IND vs NZ: છૂટાછેડા પછી યુઝવેન્દ્ર ચહલ ‘મિસ્ટ્રી ગર્લ’ સાથે જોવા મળ્યો, વાયરલ તસવીરે મચાવ્યો હંગામો

Yuzvendra Chahal Mystery Girl: ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા પછી ચહલ દુબઈમાં ભારત-ન્યૂઝીલેન્ડ મેચ દરમિયાન એક 'મિસ્ટ્રી ગર્લ' સાથે જોવા મળ્યો છે, જેની તસવીર સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે.

Written by Rakesh Parmar
Updated : March 09, 2025 18:02 IST
IND vs NZ: છૂટાછેડા પછી યુઝવેન્દ્ર ચહલ ‘મિસ્ટ્રી ગર્લ’ સાથે જોવા મળ્યો, વાયરલ તસવીરે મચાવ્યો હંગામો
યુઝવેન્દ્ર ચહલ દુબઈમાં ભારત-ન્યૂઝીલેન્ડ મેચ દરમિયાન એક 'મિસ્ટ્રી ગર્લ' સાથે જોવા મળ્યો છે. (તસવીર: સોશિયલ મીડિયા)

Yuzvendra Chahal: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો પોતાની સંપૂર્ણ તાકાત બતાવી રહી છે. આ મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમને સારી શરૂઆત મળી. પરંતુ ભારતે પાછળથી મેચમાં વાપસી કરી. જ્યારે ન્યૂઝીલેન્ડ બેટિંગ કરી રહ્યું હતું ત્યારે યુઝવેન્દ્ર ચહલ એક ‘મિસ્ટ્રી ગર્લ’ સાથે જોવા મળ્યો હતો.

ચહલ ‘મિસ્ટ્રી ગર્લ’ સાથે જોવા મળ્યો

ચહલ પણ ભારતીય ટીમને સપોર્ટ કરવા દુબઈ પહોંચી ગયો છે. ચહલ હાલમાં ટીમ ઈન્ડિયાથી દૂર ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ચહલ પોતાના અંગત જીવનને લઈને સમાચારમાં છે. ખરેખરમાં ચહલે ફેબ્રુઆરી 2025 માં ધનશ્રી વર્માથી છૂટાછેડા લીધા હતા. બંનેના લગ્ન વર્ષ 2020 માં ગુડગાંવમાં થયા હતા. પરંતુ તેમના સંબંધો થોડા વર્ષોમાં જ સમાપ્ત થઈ ગયા. છૂટાછેડા પછી ચહલ દુબઈમાં ભારત-ન્યૂઝીલેન્ડ મેચ દરમિયાન એક ‘મિસ્ટ્રી ગર્લ’ સાથે જોવા મળ્યો છે, જેની તસવીર સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે.

ભારતે મેચમાં શાનદાર વાપસી કરી

આ મેચમાં પહેલા બેટિંગ કરવા આવેલા ન્યુઝીલેન્ડને શાનદાર શરૂઆત મળી. ઓપનર રચિન રવિન્દ્ર અને વિલ યંગે 1 વિકેટની ભાગીદારી સાથે ન્યુઝીલેન્ડને સારી શરૂઆત અપાવી. બંનેએ મળીને 57 રનની ભાગીદારી કરી. જોકે, આ પછી ભારતીય ટીમે શાનદાર વાપસી કરી. કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીએ શાનદાર બોલિંગ કરી. ન્યૂઝીલેન્ડે 50 ઓવર પછી 251 રન બનાવ્યા છે. ભારતને ટાઇટલ જીતવા માટે 252 રનની જરૂર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ