/indian-express-gujarati/media/media_files/2026/01/25/ind-vs-nz-3rd-t20i-live-score-2026-01-25-16-40-53.jpg)
IND vs NZ 3rd T20I Today Match Photograph: (Jansatta)
IND vs NZ 3rd T20I Match Scorecard: ટીમ ઈન્ડિયાએ ત્રીજી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે કચડી નાખ્યું છે. કિવીઝના 154 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમે ફક્ત 10 ઓવરમાં આ લક્ષ્ય હાંસલ કરી લીધું. અભિષેક શર્માએ વિસ્ફોટક બેટિંગ કરતા માત્ર 20 બોલમાં 68 રન બનાવ્યા. કેપ્ટન સૂર્યકુમાર યાદવ 26 બોલમાં 57 રન બનાવી અણનમ રહ્યો. આ જીત સાથે ભારતીય ટીમે શ્રેણીમાં 3-0ની અજેય લીડ મેળવી લીધી છે.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા. ગ્લેન ફિલિપ્સે 40 બોલમાં 48 રનની જોરદાર ઇનિંગ રમી, જ્યારે માર્ક ચેપમેને 32 રનનું યોગદાન આપ્યું. ભારત તરફથી જસપ્રીત બુમરાહે ત્રણ વિકેટ લીધી, જ્યારે હાર્દિક અને બિશ્નોઈએ બે-બે વિકેટ લીધી.
બંને ટીમોની ટીમો
ભારત: અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્વાઈ, શ્રેયસ ઐયર.
ન્યુઝીલેન્ડ: મિશેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માર્ક ચેપમેન, ક્રિશ્ચિયન ક્લાર્ક, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, માઈકલ બ્રેસવેલ, બેન લિસ્ટર, ડેરિલ મિશેલ, એડમ મિલ્ને, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, ટિમ સીફર્ટ, ઇશ સોઢી, વિલ યંગ.
- Jan 25, 2026 21:58 IST
ટીમ ઈન્ડિયાએ 10 ઓવરમાં જીત મેળવી, ન્યૂઝીલેન્ડને 8 વિકેટે કચડી નાખ્યું
ટીમ ઈન્ડિયાએ ત્રીજી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે કચડી નાખ્યું છે. કિવીઝના 154 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમે ફક્ત 10 ઓવરમાં આ લક્ષ્ય હાંસલ કરી લીધું. અભિષેક શર્માએ વિસ્ફોટક બેટિંગ કરતા માત્ર 20 બોલમાં 68 રન બનાવ્યા. કેપ્ટન સૂર્યકુમાર યાદવ 26 બોલમાં 57 રન બનાવી અણનમ રહ્યો. આ જીત સાથે ભારતીય ટીમે શ્રેણીમાં 3-0ની અજેય લીડ મેળવી લીધી છે.
- Jan 25, 2026 21:33 IST
IND vs NZ Live Score: ટીમ ઈન્ડિયાએ 100 રનનો આંકડો પાર કર્યો
ભારતે 7મી ઓવરમાં 100 રનનો આંકડો પાર કરી લીધો છે. અભિષેક અને સૂર્યાએ 50 રનની ભાગીદારી પૂર્ણ કરી છે.
- Jan 25, 2026 21:32 IST
IND vs NZ Live Score: અભિષેક શર્માની વિસ્ફોટક અડધી સદી
છ ઓવરમાં ટીમ ઈન્ડિયાએ બે વિકેટ ગુમાવીને 94 રન બનાવી લીધા છે. અભિષેક શર્માએ માત્ર 14 બોલમાં ધમાકેદાર અડધી સદી ફટકારી છે.
- Jan 25, 2026 20:42 IST
IND vs NZ Live Score: ટીમ ઈન્ડિયાને જીતવા માટે 154 રનનો ટાર્ગેટ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણીની ત્રીજી મેચ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાને જીતવા માટે 154 રન બનાવવા પડશે. બુમરાહે 3 વિકેટ લીધી, જ્યારે હાર્દિક અને બિશ્નોઈએ પણ બે-બે વિકેટ લીધી.
- Jan 25, 2026 20:40 IST
IND vs NZ Live Score: ન્યુઝીલેન્ડની 9મી વિકેટ પડી
બુમરાહએ અંતિમ ઓવરમાં તેની ત્રીજી વિકેટ લીધી. તેણે પહેલા જ બોલ પર મિશેલ સેન્ટનરને આઉટ કર્યો. સેન્ટનરે 17 બોલમાં 27 રન બનાવ્યા.
- Jan 25, 2026 19:42 IST
IND vs NZ Live Score: ન્યૂઝીલેન્ડને ત્રીજો ઝટકો
બુમરાહે પહેલા જ બોલે ટિમ સેફર્ટને આઉટ કરીને પોતાનું ખાતું ખોલાવ્યું છે. બુમરાહ પાંચમી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો અને સેફર્ટને ક્લીન બોલ્ડ કર્યો, જેનાથી ભારતને ત્રીજી સફળતા મળી. સેફર્ટ 11 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો.
- Jan 25, 2026 19:14 IST
IND vs NZ Live Score: હાર્દિક પંડ્યાને મળી પહેલી સફળતા
ન્યુઝીલેન્ડને બે ઓવરમાં બે મોટા ઝટકાનો સામનો કરવો પડ્યો છે. હાર્દિક પંડ્યાએ રચિન રવીન્દ્રની વિકેટ લઈ ખાતું ખોલાવ્યું છે. હાર્દિક પંડ્યાએ બીજી ઓવરના ચોથા બોલ પર રચિન રવિન્દ્રને આઉટ કર્યો. રચિન ફક્ત ચાર રન બનાવી શક્યો.
- Jan 25, 2026 19:06 IST
IND vs NZ Live Score: ન્યૂઝીલેન્ડને પ્રથમ ઝટકો
હર્ષિત રાણાએ પહેલી જ ઓવરમાં ડેવોન કોનવેને આઉટ કર્યો. કોનવે ફક્ત 1 રન બનાવીને આઉટ થયો. ભારતે પોતાની પહેલી સફળતા મેળવી છે. હાર્દિક પંડ્યાએ શાનદાર કેચ પકડ્યો.
- Jan 25, 2026 18:57 IST
IND vs NZ Live Score: ટીમ ઈન્ડિયામાં બે મોટા ફેરફાર
ટીમ ઈન્ડિયાએ તેની પ્લેઈંગ 11 માં બે મોટા ફેરફાર કર્યા છે. જસપ્રીત બુમરાહ અને રવિ બિશ્નોઈ ટીમમાં પાછા ફર્યા છે. અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તીને આરામ આપવામાં આવ્યો છે.
- Jan 25, 2026 18:56 IST
IND vs NZ Live Score: ન્યુઝીલેન્ડ પ્લેઇંગ ઇલેવન
ડેવોન કોનવે, ટિમ સીફર્ટ (વિકેટકીપર), રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરિલ મિશેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), કાયલ જેમીસન, મેટ હેનરી, ઇશ સોઢી, જેકબ ડફી.
- Jan 25, 2026 18:55 IST
IND vs NZ Live Score: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
સંજુ સેમસન (વિકેટકિપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, હર્ષિત રાણા, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ.
- Jan 25, 2026 18:55 IST
IND vs NZ Live Score: ટીમ ઈન્ડિયાએ ટોસ જીત્યો
ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યાં જ ન્યુઝીલેન્ડની ટીમ બેટિંગ કરશે.
- Jan 25, 2026 17:18 IST
ટોસની ભૂમિકા કેવી રહેશે?
અહીં સાંજના સમયે ભેજનો પ્રભાવ જોવા મળી શકે છે. આ મેદાન પર બીજી ઈનિંગમાં બેટિંગ કરનારી ટીમને ફાયદો મળી શકે છે. આ પિચ બેટિંગ માટે મદદગાર રહી શકે છે. આવામાં આ મેદાનમાં ટોસ જીતીને કેપ્ટન પ્રથમ બોલિંગનો નિર્ણય લઈ શકે છે.
- Jan 25, 2026 16:50 IST
સંજુ સેમસનના ફોર્મ પર રહેશે નજર
સંજુ સેમસનનું ફોર્મ અત્યાર સુધીમાં આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય રહ્યું છે. જાન્યુઆરી 2025 થી છેલ્લી 8 ઈનિંગ જ્યારે તેણે ઓપનિંગ કરી છે, સાત વખત તે પાવર પ્લેમાં જ આઉટ થયો છે. આ સિરીઝમાં પણ તે બે ઈનિંગમાં ફ્લોપ રહ્યો છે
- Jan 25, 2026 16:45 IST
ભારતીય ટીમનો ટી-20 ઈન્ટરનેશનલમાં જોરદાર રેકોર્ડ
ટી-20 વર્લ્ડ કપ 2024 બાદથી જ ભારતીય ટીમે 47 ટી-20 ઈન્ટરનેશનલ રમી છે જેમાંથી માત્ર પાંચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે અને 42 મેચમાં ટીમ ઈન્ડિયાની જીત થઈ છે. ત્યાં જ ટીમ ઈન્ડિયાએ એક પણ ટી-20 સિરીઝ તેના પછીથી હારી નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us