/indian-express-gujarati/media/media_files/2026/01/18/ind-vs-nz-odi-series-result-2026-01-18-22-07-07.jpg)
ન્યૂઝીલેન્ડે ભારતમાં દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે. Photograph: (સોશિયલ મીડિયા)
IND vs NZ, 3rd ODI: ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે ભારતમાં ઇતિહાસ રચ્યો છે. ઈન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવીને ત્રણ મેચની વનડે શ્રેણી 2-1થી જીતી લીધી છે. પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 337 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વિરાટ કોહલીએ સદી ફટકારી હોવા છતાં ટીમ ઈન્ડિયા ફક્ત 296 રન જ બનાવી શકી. આમ ન્યૂઝીલેન્ડે મેચ 41 રનથી જીતી, ભારતમાં ક્યારેય ના હાંસલ કરી હોય તેવી સિદ્ધિ હાંસલ કરી છે.
ભારતમાં પહેલી વનડે શ્રેણી જીતી
ન્યૂઝીલેન્ડે ભારતમાં દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે. સતત સાત શ્રેણી હાર્યા બાદ ન્યૂઝીલેન્ડે ભારતમાં સફળતાપૂર્વક શ્રેણી જીતી છે. નોંધનીય છે કે આ પહેલા ન્યૂઝીલેન્ડે ભારતમાં ક્યારેય વનડે શ્રેણી જીતી નહોતી. ન્યૂઝીલેન્ડની ટીમે 1988-89માં પહેલી વાર વનડે શ્રેણી માટે ભારતનો પ્રવાસ કર્યો હતો. ત્યારથી ન્યુઝીલેન્ડની ટીમ દ્વિપક્ષીય વનડે શ્રેણી રમવા માટે 7 વખત ભારતનો પ્રવાસ કરી ચૂકી છે પરંતુ ક્યારેય શ્રેણી જીતી શકી નથી. હવે 8મી શ્રેણીમાં ન્યુઝીલેન્ડે સફળતા મેળવી છે.
New Zealand register a 41-run victory in the decider and win the series 2-1
— BCCI (@BCCI) January 18, 2026
Scorecard ▶️ https://t.co/KR2ertVUf5#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBankpic.twitter.com/JuuARZ4y53
વિરાટ કોહલીએ 85મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી, વીરેન્દ્ર સેહવાગનો મહારેકોર્ડ કર્યો ધ્વસ્ત
ન્યુઝીલેન્ડની ટીમ 14 મહિનાની અંદર ભારતીય ધરતી પર શ્રેણીમાં ભારતને હરાવવામાં સફળ રહી છે. આ પહેલા ન્યુઝીલેન્ડે નવેમ્બર 2024 માં ભારતીય ધરતી પર 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને 3-0 થી વ્હાઇટવોશ કર્યો હતો. ત્યારબાદ ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ટીમ ઈન્ડિયાના ઘરે ટેસ્ટ શ્રેણી જીતી હતી. હવે કીવી ટીમે તેની પ્રથમ ODI શ્રેણી જીતીને એક નવો ઇતિહાસ રચ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us