/indian-express-gujarati/media/media_files/2026/01/11/rishabh-pant-2026-01-11-13-13-52.jpg)
Rishabh Pant : ઋષભ પંત ભારતીય ક્રિકેટર. Photograph: (Rishabh Pant Instagram)
IND vs NZ ODI Series: ટીમ ઈન્ડિયા માટે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. ભારત ન્યૂઝીલન્ડ ODI સિરીઝ ત્રીજી મેચ પહેલા ઈન્ડિયન ક્રિકેટ ટીમનો વિકેટકીપર ઋષભ પંત ટીમ માંથી બહાર કરવામાં આવ્યો છે. બીસીસીઆઈ દ્વારા ટીમ ઈન્ડિયા માંથી ઋષભ પંતને બહાર કરવામાં આવ્યો હોવાનો જાણકારી આપી છે. ચાલો જાણીયે ભારત વિ ન્યૂઝીલેન્ડ મેચ પહેલા ઋષભ પંતને ટીમ ઈન્ડિયા માંથી કેમ બહાર કરાયો? તેના સ્થાને ક્યા ક્રિકેટને સામેલ કરવામાં આવ્યો?
હકીકતમાં વિકેટકીપર ઋષભ પંત શનિવારે બીસીએ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થયો છે. બીસીસીઆઈ એ એક કહ્યું કે, શનિવારે બપોરે વડોદરાન બીસીએ સ્ટેડિયમમાં ભારતીય ટીમને નેટ પ્રેક્ટિસ સેશન દમરિયાન બેટિંગ કરતી વખતે વિકેટકીપર ઋષભ પંત અચાનક જમણા પેટના નીચેના ભાગમાં અસ્વસ્થતા અનુભવાઈ.
તેમને તાત્કાલિક MRI સ્કેન માટે લઈ જવામાં આવ્યા હતા અને BCCI મેડિકલ ટીમે તેમના ક્લિનિકલ અને રેડિયોલોજીકલ રિપોર્ટ્સની વિગતવાર નિષ્ણાત સાથે ચર્ચા કરી હતી. ઋષભ પંતને સાઇડ સ્ટ્રેન (ત્રાંસી સ્નાયુ ફાટી જવા) હોવાનું નિદાન થયું છે અને તેથી તેમને ODI શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યા છે."
ઋષભ પંતના સ્થાન આ ભારતીય ક્રિકેટરનો સમાવેશ
મેન્સ પસંદગી સમિતિએ ઋષભ પંતના સ્થાને ધ્રુવ જુરેલને ટીમમાં સામેલ કર્યા છે. આમ ન્યુઝીલેન્ડ સામેની ભારતીય ક્રિકેટ ટીમમાં ઋષભ પંતના સ્થાને ધ્રુવ જુરેલને બેકઅપ વિકેટકીપર તરીકે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ધ્રુવ જુરેલ શાનદાર ફોર્મમાં
ધ્રુવ જુરેલ હાલના દિવસોમાં શાનદાર ફોર્મમાં છે અને વિજય હઝારે ટ્રોફી ટૂર્નામેન્ટની આ સિઝનમાં સારી બેટિંગ કરી હતી. ધ્રુવ જુરેલે આ સિઝનમાં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું, તેણે 7 લીગ મેચોમાં શાનદાર બેટિંગ કરી હતી, જેમાં 93.00ની સરેરાશથી 558 રન બનાવ્યા હતા, જેમાં 2 સદી અને4અડધી સદીનો સમાવેશ થાય છે. આ મેચોમાં ધ્રુવનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 160 રનનો હતો.
BCCI ने कहा - शनिवार दोपहर को वडोदरा के BCA स्टेडियम में भारत के प्रैक्टिस सेशन के दौरान नेट में बैटिंग करते समय विकेटकीपर ऋषभ पंत को अपने दाहिने पेट के निचले हिस्से में अचानक बेचैनी महसूस हुई।
— ANI_HindiNews (@AHindinews) January 11, 2026
उन्हें तुरंत MRI स्कैन के लिए ले जाया गया और BCCI मेडिकल टीम ने उनकी क्लिनिकल और… pic.twitter.com/OoQrBvn8LP
ધ્રુવ જુરેલ ભારત માટે અત્યાર સુધી એક પણ વન ડે મેચ રમ્યો નથી. જોકે તે અત્યાર સુધી 9 ટેસ્ટ અને 4 ટી-20 મેચ રમી ચૂક્યો છે. ધ્રુવે 9 ટેસ્ટ મેચમાં સદી અને અડધી સદીની મદદથી 459 રન બનાવ્યા છે, જ્યારે વિકેટ પાછળ તેણે 19 વિકેટ ઝડપી છે. ટી-20 ફોર્મેટની વાત કરીએ તો ભારત માટે રમાયેલી 4 મેચમાં તેણે માત્ર 12 રન બનાવ્યા છે અને આ ફોર્મેટમાં વિકટ પાછળ તેના 5 શિકાર છે.
આ પણ વાંચો | ટી 20 વર્લ્ડ કપની ટીમમાં પસંદગી ન થવા અંગે શુભમન ગિલનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું
ન્યુઝીલેન્ડ vs ઈન્ડયા ટીમ ODI
રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, યશસ્વી જયસ્વાલ, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર).


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us