/indian-express-gujarati/media/media_files/2026/01/16/washington-sundar-2026-01-16-14-31-46.jpg)
વોશિંગ્ટન સુંદરની પાંસળીની ઈજાએ ટીમ માટે મુશ્કેલી વધારી દીધી છે Photograph: (@Sundarwashi5)
T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપ 2026 પહેલા ભારતીય ટીમ મુશ્કેલીમાં જોવા મળી રહી છે. ભારતની ટી-20 વર્લ્ડ કપ ટીમમાં અને આગામી ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં સામેલ બે ખેલાડીઓ ફિટનેસને લઈને સંઘર્ષ કરી રહ્યા છે. તાજેતરમાં જ તિલક વર્માના પેટની સર્જરીના સમાચાર આવ્યા હતા. હવે વોશિંગ્ટન સુંદરની પાંસળીની ઈજાએ ટીમ માટે મુશ્કેલી વધારી દીધી છે. તાજેતરના અહેવાલો અનુસાર વોશિંગ્ટન સુંદર પણ વર્લ્ડકપ રમે છે તે અંગે સસ્પેન્સ છે.
તિલક વર્મા પહેલાથી જ બહાર થઈ ચૂક્યો છે અને તે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની પ્રથમ ત્રણ ટી-20 મેચમાંથી બહાર થઈ ગયો છે. આટલું જ નહીં વોશિંગ્ટન સુંદર વિશે પણ એવી માહિતી સામે આવી હતી કે તે આખી ટી-20 શ્રેણીમાંથી બહાર થઈ શકે છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે વોશિંગ્ટન વર્લ્ડ કપમાંથી બહાર થઈ જાય તો તેનું સ્થાન કોણ લઈ શકે છે?
વોશિંગ્ટન સુંદરને રિપ્લેસ કરે તેવા અહીં 3 વિકલ્પો છે
આયુષ બડોની
તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ સામેની વન ડે શ્રેણીમાં વોશિંગ્ટન સુંદરના રિપ્લેસમેન્ટ તરીકે આયુષ બડોનીની પસંદગી કરવામાં આવી છે. જોકે તેણે હજુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું નથી. હવે જોવાનું રહેશે કે જો તેને તક મળે તો શ્રેણીની અંતિમ વન ડે મેચમાં કેવો દેખાવ કરે છે. અથવા તો ડોમેસ્ટીક ક્રિકેટના રેકોર્ડ અનુસાર ટી-20 ટીમમાં પણ તેની પસંદગી કરવામાં આવશે. તે ટી-20 વર્લ્ડ કપ માટે સુંદરનું રિપ્લેસમેન્ટ પણ બની શકે છે.
શાહબાઝ અહેમદ
શાહબાઝ અહેમદનું નામ વોશિંગ્ટન સુંદરના બીજા વિકલ્પ તરીકે પણ આવી શકે છે. શાહબાઝ ભારત માટે વન ડે અને ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ પણ કરી ચુક્યો છે. તેના નામે 3 વન-ડે માં 3 અને 2 ટી-20 ઇન્ટરનેશનલમાં 2 વિકેટ નોંધાયેલી છે.
આ પણ વાંચો - વિરાટ કોહલી વન-ડેમાં વિશ્વનો નંબર-1 બેટ્સમેન બન્યો, સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો
શાહબાઝે તાજેતરમાં વિજય હઝારે ટ્રોફીમાં છેલ્લી 6 માંથી 3 ઇનિંગ્સમાં અડધી સદી અને એક સદી ફટકારી હતી. તેણે બોલિંગમાં 6 ઇનિંગ્સમાં 6 વિકેટ પણ ઝડપી હતી. જો મેનેજમેન્ટ અનુભવ સાથે ચાલે તો શાહબાઝ સારો વિકલ્પ બની શકે છે.
રિયાન પરાગ
રિયાન પરાગ છેલ્લા કેટલાક સમયથી ઈજાના કારણે ક્રિકેટના મેદાનથી દૂર છે. તેણે વિજય હઝારે ટ્રોફીમાં પણ ભાગ લીધો ન હતો. જો તે ફિટ બેસે તો વોશિંગ્ટન સુંદર તરીકે પણ તે સારો વિકલ્પ બની શકે છે. પરાગ પાસે ટી-20માં સારી બેટીંગ કરવાની ક્ષમતા ધરાવે છે.
રિયાન પરાગના નામની ઘણા પૂર્વ ક્રિકેટરોએ પણ તરફેણ કરી છે. તેમને તિલક વર્માના રિપ્લેસમેન્ટનો વિકલ્પ પણ જણાવવામાં આવી રહ્યો હતો. તે ભારત માટે એક વનડે અને 9 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમ્યો છે. તેના નામે વન-ડેમાં 15 રન અને ત્રણ વિકેટ છે. તેણે 9 ટી-20 ઇન્ટરનેશનલમાં 106 રન બનાવ્યા છે અને ચાર વિકેટ પણ ઝડપી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us