IND vs BAN 1st ODI Updates: શાકિબ અલ હસન (5વિકેટ) અને ઇબાદત હુસૈનની (4 વિકેટ)શાનદાર બોલિંગ પછી મહેંદી હસન મિરાઝની લડાયક બેટિંગની મદદથી બાંગ્લાદેશે ભારત સામે પ્રથમ વન-ડેમાં 1 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે. ભારત 41.2 ઓવરમાં 186 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં બાંગ્લાદેશે 46 ઓવરમાં 9 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે બાંગ્લાદેશે 3 મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. બીજી વન-ડે 7 ડિસેમ્બરના રોજ રમાશે.
બાંગ્લાદેશે એકસમયે 136 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી પરાજય દેખાતો હતો. જોકે મહેંદી હસન મિરાઝે લડાયણ અણનમ 38 રન ફટકારી ટીમને જીત અપાવી હતી. મિરાઝે મુશ્તફિઝુર રહેમાન (અણનમ 10 રન)સાથે 10મી વિકેટ માટે અણનમ 51 રનની ભાગીદારી નોંધાવી હતી.
બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો
બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. રોહિત શર્મા 27, શિખર ધવન 7, વિરાટ કોહલી 9, શ્રેયસ ઐયર 24 અને વોશિંગ્ટન સુંદર 19 રને આઉટ થયા હતા. કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરતા 73 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને 5 અને ઇબાદત હુસૈને 4 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો – પીસીબી અધ્યક્ષ રમીઝ રાજાએ કહ્યું- પાકિસ્તાન પાસેથી યજમાની છીનવી તો એશિયા કપમાં નહીં રમીએ
બાંગ્લાદેશનો 1 વિકેટે વિજય
બાંગ્લાદેશે એકસમયે 136 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી.હતી. અહીંથી પરાજય દેખાતો હતો. જોકે મહેંદી હસને લડાયણ અણનમ 38 રન ફટકારી ટીમને જીત અપાવી હતી. મહેંદી હસને મુશ્તફિઝુર રહેમાન (અણનમ 10 રન)સાથે 10મી વિકેટ માટે અણનમ 51 રનની ભાગીદારી નોંધાવી જીત અપાવી હતી. લિટન દાસે 41, શાકિબ અલ હસને 29 રન બનાવ્યા હતા.
ભારત તરફથી મોહમ્મદ સિરાજે 3 વિકેટ, કુલદીપ સેન, વોશિંગ્ટન સુંદરે 2-2 વિકેટ, જ્યારે દીપક ચાહર અને શાર્દુલ ઠાકુરે 1-1 વિકેટ ઝડપી હતી.