scorecardresearch

IND vs NZ 2nd T20: બોલરોનું શાનદાર પ્રદર્શન, બીજી ટી-20માં ભારતનો 6 વિકેટે વિજય, શ્રેણી 1-1થી સરભર

India vs New Zealand 2nd T20 : ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 8 વિકેટે 99 રન બનાવ્યા, ભારતે 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો, શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી-20 મેચ 1 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે

IND vs NZ 2nd T20: બોલરોનું શાનદાર પ્રદર્શન, બીજી ટી-20માં ભારતનો 6 વિકેટે વિજય, શ્રેણી 1-1થી સરભર
IND vs NZ 2nd T20: ભારત વિ. ન્યૂઝીલેન્ડ બીજી ટી-20 મેચ

India vs New Zealand 2nd T20: બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી-20માં 6 વિકેટે વિજય મેળવ્યો છે. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 8 વિકેટે 99 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે. શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી-20 મેચ 1 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે.

100 રનના પડકાર સામે ઓપનર શુભમન ગિલ (11) અને ઇશાન કિશન (19) સસ્તામાં આઉટ થયા હતા. રાહુલ ત્રિપાઠી (13)અને વોશિંગ્ટન સુંદર (10) પણ સસ્તામાં આઉટ થયા હતા. સૂર્યકુમાર યાદવે 26 અને હાર્દિક પંડ્યાએ 15 રન બનાવી મેચ જીતાડી હતી.

ન્યૂઝીલેન્ડના 20 ઓવરમાં 99 રન

ન્યૂઝીલેન્ડના બન્ને ઓપનર્સ 28 રનના ગાળામાં આઉટ થયા હતા. ગ્લેન ફિલિપ્સ (5), માર્ક ચેપમેન (14), મિશેલ 8 રને આઉટ થતા 60 રનમાં 5 વિકેટ ગુમાવી હતી. ન્યૂઝીલેન્ડે નિયમિત અંતરે વિકેટ ગુમાવતા 20 ઓવરમાં 99 રન જ બનાવી શક્યું હતું.

આ પણ વાંચો – અંડર-19 મહિલા વર્લ્ડ કપ: ઇંગ્લેન્ડને હરાવી ભારતે રચ્યો ઇતિહાસ, મહિલા ક્રિકેટમાં પ્રથમ વખત ICC ટ્રોફી જીતી

બન્ને ટીમો આ પ્રકારે છે

ભારતીય ટીમ – શુભમન ગિલ, ઇશાન કિશન, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), દીપક હુડ્ડા, વોશિંગ્ટન સુંદર, શિવમ માવી, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ.

ન્યૂઝીલેન્ડ ટીમ – ફિન એલેન, માર્ક ચેપમેન, ડેરિલ મિશેલ, માઇકલ બ્રેસવેલ, ગ્લેન ફિલિપ્સ, ડેવોન કોનવે, જેકોબ ડફી, લોકી ફર્ગ્યુસન, ઇશ સોઢી, મિશેલ સેંટનર (કેપ્ટન), બ્લેયર ટિકનર

Web Title: Ind vs nz 2nd t20 updates india defeat new zealand by 6 wickets

Best of Express