ટી 20 વર્લ્ડ કપ 2026 : ફાઈનલમાં ભારતની સૌથી મોટી પરીક્ષા, ન્યૂઝીલેન્ડ સામે આવો છે ખરાબ રેકોર્ડ

T20 World Cup 2026 India vs New Zealand Final : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી 20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જો સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવશે તો તે ઈતિહાસ રચશે

T20 World Cup 2026 India vs New Zealand Final : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી 20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જો સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવશે તો તે ઈતિહાસ રચશે

author-image
Ashish Goyal
New Update
India vs New Zealand T20 World Cup head to head stats | IND vs NZ final 2026 cricket updates | ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ હેડ-ટુ-હેડ રેકોર્ડ | ટી20 વર્લ્ડ કપ ફાઈનલ લાઈવ અપડેટ

T20 World Cup 2026 India vs New Zealand Final : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 8 માર્ચે ટી 20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ રમાશે Photograph: (આઈસીસી)

T20 World Cup 2026 India vs New Zealand Final : ટી-20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમ ઈતિહાસ રચવાથી એક ડગલું દૂર છે. જો સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ રવિવારે (8 માર્ચ) ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવશે તો તે ઈતિહાસ રચશે. ટી20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી કોઈ યજમાન ટીમ ટાઈટલ જીતી શકી નથી. કોઈ પણ ટીમ ટાઈટલ ડિફેન્ડ શકી નથી. આ સિવાય ભારતીય ટીમ સૌથી વધારે 3 વખત ટી-20 વર્લ્ડ કપ જીતવાનો રેકોર્ડ કરી શકે છે. જોકે ભારતીય ટીમનો રસ્તો આસાન નહીં રહે. ફાઇનલમાં ટૂર્નામેન્ટનો સૌથી મોટી પડકાર રહેશે.

Advertisment

ટી-20 વર્લ્ડ કપમાં ભારત ન્યૂઝીલેન્ડ સામે એકપણ મેચ જીત્યું નથી

ટી-20 વર્લ્ડ કપમાં ભારત ત્રણ વખત ન્યૂઝીલેન્ડ સામે ટકરાયું છે અને એક પણ વખત વિજય મેળવી શક્યું નથી. વર્ષ 2007ના ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલેન્ડ પહેલી વખત આમને-સામને ટકરાયા હતા. ન્યૂઝીલેન્ડે 10 રનથી જીત મેળવી હતી. બંને ટીમો વચ્ચે આ પ્રથમ ટી-20 મેચ હતી. જોકે ભારતીય ટીમ તે વખતે ચેમ્પિયન બનવામાં સફળ રહી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી હેઠળ ફાઇનલમાં પાકિસ્તાને હરાવી ટી-20 વર્લ્ડ કપનું પ્રથમ ટાઈટલ જીત્યું હતું.

ભારત-ન્યૂઝીલેન્ડ 2016માં બીજી વખત આમને-સામને ટકરાયા હતા

વર્ષ 2016માં ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલેન્ડ બીજી વખત આમને-સામને ટકરાયા હતા. ન્યૂઝીલેન્ડે ભારતને 47 રનથી હરાવ્યું હતું. તે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ હતી. નાગપુરમાં ન્યૂઝીલેન્ડે 7 વિકેટે 126 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 79 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ભારતીય બેટ્સમેનોના સ્પિન પર સવાલો ઉઠ્યા હતા. તે સમયે ભારતીય ટીમ સેમિ ફાઇનલમાં પ્રવેશી હતી. જ્યાં વેસ્ટ ઇન્ડીઝ સામે હાર્યા બાદ બહાર ફેંકાયા હતા.

આ પણ વાંચો - આઇસીસીએ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ માટે 8 ખેલાડીઓને નોમિનેટ કર્યા, ભારતનો 1 પ્લેયર સામેલ

Advertisment

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે 2021માં ત્રીજી વખત મુકાબલો થયો હતો

વર્ષ 2021માં ત્રીજી વખત ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલેન્ડ આમને-સામને ટકરાયા હતા. દુબઈમાં વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમને ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે આ મેચ જીતવી જરુરી હતી. કારણ કે પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડયો હતો. ન્યૂઝીલેન્ડે આ મેચ 8 વિકેટે જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતાં ભારતીય ટીમ માત્ર 110 રન જ કરી શકી હતી. ન્યૂઝીલેન્ડે 14.3 ઓવરમાં 2 વિકેટે 111 રન બનાવી લીધા હતા.

T20 વર્લ્ડ કપ ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ ભારત ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ