વિરાટ કોહલીના નામે વધુ એક કીર્તિમાન, સચિન-ગાવસ્કરની ખાસ ક્લબમાં થયો સામેલ

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 9 હજાર રન પૂર્ણ કરી લીધા છે. કોહલીએ વિલયમ ઓરૂર્કેના બોલ પર એક રન લેતાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. વિરાટ ટીમ ઈન્ડિયા તરફથી આ મુકામ હાંસલ કરનાર માત્ર ચોથો બેટ્સમેન છે.

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 9 હજાર રન પૂર્ણ કરી લીધા છે. કોહલીએ વિલયમ ઓરૂર્કેના બોલ પર એક રન લેતાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. વિરાટ ટીમ ઈન્ડિયા તરફથી આ મુકામ હાંસલ કરનાર માત્ર ચોથો બેટ્સમેન છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Virat Kohli, Kohli

વિરાટ કોહલી (તસવીર: BCCI)

Virat Kohli Nine Thousand Runs: ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું બેટ બેંગ્લુરૂના મેદાનમાં પણ બોલ્યું. ટેસ્ટની બીજી ઈનિંગમાં વિરાટે વર્ષ 2024માં પોતાની પ્રથમ હાફ સેન્ચ્યુરી નોંધાવી. માત્ર આટલું નહીં કિંહ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં 9 હજાર રન પણ પૂર્ણ કર્યા છે. કોહલી આ ઉપલબ્ધિ હાંસલ કરનાર ભારતનો ચોથો બેટ્સમેન પણ બની ગયો છે. વિરાટ પહેલા આઉલબ્ધિ સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સુનીલ ગાવસ્કરે પણ હાંસલ કરી છે.

Advertisment

કોહલીના 9 હજાર રન પૂર્ણ

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 9 હજાર રન પૂર્ણ કરી લીધા છે. કોહલીએ વિલયમ ઓરૂર્કેના બોલ પર એક રન લેતાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. વિરાટ ટીમ ઈન્ડિયા તરફથી આ મુકામ હાંસલ કરનાર માત્ર ચોથો બેટ્સમેન છે. કોહલી પહેલા સચિન તેડુલકર, રાહુલ દ્રવિડ, સુનીલ ગાવસ્કર જ આ મુકામ હાંસલ કરી શક્યા છે. જોકે, વિરાટે આ દિગ્ગજો કરતા ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં સૌથી ધીમા 9 હજાર રન પૂર્ણ કર્યા છે. કોહલીએ શ્રેષ્ઠ બેટિંહ કરતા વર્ષ 2024માં પોતાની પ્રથમ હાફ સેન્ચ્યુકી પૂર્ણ કરી. બીજી ઈનિંગ દરમિયાન વિરાટ સારી એવી લયમાં જોવા મળ્યો હતો અને ન્યૂઝીલેન્ડના બોલરો વિરૂદ્ધ ખુલીને શોટ ફટકાર્યા હતા. વિરાટે પોતાની ફિફ્ટી માત્ર 70 બોલમાં જ ફટકારી હતી.

https://twitter.com/BCCI/status/1847234413220045124

સરફરાજ સાથે 100 રનની ભાગીદારી

યશસ્વી જાયસ્વાલ અને રોહિત શર્માના પેવેલિયન પરત ફર્યા બાદ વિરાટ કોહલીએ મોર્ચો સંભાળી લીધો હતો. કોહલીએ પોતાની ઈનિંગની શરૂઆત સાવધાની સાથે કરી હતી, પરંતુ ક્રિઝ પર ટક્યા હાજ તેણે ખુલ્લા હાથે બેટિંગ કરી ગતિ. ત્યાં જ કોહલીની સામે બીજા છેડે સરફરાજ ખાને પણ સારૂ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન બંનેએ 100 રનની ભાગીદારી નોંધાવી હતી. સરફરાજે તોફાની અંદાજમાં રમતા 42 બોલમાં પોતાની હાફ સેન્ચ્યુરી પૂર્ણ કરી લીધી હતી, સરફરાજની તાબડતોડ બેટિંગના કારણે કોહલીને ક્રિઝ પર સેટ થવામાં સારો એવો સમય મળ્યો હતો.

આ પણ વાંચો: ભારત વિ ન્યૂઝીલેન્ડ 1લી ટેસ્ટ ત્રીજા દિવસની રમતના અંતે ભારત હજુ 125 રન પાછળ

Advertisment

ભારતે યશસ્વી, રોહિત અને વિરાટની વિકેટ ગુમાવી

જોકે ટીમ ઇન્ડિયાની બીજી ઈનિંગના છેલ્લા બોલ પર વિરાટ કોહલી 70 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યાં જ ભારત વિ ન્યૂઝીલેન્ડ 1લી ટેસ્ટ મેચ ત્રીજો દિવસ પૂર્ણ થયો છે. ત્રીજા દિવસના અંતે ભારત હજુ પણ ન્યૂઝીલેન્ડ કરતાં 125 રન પાછળ છે. ભારતે બીજા દાવમાં 3 વિકેટ ગુમાવી 231 રન બનાવ્યા છે. ત્રીજા દિવસે લંચ બાદ ન્યૂઝીલેન્ડની ટીમ 402 રન પર ઓલ આઉટ થતાં ભારતે 356 રનની લીડના બોજ હેઠળ બીજા દાવની શરુઆત કરી હતી. ભારતે યશસ્વી, રોહિત અને વિરાટની વિકેટ ગુમાવી છે. સરફરાજ રમતમાં છે.

ક્રિકેટ Virat Kohli સ્પોર્ટ્સ