/indian-express-gujarati/media/media_files/2026/01/12/virat-kohli-potm-award-2026-01-12-14-40-39.jpg)
વિરાટ કોહલીને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન ડેમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો Photograph: (સ્ક્રીનગ્રેબ)
Virat Kohli Potm Award : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ફરી એક વાર રમતની સાથે-સાથે પોતાના વિચારોથી ચાહકોનું દિલ જીતી લીધું છે. વડોદરામાં 11 જાન્યુઆરી 2026 ની રાત્રે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન ડે મેચ પછી પ્રેઝન્ટેશન સમારોહમાં હર્ષ ભોગલે સાથેની વાતચીત દરમિયાન વિરાટે તેની સફર, વિચાર અને સફળતા વિશે ખૂબ જ પ્રામાણિક અભિપ્રાય શેર કર્યો હતો.
જ્યારે હર્ષા ભોગલેએ વિરાટ કોહલીને પૂછ્યું કે તેની પાસે કેટલા 'પ્લેયર ઓફ ધ મેચ' એવોર્ડ છે અને તેનું શું કરે છે, ત્યારે વિરાટ કોહલીએ સ્મિત કર્યું અને કહ્યું કે સાચું કહું તો મને ખબર નથી કે મારી પાસે કેટલા એવોર્ડ છે. હું તેને ગુરુગ્રામમાં મારી મમ્મી પાસે મોકલું છું. તેમને તે સંભાળીને રાખવાનું સારું લાગે છે.
મારી સફર કોઈ સપનાથી ઓછી નથી: વિરાટ કોહલી
વિરાટ કોહલીએ પોતાની આખી કારકિર્દીને યાદ કરતાં કહ્યું કે તેની સફર એક સ્વપ્ન સાકાર થવા જેવી છે. વિરાટ કોહલીએ કહ્યું કે જો હું મારી આખી સફર પર નજર કરું તો તે કોઈ સ્વપ્ન સાકાર થવાથી ઓછું નથી. મને હંમેશાં મારી ક્ષમતા પર વિશ્વાસ રહ્યો છે. મેં ખૂબ મહેનત કરી છે અને ભગવાને મને ઘણું આપ્યું છે. હું તેના માટે હંમેશા આભારી રહીશ.
હું રેકોર્ડ વિશે વિચારતો નથી: વિરાટ કોહલી
વિરાટ કોહલી તેની 54મી વન-ડે સદી માત્ર સાત રનથી પુરી કરવામાં ચૂકી ગયો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તે આથી નિરાશ છે, તો વિરાટ કોહલીએ સ્પષ્ટતા કરી હતી કે તે રેકોર્ડ અને માઇલસ્ટોનનો પીછો કરતો નથી. વિરાટ કોહલીએ કહ્યું કે જો અમે પહેલા બેટિંગ કરી હોત તો હું વધુ આક્રમક રીતે રમ્યો હોત, પરંતુ મારો ઉદ્દેશ્ય ટીમને વિજેતા સ્થિતિમાં લાવવાનો હતો. હું નંબર 3 પર બેટિંગ કરું છું અને પોતાને કાઉન્ટર એટેક કરવા માટે તૈયાર રાખું છું.
આ પણ વાંચો - વિરાટ કોહલીના નામે નવો કીર્તિમાન, કુમાર સંગાકારાથી નીકળ્યો આગળ
લોકોના ચહેરા પર સ્મિત લાવવું એ સૌથી મોટી જીત છે
વિરાટ કોહલીએ એમ પણ કહ્યું હતું કે ક્રિકેટ દ્વારા લોકોને ખુશી આપવી એ તેમના માટે સૌથી મોટી ઉપલબ્ધિ છે. વિરાટ કોહલીએ કહ્યું કે આ મેચ દ્વારા તમે લાખો લોકોને ખુશી આપી શકો છો. લોકોના ચહેરા પર સ્મિત લાવીને મને આનંદ થાય છે. અત્યાર સુધી, બધું બરાબર રહ્યું છે.
Question- How many POTM awards you have?
— Virat Kohli 18 (@viratkohlifc518) January 11, 2026
Virat Kohli - Honestly, I have no idea. I sent it to my mother in Gurgaon, she likes to keep them. pic.twitter.com/FrL9B9fYgd
વિરાટે બેટિંગ ઓર્ડર અંગે પણ પોતાની સંવેદનશીલ વિચારસરણી દર્શાવી હતી. વિરાટ કોહલીએ કહ્યું કે જ્યારે કોઈ ખેલાડી આઉટ થાય છે અને હું બેટિંગ કરવા જાઉં છું, ત્યારે તે ખેલાડી માટે સારું લાગતું નથી. એમએસ ધોની સાથે પણ આવું થતું હતું.
ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું
પ્રથમ વન ડે મેચની વાત કરીએ તો વિરાટ કોહલી (93 રન) અને કેપ્ટન શુભમન ગિલ (56 રન)ની જોડીએ બીજી વિકેટ માટે 118 રનની ભાગીદારી કરી હતી. ભારતે પ્રથમ વન ડેમાં ન્યૂઝીલેન્ડ સામે 4 વિકેટ વિજય મેળવ્યો હતો. આ સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી લીધી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us