scorecardresearch

IND vs AUS: મેચ રેફરીને મળ્યા રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા, ભારતીય સ્પિનરનો વીડિયો વાયરલ થવા પર રાખ્યો પોતાનો પક્ષ

Ravindra Jadeja Video Viral Case: આંગળીમાં ક્રીમ લગાવતો રવિન્દ્ર જાડેજાનો વીડિયો વાયરલ થયા પછી સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઇ છે

IND vs AUS: મેચ રેફરીને મળ્યા રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા, ભારતીય સ્પિનરનો વીડિયો વાયરલ થવા પર રાખ્યો પોતાનો પક્ષ
વીડિયો ફૂટેજમાં રવિન્દ્ર જાડેજા પોતાના જમણા હાથથી મોહમ્મદ સિરાજના હાથના પાછળના ભાગેથી કોઇ પદાર્થ કાઢતો જોવા મળે છે (તસવીર – સોશિયલ મીડિયા)

Ravindra Jadeja Video Viral Case: ભારતીય ટીમ મેનેજમેન્ટે આઈસીસી મેચ રેફરી એન્ડી પાઇક્રોફ્ટને કહ્યું કે ઓસ્ટ્રેલિયા સામે નાગપુર ટેસ્ટના પ્રથમ દિવસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો ક્લિપમાં રવિન્દ્ર જાડેજા બોલિંગ કરનારા હાથની આંગળી પર દર્દથી રાહત મળે તેવી ક્રિમ લગાવી રહ્યો હતો.

વીડિયો ફૂટેજમાં રવિન્દ્ર જાડેજા પોતાના જમણા હાથથી મોહમ્મદ સિરાજના હાથના પાછળના ભાગેથી કોઇ પદાર્થ કાઢતો જોવા મળે છે. આ પછી રવિન્દ્ર જાડેજા બોલ ફેંકતા પહેલા પોતાના જમણા હાથની આંગળી પર આ પદાર્થને રગડતો જોવા મળે છે. વીડિયો ફૂટેજમાં રવિન્દ્ર જાડેજા ક્યાંય પણ બોલ પર કશુંક રગડતો જોવા મળતો નથી. જોકે તે સમયે બોલ તેના હાથમાં હતો.

આ પણ વાંચો – રવિન્દ્ર જાડેજાની 7 મહિના પછી ધમાકેદાર વાપસી, ટેસ્ટ કારકિર્દીમાં 11મી વખત 5 વિકેટ ઝડપી

આ ઘટના ત્યારે બની જ્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 5 વિકેટે 120 રન હતો. તે સમયે જાડેજા લાબુશેન, મેટ રેનશો અને સ્મિથની વિકેટ લઇ ચૂક્યો હતો. ઇએસપીએનક્રિકઇન્ફોના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પહેલા દિવસની મેચ પુરી થયા પછી તરત રવિન્દ્ર જાડેજાને ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ટીમ મેનેજર સાથે વીડિયો ક્લિપ બતાવી હતી. માનવામાં આવે છે કે એન્ડી પાઇક્રોફ્ટ આ ઘટના વિશે સૂચિત કરવા માંગતા હતા. રવિન્દ્ર જાડેજા સામે કોઇ આરોપ લગાવ્યો નથી.

આંગળીમાં ક્રીમ લગાવતો રવિન્દ્ર જાડેજાનો વીડિયો વાયરલ થયા પછી સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઇ છે. એ પણ જાણ થઇ છે કે ઓસ્ટ્રેલિયાની ટીમ આ મામલાને લઇને મેચ રેફી પાસે ગઇ નથી.

ફરિયાદ વગર તપાસ કરી શકે છે મેચ રેફરી

આઈસીસીની પ્લેઇંગ ઇલેવન કંડીશનના મતે મેચ રેફરી ફરિયાદ વગર સ્વતંત્ર રુપથી આવી ઘટનાઓની તપાસ કરાવી શકે છે. ક્રિકેટના નિયમો પ્રમાણે બોલરને પોતાના હાથ પર કોઇપણ પ્રકારનો પદાર્થ લગાડવા માટે અમ્પાયરની મંજૂરીની જરૂરિયાત હોય છે. જેથી એ સુનિશ્ચિત રહે કે બોલની સ્થિતિ અપ્રભાવિત રહે.

રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામે ચોથી વખત 5 વિકેટ ઝડપી

રવિન્દ્ર જાડેજાએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 11મી વખત 5 વિકેટ ઝડપી છે. ઓસ્ટ્રેલિયા સામે ચોથી વખત 5 વિકેટ ઝડપી છે. લંચ પહેલા જાડેજાને કોઇ વિકેટ મળી ન હતી. બીજા સેશનમાં તેણે સૌ પ્રથમ માર્નસ લાબુશેનને આઉટ કર્યો હતો. બીજા જ બોલે મેટ રેનશોને ગોલ્ડન ડક પર પેવેલિયન મોકલ્યો હતો. આ પછી સ્ટિવ સ્મિથને 37 રને બોલ્ડ કર્યો હતો. જાડેજાએ ડેબ્યૂ કરી રહેલા ટોડ મર્ફીને આઉટ કરી ચોથી વિકેટ ઝડપી હતી. પીટર હેડ્સકોમ્બ તેનો પાંચમો શિકાર બન્યો હતો.

Web Title: Ind vs aus 1st test ravindra jadeja used pain relief cream on finger india told match referee

Best of Express