IPL 2023 Auction : IPL 2023ની મિની હરાજીમાં ઇંગ્લેન્ડના સેમ કરન (Sam Curran)અને ઓસ્ટ્રેલિયાના કેમરૂન ગ્રીન(Cameron Green)નો જલવો રહ્યો છે. સેમ કરન આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. પંજાબ કિંગ્સે સેમ કરનને 18.50 કરોડમાં ખરીદ્યો છે. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સે ઓસ્ટ્રેલિયાના કેમરૂન ગ્રીન પર મોટો દાવ ખેલતા 17.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. કેમરૂન ગ્રીન આઈપીએલના ઇતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. આ હરાજીમાં ટોપ-10 મોંઘા ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ.
10 સોથી મોંઘા પ્લેયર્સમાં ભારતના 3 ક્રિકેટરોના સમાવેસ થાય છે. મયંક અગ્રવાલને 8.25 કરોડમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો છે. આ સિવાય શિવમ માવી અને મુકેશ કુમારનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો – સેમ કરનને 18.50 કરોડ અને કેમરૂન ગ્રીનને 17.5 કરોડ શા માટે આપ્યા? જાણો કેવો છે રેકોર્ડ
આ આઈપીએલ સિઝનના 10 સોથી મોંઘા પ્લેયર્સ
ક્રમ | ખેલાડી | ટીમ | કિંમત |
1 | સેમ કરન | પંજાબ કિંગ્સ | 18.50 કરોડ રૂપિયા |
2 | કેમરૂન ગ્રીન | મુંબઈ ઇન્ડિયન્સ | 17.50 કરોડ રૂપિયા |
3 | બેન સ્ટોક્સ | ચેન્નાઇ સુપરકિંગ્સ | 16.25 કરોડ રૂપિયા |
4 | નિકોલસ પૂરન | લખનઉ સુપરજાયન્ટ્સ | 16 કરોડ રૂપિયા |
5 | હેરી બ્રુક | સનરાઇઝર્સ હૈદરાબાદ | 13.25 કરોડ રૂપિયા |
6 | મયંક અગ્રવાલ | સનરાઇઝર્સ હૈદરાબાદ | 8.25 કરોડ રૂપિયા |
7 | શિવમ માવી | ગુજરાત ટાઇટન્સ | 6 કરોડ રૂપિયા |
8 | જેસન હોલ્ડર | રાજસ્થાન રોયલ્સ | 5.75 કરોડ રૂપિયા |
9 | મુકેશ કુમાર | દિલ્હી કેપિટલ્સ | 5.50 કરોડ રૂપિયા |
10 | હેનરિચ ક્લાસેન | સનરાઇઝર્સ હૈદરાબાદ | 5.25 કરોડ રૂપિયા |