/indian-express-gujarati/media/media_files/2026/01/05/vaibhav-suryavanshi-2026-01-05-20-00-26.jpg)
વૈભવ સૂર્યવંશીએ દક્ષિણ આફ્રિકા સામેની બીજી યુથ વન ડેમાં 24 બોલમાં 10 સિક્સર અને 1 ફોર સાથે 68 રન ફટકાર્યા હતા Photograph: (સોશિયલ મીડિયા)
IND U19 vs SA U19 2nd ODI : ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમના યુવા ઓપનર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ દક્ષિણ આફ્રિકા અંડર-19 ટીમ સામેની બીજી વન-ડેમાં તોફાની ઇનિંગ્સ રમી હતી. તેણે માત્ર 19 બોલમાં અડધી સદી પુરી કરી હતી. તેણે 19 બોલમાં અડધી સદી ફટકારતાં જ તેણે બે ખેલાડીઓના રેકોર્ડને તોડી નાાખ્યો હતો.
વૈભવ સૂર્યવંશીના 24 બોલમાં 68 રન
વૈભવે દક્ષિણ આફ્રિકા સામેની બીજી યુથ વન ડેમાં 24 બોલમાં 10 સિક્સર અને એક ફોર સાથે 68 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે 19 બોલમાં અડધી સદી ફટકારી હતી. હવે તે યુથ વન ડેમાં સૌથી ઓછા બોલમાં અડધી સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં ત્રીજા ક્રમે આવી ગયો છે.
વૈભવ સહેજ માટે ઋષભ પંતનો રેકોર્ડ તોડવાથી રહી ગયો છે. આ સિવાય તે યુથ વન ડેમાં સાઉથ આફ્રિકા સામે સૌથી ઓછા બોલ પર અડધી સદી ફટકારનાર પ્લેયર બની ગયો છે.
વૈભવ સૂર્યવંશીએ ઉમરજઈ અને જેકબ બેથેલના રેકોર્ડ તોડ્યો
વૈભવે સાઉથ આફ્રિકા સામે 19 બોલમાં અડધી સદી ફટકારતાં યુથ વન ડેમાં અફઘાનિસ્તાનના અઝમતુલ્લાહ ઉમરજઇ અને ઈંગ્લેન્ડના જેકબ બેથેલનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ બન્નેએ યુથ વન ડેમાં 20-20 બોલમાં અડધી સદી ફટકારી હતી. વૈભવે આ 19 બોલ સિવાય 2025માં ઈંગ્લેન્ડ સામેની યુથ વન ડે શ્રેણીમાં 20 બોલમાં અડધી સદી ફટકારી હતી.
સ્ટીવ સ્ટોલોકના નામે 13 બોલમાં અડધી સદીનો રેકોર્ડ
યુથ વન ડેમાં સૌથી ઓછી બોલ પર અડધી સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં નંબર વન પર સાઉથ આફ્રિકાનો સ્ટીવ સ્ટોલોક છે, જેણે 2024માં સ્કોટલેન્ડ સામે 13 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ યાદીમાં બીજા ક્રમે ભારતનો ઋષભ પંત છે, જેણે 2016માં નેપાળ સામે 18 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. હવે 19 બોલમાં અડધી સદી ફટકાર્યા બાદ વૈભવ આ યાદીમાં ત્રીજા ક્રમે આવી ગયો છે.
આ પણ વાંચો - જો રુટે 5 વર્ષમાં ફટકારી 24 સદી, પોન્ટિંગની બરાબરી કરી, હવે સચિનનો રેકોર્ડ તોડવા આટલી સદીની જરુર
યુથ વન ડે માં સૌથી ઓછા બોલમાં અડધી સદી ફટકારનાર પ્લેયર્સ
સ્ટીવ સ્ટોલોક - 13 બોલ વિ સ્કોટલેન્ડ, 2024
ઋષભ પંત - 18 બોલ વિ નેપાળ, 2016
વૈભવ સૂર્યવંશી - 19 બોલ વિ દક્ષિણ આફ્રિકા, 2026
અઝમતુલ્લાહ ઉમરઝાઈ - 20 બોલ વિ ન્યૂઝીલેન્ડ, 2018
વૈભવ સૂર્યવંશી - 20 બોલ વિ ઇંગ્લેન્ડ, 2025
જેકબ બેથેલ - 20 બોલ વિ દક્ષિણ આફ્રિકા 2022


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us