ઇશાન કિશને 42 બોલમાં ફટકારી સદી, સૂર્યકુમાર યાદવ સહિત આ ખેલાડીનો રેકોર્ડ તોડ્યો

ishan kishan century : ઇશાન કિશને ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી ટી20 મેચમાં 43 બોલમાં 6 ફોર અને 10 સિક્સર સાથે 103 રન ફટકાર્યા. ઇશાને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં પ્રથમ સદી અને ઓવરઓલ ટી 20 ક્રિકેટમાં છઠ્ઠી સદી ફટકારી

ishan kishan century : ઇશાન કિશને ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી ટી20 મેચમાં 43 બોલમાં 6 ફોર અને 10 સિક્સર સાથે 103 રન ફટકાર્યા. ઇશાને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં પ્રથમ સદી અને ઓવરઓલ ટી 20 ક્રિકેટમાં છઠ્ઠી સદી ફટકારી

author-image
Ashish Goyal
New Update
ishan kishan

ઇશાન કિશને તિરુવનંતપુરમના મેદાન પર 43 બોલમાં 6 ફોર અને 10 સિક્સર સાથે 103 રન ફટકાર્યા Photograph: (BCCI)

ishan kishan first t2oi century : ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી ટી-20 મેચમાં ઇશાન કિશને પોતાની ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. જ્યારે ઓવરઓલ ટી 20 ક્રિકેટમાં છઠ્ઠી સદી ફટકારી છે. આ આક્રમક સદી સાથે તેણે સૂર્યકુમાર યાદવ સહિત ઘણા ખેલાડીઓના રેકોર્ડ તોડી નાખ્યા છે. ઇશાન કિશને તિરુવનંતપુરમના મેદાન પર 43 બોલમાં 6 ફોર અને 10 સિક્સર સાથે 103 રન ફટકાર્યા હતા.

Advertisment

ઇશાન કિશને સૂર્યકુમાર યાદવને પાછળ રાખ્યો

ઈશાન કિશને 42 બોલમાં સદી ફટકારી હતી. તે ભારત માટે આંતરરાષ્ટ્રીય ટી20માં સૌથી ઝડપી સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં પાંચમા સ્થાને પહોંચી ગયો છે. તેણે સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડ્યો છે. સૂર્યકુમારે 2023માં રાજકોટમાં શ્રીલંકા સામે 45 બોલમાં સદી ફટકારી હતી. રોહિત શર્મા આ યાદીમાં ટોચ પર છે, જેણે 2017માં ઈન્દોરમાં શ્રીલંકા સામે 35 બોલમાં સદી ફટકારી હતી.

ભારત માટે ટી20 માં સૌથી ઓછા બોલ પર સદી ફટકારનાર પ્લેયર્સ

  • રોહિત શર્મા (35 બોલ)
  • અભિષેક શર્મા (37 બોલ)
  • સંજુ સેમસન (40 બોલ)
  • તિલક વર્મા (41 બોલ)
  • ઇશાન કિશન (42 બોલ)
  • સૂર્યકુમાર યાદવ (45 બોલ)
  • કેએલ રાહુલ (46 બોલ)
Advertisment

કામરાન અકમલનો રેકોર્ડ તોડ્યો

ઇશાન કિશને આ મેચમાં 42 બોલમાં સદી પૂરી કરી હતી અને 43 બોલમાં 10 સિક્સર અને 6 ફોરની મદદથી 103 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ 239.53 હતો. તેણે ટી-20 ક્રિકેટ કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી હતી. આ પછી તે ટી-20 ક્રિકેટમાં વિકેટકિપર તરીકે સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં બીજા ક્રમે આવી ગયો છે. ઈશાને ટી-20માં વિકેટકિપર તરીકે 5 સદી ફટકારનાર કામરાન અકમલને પાછળ છોડી દીધો છે. ક્વિન્ટન ડી કોક નંબર વન પર છે જેણે કુલ 8 સદી ફટકારી છે.

આ પણ વાંચો - ભારત વિ ન્યૂઝીલેન્ડ પાંચમી ટી 20 લાઇવ સ્કોર

ટી-20માં સૌથી વધુ સદી ફટકારનાર વિકેટકીપર

  • 8 – ક્વિન્ટન ડી કોક
  • 6 - ઇશાન કિશન
  • 5 – કામરાન અકમલ
  • 4 – સંજુ સેમસન

આ ઉપરાંત ઈશાન કિશન ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ સામે સૌથી ઝડપી સદી ફટકારનારો ખેલાડી બન્યો છે.

ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ ભારત ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ