WTC Final: બાંગ્લાદેશના સુપડા સાફ કર્યા પછી પણ ભારતનો રસ્તો નથી આસાન, ઓસ્ટ્રેલિયા સામે આટલા અંતરથી જીતવી પડશે શ્રેણી

World Test Championship : બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતે 2-0થી જીતીને સીરિઝ પોતાના નામે કરી લીધી છે

World Test Championship : બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતે 2-0થી જીતીને સીરિઝ પોતાના નામે કરી લીધી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

બાંગ્લાદેશ સામે 2-0થી શ્રેણી જીતી (તસવીર - વિરાટ કોહલી, ટ્વિટર)

World Test Championship: બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતે 2-0થી જીતીને સીરિઝ પોતાના નામે કરી લીધી છે. બાંગ્લાદેશનો વ્હાઇટવોશ કર્યો હોવા છતા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતનો રસ્તો હજુ આસાન થયો નથી. ભારતીય ટીમે હવે ઓસ્ટ્રેલિયા સામે 4 મેચની શ્રેણી 3-0થી જીતવી પડશે. એક મેચ ડ્રો થશે તો પણ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન બનાવી લેશે.

Advertisment

World Test Championshipમાં ભારત બીજા સ્થાને

ભારતીય ટીમ હાલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બીજા સ્થાને છે. ભારતીય ટીમના પોઇન્ટ્સ પ્રતિશિત 58.93 થઇ ગયા છે. હવે ફાઇનલની રેસમાં ફક્ત ચાર ટીમો જ છે. જેમાં ઓસ્ટ્રેલિયા, ભારત, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયાની ટીમની જીતની ટકાવારી 76.92 છે. બીજા નંબરે ભારતીય ટીમ છે. ત્રીજા સ્થાને દક્ષિણ આફ્રિકાની ટીમ છે. જેની ટકાવારી 54.55 છે. જ્યારે શ્રીલંકાની ટીમ 55.33 ટકાવારી સાથે ચોથા સ્થાને છે.

આ પણ વાંચો - આઇપીએલ-2023ની હરાજીના 10 સૌથી મોંઘા ખેલાડીઓ, ત્રણ ભારતીય ક્રિકેટર્સ સામેલ

દક્ષિણ આફ્રિકા બની શકે છે ખતરો

ભારતે ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચ રમવાની છે. જો ભારતીય ટીમ બધી મેચ જીતવા સફળ રહે તો ભારતના કુલ પોઇન્ટ 68.08 પ્રતિશત થઇ જશે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટીમ બધી મેચો જીતી જશે તો દક્ષિણ આફ્રિકાના પોઇન્ટ 69.77 પ્રતિશત થઇ જશે. આ સ્થિતિમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ફાઇનલમાં પહોંચી જશે. ભારતે પોતાની મેચો જીતવા સિવાય દક્ષિણ આફ્રિકાના પરાજય માટે પ્રાર્થના કરવી પડશે.

Advertisment

આ મામલે ઓસ્ટ્રેલિયાની ટીમ ટોપ પર બનેલી છે. જો ઓસ્ટ્રેલિયાની ટીમ દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં ત્રણેય મેચ જીતી લેતો ભારત સામે પરાજય થાય તો પણ ફાઇનલમાં પહોંચી જશે. જો ઓસ્ટ્રેલિયા તેની બધી મેચો જીતી જાય તો પોઇન્ટ પ્રતિશત 84.21 થઇ જશે.

ક્રિકેટ Team India સ્પોર્ટ્સ