scorecardresearch

ભારત વિ. બાંગ્લાદેશ પ્રથમ ટેસ્ટ : શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારાની સદી, બાંગ્લાદેશને 513 રનનો વિશાળ પડકાર

India vs Bangladesh 1st Test Match : શુભમન ગિલે પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી, ચેતેશ્વર પૂજારાએ ટેસ્ટ ક્રિકેટમાં 47 મહિના પછી સદી ફટકારી

ભારત વિ. બાંગ્લાદેશ પ્રથમ ટેસ્ટ : શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારાની સદી, બાંગ્લાદેશને 513 રનનો વિશાળ પડકાર
શુભમન ગિલે 152 બોલમાં 10 ફોર 3 સિક્સરની મદદથી 110 રન બનાવ્યા (Pics – Twitter)

IND vs BAN 1st Test Match : ચેતેશ્વર પૂજારા અને શુભમન ગિલની સદીની મદદથી ભારતે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે પકડ મજબૂત બનાવી લીધી છે. ત્રીજા દિવસે ભારતે 2 વિકેટ 258 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. જેથી બાંગ્લાદેશને જીતવા માટે 513 રનનો વિશાળ પડકાર મળ્યો છે. જેના જવાબમાં બાંગ્લાદેશે ત્રીજા દિવસના અંતે વિના વિકેટે 42 રન બનાવી લીધા છે. નઝમુલ શાંતો 25 અને ઝાકિર હુસૈન 17 રને રમતમાં છે. બાંગ્લાદેશને જીત માટે 471 રનની જરૂર છે અને તેની 10 વિકેટો બાકી છે.

બાંગ્લાદેશ પ્રથમ ઇનિંગ્સમાં 150 રનમાં ઓલઆઉટ

આ પહેલા ત્રીજા દિવસે બાંગ્લાદેશ પ્રથમ ઇનિંગ્સમાં 150 રનમાં ઓલઆઉટ થયું હતું. બાંગ્લાદેશ ફોલોઓન થયું હતું પણ ટીમ ઇન્ડિયાના કેપ્ટન કેએલ રાહુલે ફોલોઓન ના આપતા ભારત બેટિંગમાં ઉતર્યું હતું. ભારતને પ્રથમ ઇનિંગ્સમાં 254 રનની લીડ મળી હતી. કુલદીપ યાદવે 5 અને મોહમ્મદ સિરાજે 3 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો – અર્જૂન તેંડુલકરની સદી પછી સારા તેંડુલકરે ભાઇ માટે કહી દિલની વાત, ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ઇમોશનલ સ્ટોરી

શુભમન ગિલે ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી

શુભમન ગિલે 152 બોલમાં 10 ફોર 3 સિક્સરની મદદથી 110 રન બનાવ્યા હતા. શુભમને પોતાના ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી છે. ચેતેશ્વર પૂજારાએ 130 બોલમાં 13 ફોર સાથે અણનમ 102 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ 23 રને આઉટ થયો હતો. જ્યારે વિરાટ કોહલી 19 રને અણનમ રહ્યો હતો.

પૂજારાએ 47 મહિના પછી સદી ફટકારી

ચેતેશ્વર પૂજારાએ ટેસ્ટ ક્રિકેટમાં 47 મહિના પછી સદી ફટકારી છે. આ પહેલા તેણે સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે 3 જાન્યુઆરી 2019ના રોજ સદી ફટકારી હતી. આ પછી તે 52 ઇનિંગ્સમાં સદી ફટકારી શક્યો ન હતો.

Web Title: Ind vs ban 1st test day 3 updates bangladesh need 471 runs to win

Best of Express