scorecardresearch

IND vs AUS: રવિન્દ્ર જાડેજાની 7 મહિના પછી ધમાકેદાર વાપસી, ટેસ્ટ કારકિર્દીમાં 11મી વખત 5 વિકેટ ઝડપી

India Vs Australia 1st Test : ઘૂંટણની ઇજાના કારણે રવિન્દ્ર જાડેજા ઓગસ્ટ 2022 પછી મેદાનથી દૂર હતો. જાડેજાએ 22 ઓવરમાં 47 રન આપી 5 વિકેટ ઝડપી

IND vs AUS: રવિન્દ્ર જાડેજાની 7 મહિના પછી ધમાકેદાર વાપસી, ટેસ્ટ કારકિર્દીમાં 11મી વખત 5 વિકેટ ઝડપી
રવિન્દ્ર જાડેજાએ 22 ઓવરમાં 47 રન આપી 5 વિકેટ ઝડપી (તસવીર – ટ્વિટર)

Ravindra Jadeja Comeback from Injury: ટીમ ઇન્ડિયાના સ્ટાર સ્પિનર રવિન્દ્ર જાડેજાએ ઇજામાંથી સ્વસ્થ થયા પછી ધમાકેદાર વાપસી કરી છે. નાગપુરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં જાડેજાએ 5 વિકેટ ઝડપી હતી. ઘૂંટણની ઇજાના કારણે જાડેજા ઓગસ્ટ 2022 પછી મેદાનથી દૂર હતો. જાડેજાએ 22 ઓવરમાં 47 રન આપી 5 વિકેટ ઝડપી હતી.

રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામે ચોથી વખત 5 વિકેટ ઝડપી

રવિન્દ્ર જાડેજાએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 11મી વખત 5 વિકેટ ઝડપી છે. ઓસ્ટ્રેલિયા સામે ચોથી વખત 5 વિકેટ ઝડપી છે. લંચ પહેલા જાડેજાને કોઇ વિકેટ મળી ન હતી. બીજા સેશનમાં તેણે સૌ પ્રથમ માર્નસ લાબુશેનને આઉટ કર્યો હતો. બીજા જ બોલે મેટ રેનશોને ગોલ્ડન ડક પર પેવેલિયન મોકલ્યો હતો. આ પછી સ્ટિવ સ્મિથને 37 રને બોલ્ડ કર્યો હતો. જાડેજાએ ડેબ્યૂ કરી રહેલા ટોડ મર્ફીને આઉટ કરી ચોથી વિકેટ ઝડપી હતી. પીટર હેડ્સકોમ્બ તેનો પાંચમો શિકાર બન્યો હતો.

આ પણ વાંચો – ટીમ ઇન્ડિયા આગળ ફેઇલ રહ્યા છે સ્ટિવ વો અને રિકી પોન્ટિંગ જેવા કેપ્ટન, ઓસ્ટ્રેલિયા 27 વર્ષમાં 15માંથી 9 ટેસ્ટ શ્રેણી હાર્યું

અશ્વિને ટેસ્ટમાં 450 વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી

ઓસ્ટ્રેલિયા સામે સ્પિનર આર અશ્વિને અલેક્સ કેરીની વિકેટ ઝડપી ઇતિહાસ રચ્યો છે. આ સાથે જ અશ્વિને ટેસ્ટમાં 450 વિકેટ પુરી કરી છે. અશ્વિને ગ્લેન મેકગ્રા, શેન વોર્ન અને નાથન લિયોનને સૌથી ઝડપી 450 ટેસ્ટ વિકેટ ઝડપવાના મામલે પાછળ રાખી દીધા છે. 167મી ઇનિંગ્સમાં 450 વિકેટ પુરી કરી છે. 132 ઇનિંગ્સમાં 450 વિકેટ ઝડપી શ્રીલંકાનો મુથૈયા મુરલીધરન પ્રથમ ક્રમાંકે છે.

પ્રથમ દિવસે ભારતે પકડ મજબૂત બનાવી

રવિન્દ્ર જાડેજા (5 વિકેટ)અને અશ્વિનના (3 વિકેટ)તરખાટ બાદ રોહિત શર્માની અણનમ અડધી સદીની (56)મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે પકડ મજબૂત બનાવી લીધી છે. ભારતે પ્રથમ દિવસના અંતે 1 વિકેટ ગુમાવી 77 રન બનાવી લીધા છે. ભારત હજુ 100 રન પાછળ છે અને તેની 9 વિકેટો બાકી છે. દિવસના અંતે રોહિત શર્મા 56 અને અશ્વિન 00 રને રમતમાં છે. કેએલ રાહુલ 20 રને આઉટ થયો હતો.

Web Title: India vs australia 1st test ravindra jadeja 11th time five wicket haul in test

Best of Express