IND vs AUS: સિક્સર ફટકારીને પડી ગયો રિષભ પંત, આ શૉટ જોઈ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પણ દંગ રહી ગયા, જુઓ વીડિયો

Rishabh Pant Six Video: કમિંસના બોલ પર પંતે ઘૂંટણ ટેકવીને બોલને વિકેટકીપરની ઉપરથી સિક્સર ફટકારી હતી. આ શોટને રમતા પંત જમીન પર ઢળી ગયો હતો પરંતુ બોલને ડાયરેક્ટ બાઉન્ડ્રી લાઈનની બહાર પહોંચાડવામાં સફળ રહ્યો હતો.

Written by Rakesh Parmar
Updated : November 22, 2024 16:32 IST
IND vs AUS: સિક્સર ફટકારીને પડી ગયો રિષભ પંત, આ શૉટ જોઈ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પણ દંગ રહી ગયા, જુઓ વીડિયો
ભારતીય વિકેટકીપર રિષભ પંતના એક શોટે મહેફિલ લૂંટી લીધી. (તસવીર: સોશિયલ મીડિયા સ્ક્રિન ગ્રૈબ)

Rishabh Pant Six Video: પર્થના મેદાન પર પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો બેટિંગ ઓર્ડર વિખેરાઈ ગયેલો જોવા મળ્યો હતો. કાંગારૂ ઝડપી બોલરોની ઘાતક બોલિંગ સામે ભારતીય બેટ્સમેનો સરળતાથી ઘૂંટણિયે પડી ગયા અને આખી ટીમ માત્ર 150 રન બનાવીને ઢેર થઈ ગઈ હતી. જોકે ધડાધડ વિકેટો પડી રહી હતી પરંતુ રિષભ પંતે પોતાની બેટિંગથી રંગ રાખ્યો હતો. પંતના બેટથી 37 રનની દમદાર ઈનિંગ નિકળી હતી. નાની પરંતુ મહત્ત્વની ઈનિંગ દરમિયાન ભારતીય વિકેટકીપરના એક શોટે મહેફિલ લૂંટી લીધી હચી. પૈટ કમિન્સ વિરૂદ્ધ લગાવેલ પંતની કિક્સરનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે.

પંતે મહેફીલ લૂંટી

વિરાટ કોહલીના પેવેલિયન પરત ફર્યા બાદ ક્રિઝ પર ઉતરેલ રિષભ પંતે શરૂઆતમાં સંભાળીને ઈનિંગની શરૂઆત કરી હતી. તેની સામેની બાજૂ સતત વિકેટો પડી રહી હતી આ દરમિયાન પંતે શાનદાર બેટિંગ યથાવત રાખી. પંતને નિતિશ રેડ્ડીનો સારો એવો સાથ મળ્યો હચો. બંને એ મળીને 48 રન બનાવ્યા હતા. આ પાર્ટનરશિપ દરમિયાન પંતે પૈટ કમિંસ વિરૂદ્ધ એવો શોટ માર્યો, જેને જોઈ ઓસ્ટ્રેલિયાની આખી ટીમ પણ દંગ રહી ગઈ હતી.

કમિંસના બોલ પર પંતે ઘૂંટણ ટેકવીને બોલને વિકેટકીપરની ઉપરથી સિક્સર ફટકારી હતી. આ શોટને રમતા પંત જમીન પર ઢળી ગયો હતો પરંતુ બોલને ડાયરેક્ટ બાઉન્ડ્રી લાઈનને પહોંચાડવામાં સફળ રહ્યો હતો. જોકે પંત સારી શરૂઆતનો ફાયદો ઉઠાવી શક્યો નહીં અને 37 રન બનાવ્યા બાદ પૈટ કમિંસના બોલ પર સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થઈ ગયો હતો.

આ પણ વાંચો: પહેલો દિવસ પુરો, ભારતે 150 રન બનાવ્યા, ઓસ્ટ્રેલિયાનો સ્કોર 67/7

ટીમ ઈન્ડિયાનો બેટિંગ ઓર્ડર ફ્લોપ રહ્યો

ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોનો ફ્લોપ શો પર્થ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં પણ યથાવત રહ્યો હતો. યશસ્વી જાયસ્વાલ ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. શુભમન ગિલના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવેસ દેવદત્ત પડિક્કલ પણ બેટથી કમાલ કરી શક્યો નહીં અને તે 23 બોલનો સામનો કર્યા બાદ ઝીરો રને આઉટ થયો હતો. વિરાટ કોહલીએ વધુ એક વખત નિરાશ કર્યા હતા અને તે 5 રન બનાવીને આઉટ થયો હતો. વોશિંગ્ટન સુંદર, ધ્રુલ ઝુરેલ પણ સસ્તામાં ચાલતા બન્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી નિતિશ રેડ્ડીએ સર્વાધિક 41 રન બનાવ્યા હતા, જ્યારે પંતે 37 રનનું યોગદાન આપ્યું હતું. ભારતની આખી ટીમ 150 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાની બેટિંગ આવતા પહેલા દિવસે 67 રન બનાવ્યા હતા. આમ દિવસની સમાપ્તી પર ઓસ્ટ્રેલિયાએ 25.2 ઓવરમાં સાત વિકેટના નુકસાન સાથે 67 રન બનાવ્યા હતા.

બુમરાહે 4 વિકેટ લીધી

ભારતીય બોલરોમાં જસપ્રિત બુમરાહે સૌથી વધારે ચાર વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ સિરાજે બે વિકેટ લીધી હતી. આ ઉપરાંત હર્ષિત રાણાએ પણ ખાતું ખોલાવી એક વિકેટ લીધી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ