ભારત પાકિસ્તાનને પછાડી બન્યું નંબર વન, 200 પ્લસ સ્કોર ચેઝ કરીને કમાલ કરી

IND vs NZ 2nd T20I : રાયપુરમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવના અણનમ 82 રન અને ઇશાન કિશનના 76 રનના મદદથી ભારતે ન્યૂઝીલેન્ડને 7 વિકેટથી હરાવીને શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી હતી. આ સાથે ભારતે એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે

IND vs NZ 2nd T20I : રાયપુરમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવના અણનમ 82 રન અને ઇશાન કિશનના 76 રનના મદદથી ભારતે ન્યૂઝીલેન્ડને 7 વિકેટથી હરાવીને શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી હતી. આ સાથે ભારતે એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે

author-image
Ashish Goyal
New Update
team india

ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી 20માં વિકેટની ઉજવણી કરતા ભારતીય પ્લેયર્સ Photograph: (સોશિયલ મીડિયા)

IND vs NZ 2nd T20I : રાયપુરમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવના અણનમ 82 રન અને ઇશાન કિશનના 76 રનના મદદથી ભારતે ન્યૂઝીલેન્ડને 7 વિકેટથી હરાવીને શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી હતી. ટીમની બે વિકેટ માત્ર 6 રનમાં પડી ગઇ હતી છતા ભારતે આ મેચને એકતરફી બનાવી હતી. ભારતે 28 બોલ બાકી રાખ્યા હતા અને મેચ જીતી લીધી હતી. આ સાથે જ પાકિસ્તાનનો મોટો રેકોર્ડ તોડીને નંબર 1 ટીમ બની ગઇ છે.

Advertisment

ભારતે પાકિસ્તાનને પછાડ્યું

ભારતે ન્યૂઝીલેન્ડ સામે 15.2 ઓવરમાં મેચ જીતી લીધી હતી. એટલે કે 28 બોલ બાકી હતા ત્યારે મેચ જીતી લીધી હતી. આ સાથે ભારત 200 પ્લસના ટાર્ગેટનો પીછો કરતાં સૌથી વધુ બોલ બાકી હોય ત્યારે મેચ જીતનારો દેશ બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ પાકિસ્તાનના નામે નોંધાયો હતો, જેણે 2025માં ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડ સામે 24 બોલ બાકી હતા અને જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયા આ યાદીમાં ત્રીજા ક્રમે છે.

સૌથી વધુ બોલ બાકી રાખીને 200+ ટાર્ગેટ ચેઝ કરનાર ટોપ 4 દેશો

  • 28 બોલ- ભારત વિ ન્યૂઝીલેન્ડ, રાયપુર, 2026 (લક્ષ્ય: 209) 
  • 24 બોલ- પાકિસ્તાન વિ ન્યૂઝીલેન્ડ, ઓકલેન્ડ, 2025 (લક્ષ્ય: 205) 
  • 23 બોલ- ઓસ્ટ્રેલિયા વિ વેસ્ટ ઇન્ડીઝ, બાસેટેરે, 2025 (લક્ષ્ય: 215) 
  • 14 બોલ- દક્ષિણ આફ્રિકા વિ વેસ્ટ ઇન્ડીઝ, જોહાનિસબર્ગ, 2007 (લક્ષ્ય: 206)

ભારતે દક્ષિણ આફ્રિકાને પાછળ રાખ્યું

ભારતે છઠ્ઠી વખત ટી-20માં 200 પ્લસના ટાર્ગેટ ચેઝ કર્યો હતો અને વર્લ્ડ ક્રિકેટમાં તે ટી-20માં સૌથી વધારે 200 પ્લસનો ટાર્ગેટ ચેઝ કરનારા દેશોની યાદીમાં બીજા ક્રમે આવી ગયું છે. ભારતે દક્ષિણ આફ્રિકાને પાછળ છોડી દીધું છે. જેણે 5 વખત આવી સિદ્ધિ મેળવી છે.  આ યાદીમાં ઓસ્ટ્રેલિયા નંબર વન પર છે જ્યારે પાકિસ્તાનની ટીમ ચોથા સ્થાને છે.

Advertisment

આ પણ વાંચો - અભિષેક શર્મા ગોલ્ડન ડક પર આઉટ, ગિલ, ધવન સહિત આ ઓપનર્સની બરોબરી કરી

ટી-20માં સૌથી વધુ 200+ ટાર્ગેટ ચેઝ કરનાર દેશો

  • 7 – ઓસ્ટ્રેલિયા
  • 6 – ભારત 5
  • 5 – દક્ષિણ આફ્રિકા 
  • 4 – પાકિસ્તાન 
  • 3 – ઇંગ્લેન્ડ

ટી-20માં ભારત દ્વારા સફળતાપૂર્વક ચેઝ કરેલા સૌથી મોટા ટાર્ગેટ

  • 209 રન, vs ન્યુઝીલેન્ડ, રાયપુર 2026
  • 209 રન, vs ઓસ્ટ્રેલિયા, વિશાખાપટ્ટનમ 2023
  • 208 રન, vs વેસ્ટ ઇન્ડીઝ, હૈદરાબાદ 2018
  • 207 રન, vs શ્રીલંકા, મોહાલી 2009
  • 204 રન, vs ન્યૂઝીલેન્ડ, ઓકલેન્ડ 2020
  • 202 રન, vs ઓસ્ટ્રેલિયા,  રાજકોટ 2013
સ્પોર્ટ્સ ક્રિકેટ ભારત ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ