICC એ અલ્ટીમેટમ આપી દીધું છે, ત્યારે જોવાનું એ રહેશે કે પાકિસ્તાન બાંગ્લાદેશનો સાથ આપે છે કે પોતાના પગલાં પાછા ખેંચે છે.

Advertisment

T20 વર્લ્ડ કપ 2026 - કુલ 55 મેચ રમાશે

ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે આ વર્ષે ફરી એકવાર ક્રિકેટના સૌથી મોટા જંગનું આયોજન કરવા જઈ રહ્યા છે. 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા આ મહાકુંભમાં કુલ 20 ટીમો ભાગ લેશે અને કુલ 55 મેચો રમાશે.

ટી 20 વર્લ્ડ કપ પહેલા મુશ્કેલીમાં ટીમ ઇન્ડિયા, વોશિંગ્ટન સુંદર બહાર થશે તો કોણ લેશે તેનું સ્થાન? 

આ વખતે ટુર્નામેન્ટને ચાર ગ્રુપ (A, B, C, અને D) માં વહેંચવામાં આવી છે. ભારત યજમાન હોવાને કારણે ગ્રુપ-A માં ટોચનું સ્થાન ધરાવે છે.

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ ભારત ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ