scorecardresearch

પ્રથમ ટી-20 : ડેરિલ મિશેલની આક્રમક અડધી સદી, ટીમ ઇન્ડિયાનો ન્યૂઝીલેન્ડ સામે પરાજય

India vs New Zealand 1st T20 : ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી છે. બન્ને વચ્ચે બીજી ટી-20 મેચ 29 જાન્યુઆરીએ રમાશે

પ્રથમ ટી-20 : ડેરિલ મિશેલની આક્રમક અડધી સદી, ટીમ ઇન્ડિયાનો ન્યૂઝીલેન્ડ સામે પરાજય
ભારત વિ. ન્યૂઝીલેન્ડ પ્રથમ ટી 20 મેચ

India vs New Zealand 1st T20 Updates: ડેરિલ મિશેલના આક્રમક 59 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ન્યૂઝીલેન્ડે ભારત સામેની પ્રથમ ટી-20માં 21 રને વિજય મેળવ્યો છે. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 6 વિકેટે 176 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 20 ઓવરમાં 9 વિકેટે 155 રન બનાવ્યા હતા. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી છે. બન્ને વચ્ચે બીજી ટી-20 મેચ 29 જાન્યુઆરીએ રમાશે.

ભારતની કંગાળ શરૂઆત

ઇશાન કિશન (4), રાહુલ ત્રિપાઠી (00) અને શુભમન ગિલ (7) સસ્તામાં આઉટ થતા ભારતે 15 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. સૂર્યકુમાર યાદવ (47), હાર્દિક પંડ્યા (21) અને વોશિંગ્ટન સુંદરે (50) બાજી સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ટીમને જીત અપાવી શક્યા ન હતા. વોશિંગ્ટને 28 બોલમાં 5 ફોર અને 3 સિક્સરની મદદથી 50 રન બનાવ્યા હતા.

ડેરિલ મિશેલના 30 બોલમાં આક્રમક 59 રન

હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ફિન એલેન અને ડેવોન કોનવેએ પ્રથમ વિકેટ માટે 4.2 ઓવરમાં 43 રનની ભાગીદારી નોંધાવી શાનદાર શરૂઆત કરી હતી. એલેન 35 રને આઉટ થયો હતો. ચેપમેન (00) અને ફિલિપ્સ (17) જલ્દી આઉટ થયા હતા. કોનવેએ 35 બોલમાં 7 ફોર અને 1 સિક્સરની મદદથી 52 રન બનાવ્યા હતા. અંતિમ ઓવરોમાં ડેરિલ મિશેલે 30 બોલમાં 3 ફોર અને 5 સિક્સરની મદદથી આક્રમક 59 રન બનાવ્યા હતા. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે સૌથી વધારે 2 વિકેટ ઝડપી હતી.

આ પણ વાચો – રાંચીમાં ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો એમએસ ધોની, BCCIએ શેર કર્યો Video

બન્ને ટીમો આ પ્રકારે છે

ભારતીય ટીમ – શુભમન ગિલ, ઇશાન કિશન, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), દીપક હુડ્ડા, વોશિંગ્ટન સુંદર, શિવમ માવી, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.

ન્યૂઝીલેન્ડ ટીમ – ફિન એલેન, માર્ક ચેપમેન, ડેરિલ મિશેલ, માઇકલ બ્રેસવેલ, ગ્લેન ફિલિપ્સ, ડેવોન કોનવે, જેકોબ ડફી, લોકી ફર્ગ્યુસન, ઇશ સોઢી, મિશેલ સેંટનર (કેપ્ટન), બ્લેયર ટિકનર.

Web Title: Ind vs nz 1st t20 updates new zealand win by 21 runs

Best of Express