/indian-express-gujarati/media/media_files/2026/01/11/virat-kohli-record-2026-01-11-22-01-47.jpg)
વિરાટ કોહલીનો રેકોર્ડ Photograph: (સોશિયલ મીડિયા)
વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં 91 બોલમાં 93 રન બનાવ્યા હતા, જેમાં આઠ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતા. આ સાથે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 28,000 રન પૂર્ણ કર્યા હતા.
સચિન તેંડુલકરના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. તેણે 664 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 34,357 રન બનાવ્યા છે, જેમાં 100 સદી અને 164 અડધી સદીનો સમાવેશ થાય છે.
Acing yet another chase! 🫡
— BCCI (@BCCI) January 11, 2026
Virat Kohli is adjudged the Player of the Match for his highly impressive 9⃣3⃣(91) in the run chase 🙌
Scorecard ▶️ https://t.co/OcIPHEpvjr#TeamIndia | #INDvNZ | @imVkohli | @IDFCFIRSTBankpic.twitter.com/iGYCxZPGkq
વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે. તેણે અત્યાર સુધીમાં 557 મેચોમાં કુલ 28,068 રન બનાવ્યા છે.
કુમાર સંગાકારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 594 મેચોમાં કુલ 28,016 રન બનાવ્યા છે, જેમાં 63 સદી અને 153 અડધી સદીનો સમાવેશ થાય છે.
વડોદરામાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, ન્યુઝીલેન્ડને હરાવી સિરીઝમાં મેળવી લીડ
ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં ચોથા ક્રમે છે. તેમણે 560 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 27,483 રન બનાવ્યા છે, જેમાં 71 સદી અને 146 અડધી સદીનો સમાવેશ થાય છે.
શ્રીલંકાના મહેલા જયવર્ધને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં પાંચમા ક્રમે છે. તેમણે 652 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 25,957 રન બનાવ્યા છે, જેમાં 54 સદી અને 136 અડધી સદીનો સમાવેશ થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us