IPL 2023 Auction : IPLની મિની હરાજીમાં ઇંગ્લેન્ડના સેમ કરન (Sam Curran)અને ઓસ્ટ્રેલિયામા કેમરૂન ગ્રીનને (Cameron Green)મોટી લોટરી લાગી છે. સેમ કરન આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. પંજાબ કિંગ્સે સેમ કરનને 18.50 કરોડમાં ખરીદ્યો છે. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સે ઓસ્ટ્રેલિયાના કેમરૂન ગ્રીન પર મોટો દાવ ખેલતા 17.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. કેમરૂન ગ્રીન આઈપીએલના ઇતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. આ પ્રસંગે અમે બન્ને ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ.તેમને શા માટે આટલા કરોડ રૂપિયામાં આપવામાં આવ્યા છે.
સેમ કરન અને કેમરૂન ગ્રીન બન્ને ઓલરાઉન્ડર્સ છે. જે બેટિંગ અને બોલિંગ બન્નેમાં ટીમ માટે ઉપયોગી સાબિતી થઇ શકે છે. ટી 20 ક્રિકેટમાં બન્નેનો રેકોર્ડ પણ સારો છે. તેમની ઓલરાઉન્ડર્સની ક્ષમતાને ધ્યાનમાં રાખી તેમને ઘણી મોટી રકમ આપી ટીમમાં લીધા છે.
સેમ કરન (Sam Curran)
ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરને ટી-20 વર્લ્ડ કપમાં પોતાના શાનદાર પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા. તેણે વર્લ્ડ કપમાં 6 મેચમાં 13 વિકેટ ઝડપી હતી. તેણે ફાઇનલમાં પાકિસ્તાન સામે 3 વિકેટ ઝડપી હતી. તે આઈપીએલમાં 32 મેચ રમ્યો છે અને કુલ 32 વિકેટ ઝડપી છે. આ સિવાય 337 રન પણ બનાવ્યા છે. તેના ટી-20ના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની વાત કરવામાં આવે તો તેણે 35 મેચમાં 43 વિકેટ ઝડપી છે. આ સિવાય 158 રન પણ બનાવ્યા છે.

આઇપીએલની લાઇવ હરાજી જોવા માટે અહીંક્લિક કરો
કેમરૂન ગ્રીન (Cameron Green)
ઓસ્ટ્રેલિયાના યુવા ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનને પણ લોટરી લાગી છે. કેમરૂન ગ્રીને હાલમાં જ ભારતીય ટીમ સામે રમાયેલી ત્રણ ટી-20 મેચમાં 214.55ની સ્ટ્રાઇક રેટથી 118 રન બનાવ્યા હતા. તેણે 8 ટી-20 ઇન્ટરનેશલ મેચમાં 2 અડધી સદી સાથે 139 રન બનાવ્યા છે. આ સાથે 5 વિકેટ પણ ઝડપી છે. તે હજુ સુધી આઈપીએલમાં રમ્યો નથી.