વૈભવ સૂર્યવંશીએ 63 બોલમાં સદી ફટકારી, છેલ્લી 10 ઇનિંગ્સમાં ત્રીજી સેન્ચ્યુરી ફટકારી

Vaibhav Suryavanshi Century : અંડર 19 માં દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી યુથ વન ડેમાં વૈભવ સૂર્યવંશીએ 74 બોલમાં 9 ફોર અને 10 સિક્સર સાથે 127 રન ફટકાર્યા. એરોન જ્યોર્જે 106 બોલમાં 16 ફોર સાથે 118 રન બનાવ્યા

Vaibhav Suryavanshi Century : અંડર 19 માં દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી યુથ વન ડેમાં વૈભવ સૂર્યવંશીએ 74 બોલમાં 9 ફોર અને 10 સિક્સર સાથે 127 રન ફટકાર્યા. એરોન જ્યોર્જે 106 બોલમાં 16 ફોર સાથે 118 રન બનાવ્યા

author-image
Ashish Goyal
New Update
Vaibhav Suryavanshi Century

દક્ષિણ આફ્રિકા સામેની યુથ વન -ડેમાં વૈભવ સૂર્યવંશીએ 74 બોલમાં 9 ફોર અને 10 સિક્સર સાથે 127 રન બનાવ્યા Photograph: (સોશિયલ મીડિયા)

IND U19 vs SA U19 : ભારત અને સાઉથ આફ્રિકાની અંડર-19 ટીમો વચ્ચે રમાઈ રહેલી યુથ વન ડે શ્રેણીની ત્રીજી મેચમાં ભારતીય ટીમના કેપ્ટન વૈભવ સૂર્યવંશીએ શાનદાર સદી ફટકારી હતી. 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ 74 બોલમાં 9 ફોર અને 10 સિક્સર સાથે 127 રને આઉટ થયો હતો. આ પહેલા તેણે 63 બોલમાં સદી પુરી કરી હતી. છેલ્લી 10 ઇનિંગ્સમાં  વૈભવ સૂર્યવંશીની આ ત્રીજી સદી છે.

Advertisment

વૈભવ સૂર્યવંશીની છેલ્લી 10 ઇનિંગ્સમાં ત્રીજી સદી

વૈભવ સૂર્યવંશી માટે 2025નું વર્ષ શાનદાર રહ્યું હતું. વર્ષ 2026માં પણ ધમાકેદાર શરૂઆત કરી છે અને પોતાની પ્રથમ સદી ફટકારી છે. જો તમે તમામ ફોર્મેટને જોશો તો છેલ્લી 10 ઇનિંગ્સમાં તેના બેટથી આ ત્રીજી સદી છે. તેણે વિજય હઝારે ટ્રોફીની પ્રથમ મેચમાં 190 રન બનાવ્યા હતા. આ પછી અંડર-19 એશિયા કપની પ્રથમ મેચમાં તેણે યુએઈ સામે 171 રન ફટકાર્યા હતા. 

વૈભવની સાથે સાથે ટીમના વાઈસ કેપ્ટન એરોન જ્યોર્જે પણ શાનદાર સદી ફટકારી છે. તેણે 106 બોલમાં 16 ફોર સાથે 118 રન બનાવ્યા હતા. બંનેએ 25.4 ઓવરમાં 227 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. અગાઉ ભારતે ત્રણ મેચની શ્રેણીની શરુઆતની બે મેચ જીતીને અજેય સરસાઈ મેળવી લીધી હતી.

આ પણ વાંચો -  વૈભવ સૂર્યવંશીએ યુથ વન-ડેમાં 19 બોલમાં અડધી સદી ફટકારી, આ બે ખેલાડીઓનો રેકોર્ડ તોડ્યો

Advertisment

ટીમ ઈન્ડિયાએ 2 ફેરફાર કર્યા

ભારતીય ટીમે આ મેચમાં તેના પ્લેઈંગ 11માં બે ફેરફાર કર્યા હતા. આ મેચમાં દિપેશ દેવેન્દ્રન અને ખિલન પટેલને આરામ આપવામાં આવ્યો હતો. તેના સ્થાને ઉદ્ધવ મોહન અને હેનિલ પટેલને પ્લેઈંગ 11માં સ્થાન મળ્યું હતુંય રાહુલ કુમાર અને યુવરાજ ગોહિલે આખી શ્રેણીમાં બેંચ પર બેસી રહેવું પડ્યું છે. તેમને તક મળી ન હતી.

વૈભવ સૂર્યવંશી ક્રિકેટ સ્પોર્ટ્સ