ICC Women’s Cricket World Cup 2025 | ટીમ ઈન્ડિયા બની વિશ્વ ચેમ્પિયન, સાઉથ આફ્રિકાને હરાવી જીત્યો મહિલા વર્લ્ડ કપ

ICC Women’s Cricket World Cup 2025 Final, IND-W vs SA-W Cricket Score: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મહિલા વર્લ્ડ કપ 2025 ની ફાઇનલ મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. જ્યાં ટીમ ઇન્ડિયાએ ઇતિહાસ રચ્યો છે.

Written by Rakesh Parmar
Updated : November 03, 2025 00:48 IST
ICC Women’s Cricket World Cup 2025 | ટીમ ઈન્ડિયા બની વિશ્વ ચેમ્પિયન, સાઉથ આફ્રિકાને હરાવી જીત્યો મહિલા વર્લ્ડ કપ
ICC Women's World Cup 2025: સાઉથ આફ્રિકાને હરાવી ભારત બન્યું ચેમ્પિયન (ફોટો ક્રેડિટ સોશિયલ)

ICC Women’s Cricket World Cup 2025 Final, IND-W vs SA-W Cricket Score: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મહિલા વર્લ્ડ કપ 2025 ની ફાઇનલ મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. પરંતુ વરસાદના કારણે ટોસમાં વિલંબ થયો હતો. ટીમ ઈન્ડિયાએ આખરે વર્ષોની રાહનો અંત લાવ્યો છે. ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહેલીવાર ચેમ્પિયન બની છે.

ટીમ ઈન્ડિયા દ્વારા નિર્ધારિત 299 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે દક્ષિણ આફ્રિકા 246 રન બનાવીને હારનો સામનો કર્યો છે. દીપ્તિ શર્માએ બોલથી કોહરામ મચાવી દીધો અને પાંચ વિકેટ લીધી. દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડટે 101 રનની શાનદાર ઇનિંગ રમી, પરંતુ તે ટીમને જીત અપાવી શકી નહીં. આ દરમિયાન શેફાલી વર્માએ બે વિકેટ લીધી.

મહિલા વનડે વર્લ્ડ કપ 2025 ની ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકાનો સામનો કરી રહી છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 298 રન બનાવ્યા. ટીમ માટે શેફાલી વર્માએ 87 રનની જોરદાર ઇનિંગ રમી, જ્યારે દીપ્તિ શર્માએ 58 રન બનાવ્યા. સ્મૃતિ મંધાનાએ પણ 45 રનનું યોગદાન આપ્યું. દક્ષિણ આફ્રિકા માટે આયાબોંગા ખાકાએ 3 વિકેટ લીધી.

બંને ટીમોની સ્ક્વોડ

દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ: લૌરા વોલ્વાર્ડ (કેપ્ટન), તાઝમીન બ્રિટ્સ, એન્નેકે બોશ, સુને લુસ, મેરિઝાન કેપ્પ, સિનાલો જાફતા (વિકેટકીપર), અન્નેરી ડેર્કસેન, ક્લો ટ્રાયઓન, નાદીન ડી ક્લાર્ક, અયાબોંગા ખાકા, નોનકુલુલેકો મ્લાબા, મસ્લાબા, તુક્કુમ, નોનકુલુલેકો મ્લાબા, મસ્લાબાહુ શાંગાસે, કારાબો મેસો.

ભારતીય મહિલા ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રેણુકા સિંહ ઠાકુર, હરલીન દેઓલ, અરુંધતી રેડ્ડી, રિચા ઘોષ (વિકેટકીપર), ક્રાંતિ ગૌડ, અમનજોત કૌર, રાધા યાદવ, શ્રી વેરાની, શફા રાણા, શફા રાણા (વિકેટકીપર).

Live Updates

LIVE IND W vs SA W: ટીમ ઈન્ડિયા બની વર્લ્ડ ચેમ્પિયન

હરમનપ્રીત અને તેની કંપનીએ વર્ષોથી અશક્ય બની ગયેલી સિદ્ધિ હાંસલ કરી લીધી છે. ટીમ ઈન્ડિયા પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ છે. ભારતીય ટીમે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવ્યું છે.

LIVE IND W vs SA W: લૌરા વોલ્વાર્ડ આઉટ

ટીમ ઇન્ડિયાને સૌથી મોટી વિકેટ મળી ગઈ છે. લૌરા વોલ્વાર્ડની 101 રનની ઇનિંગનો અંત દીપ્તિ શર્માએ કર્યો છે. ભારતીય ટીમ હવે ચેમ્પિયન બનવાના માર્ગે છે.

LIVE IND W vs SA W: 78 બોલમાં 105 રનની જરૂર

સાઉથ આફ્રિકાનો સ્કોર 37 ઓવરમાં 5 વિકેટના નુકસાને 194 રન થઈ ગયો છે. લોરા વોલ્ટાર્ટ 88 અને એનેરી ડર્કસન 31 રન બનાવીને ક્રિઝ પર છે. ભારતને જીતવા માટે 5 વિકેટની જરૂર છે તો આફ્રિકાને 78 બોલમાં 105 રનની જરૂર છે. હાલમાં જરૂરી રનરેટ 8 થી ઉપર થઈ ગયો છે.

LIVE IND W vs SA W: ભારતની અડધી ટીમ આઉટ

ભારતની અડધી ટીમ 245 રનના સ્કોર પર પેવેલિયનમાં પરત ફરી ગઈ છે. નાદિન ડી ક્લર્કે અમનજોત કૌરને 12 રનના સ્કોર પર પેવેલિયન મોકલી છે. દીપ્તિ શર્મા 42 રન બનાવીને ક્રિઝ પર છે. હવે તેનો સાથ આપવા માટે ઋચા ઘોષ આવી છે. ભારતીય ઈનિંગમાં 41 બેલની રમત બાકી છે. હવે જોવાનું છે કે 300 રનનો સ્કોર થાય છે કે નહીં?

LIVE IND W vs SA W: હરમનપ્રીત કૌર 20 રન બનાવીને આઉટ

ભારતીય ટીમને કેપ્ટન હરમનપ્રીત કૌરના રૂપમાં ચોથો ઝટકો મળ્યો છે. મલાબા એ તેને 20 રનનના સ્કોર પર ક્લીન બોલ્ડ કરી છે. દીપ્તિ શર્મા 33 રન બનાવીને ક્રિઝ પર છે. હવે તેનો સાથ આપવા માટે ક્રિઝ પર અમનજોધ કૌર આવી છે. ટીમ ઈન્ડિયાનો લાઈવ સ્કોર 223/4

LIVE IND W vs SA W: શેફાલી વર્મા 87 રન પર આઉટ

શેફાલી વર્મા 78 બોલમાં 87 રન બનાવીને પેવેલિયન પરત ફરી છે. ખાકાએ તેની વિકેટ લીધી અને ભારતને બીજો ઝટકો મળ્યો. બીજી વિકેટ માટે શેફાલી અને જેમિમા રોડ્રિગ્સ વચ્ચે 62 રનની પાર્ટનરશીપ થઈ. તે સદીથી ચૂકી ગઈ પરંતુ મહિલા વર્લ્ડ કપ ફાઈનલના ઈતિહાસમાં ભારતની ટોપ સ્કોરર બની ગઈ છે. ભારતનો લાઈવ સ્કોર 166/2

LIVE IND W vs SA W: 10 ઓવર બાદ ભારતનો સ્કોર

ભારતીય ટીમે પ્રથમ 10 ઓવરમાં સારો એવો સ્કોર બનાવી લીધો છે. શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ ભારતને સારી શરૂઆત અપાવી છે. ભારતનો સ્કોર 10 ઓવર બાદ 64 રન છે અને તે પણ એક પણ વિકેટ ગુમાવ્યા વિના.

LIVE IND W vs SA W: શેફાલીએ ચોગ્ગાથી શરૂઆત કરી

પ્રથમ ઓવર મેડન રમ્યા બાદ હવે સ્કોરકાર્ડની સ્પીડ વધી છે. સ્મૃતિ મંધાનાએ પણ મેચમાં પોતાનો પ્રથમ ચોગ્ગો મારિજાન કેપ પર લગાવ્યો. શેફાલી વર્માએ ચોગ્ગાથ ઓવરમાં ખાતું ખોલાવ્યું છે.

ભારતનો સ્કોર 3 ઓવર બાદ 13/0

શેફાલી વર્મા 6 (5)

સ્મૃતિ મંધાના 5 (13)

LIVE IND W vs SA W: દક્ષિણ આફ્રિકાએ ટોસ જીત્યો

દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડે ટોસ જીતીને પ્રેથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં ભારતીય ટીમ પહેલા રમશે. ફાઈનલ મેચમાં હજુ સુધી કોઈ ઓવર કાપવામાં આવી નથી. જો મેચ પાંચ વાગ્યે શરૂ થશે તો 50 ઓવર રમાશે.

LIVE IND W vs SA W: 4.30 વાગ્યે ટોસ થશે

હાલમાં વરસાદ રોકાય ગયો છે અને ટોસનો નવો સમય પણ સામે આવી ગયો છે. એક પણ ઓવર ઓછી કરવામાં આવી નથી. મેચ સંપૂર્ણ 50 ઓવર સાથે રમાશે. તાજા અપડેટ અનુસાર જો ફરીથી વરસાદ નહીં પડે તો સાંજે 4.32 વાગ્યે ટોસ થશે અને 5 વાગ્યે લાઈવ એક્શન શરૂ થશે.

LIVE IND W vs SA W: નક્કી કરેલા સમયથી બે કલાક એક્સ્ટ્રા મળશે

હાલમાં સેમીફાઈનલ અને ફાઈનલ મેચો માટે મહિલા વિશ્વકપ 2025માં બે કલાક એક્સ્ટ્રા સમય આપવામાં આવ્યો છે. એટલે માની શકાય છે કે 5 વાગ્યા સુધીમાં મેચ શરૂ થાય છે તો કદાચ ઓવર કપાશે નહીં. ત્યાં જ જો આવું થતું નથી તો 5 વાગ્યા બાદ ઓવર્સમાં કાપ મૂકવામાં આવી શકે છે.

LIVE IND W vs SA W: કટ ઓફ ટાઈમ સામે આવ્યો

આ મેચનો કટ ઓફ ટાઈમ 20-20 ઓવરની મેચ માટે રવિવારે 9.08 મિનિટ સુધી રાખવામાં આવ્યો છે. જો આ સમય સુધી પણ મેચ રમાતી નથી તો રિઝર્વ ડે પર આખી મેચ 50-50 ઓવરની રમાશે. જોકે હજુ સુધી ઓવરમાં કપાતની જાણકારી સામે આવી નથી.

LIVE IND W vs SA W: મેચનું પરિણામ કેવી રીતે નક્કી થશે?

જો રવિવારે ફાઇનલ મેચ રમી શકાતી નથી તો સોમવારને રિઝર્વ ડે તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. જો રિઝર્વ ડે પર મેચ રમી શકાતી નથી તો બંને ટીમોએ ટ્રોફી શેર કરવી પડશે અને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. રવિવારની જેમ સોમવારે નવી મુંબઈમાં પણ વરસાદની અપેક્ષા છે.

LIVE IND W vs SA W: વરસાદ બંધ થઈ ગયો છે, પીચ ખૂબ ભીની છે

નવી મુંબઈમાં વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ ઘેરા અને ગાઢ વાદળો હજુ પણ છવાયેલા છે. મેદાન ખૂબ ભીનું છે અને આ સમયે મેચ શરૂ થવાની શક્યતા ઓછી છે. મેદાન પર કવર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ