/indian-express-gujarati/media/media_files/2026/01/21/t20-world-cup-2026-2026-01-21-18-59-16.jpg)
T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકામાં રમાઇ રહ્યો છે. Photograph: (@JayShah)
T20 World Cup 2026 : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી-20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચ રમાશે અને આ સાથે ટી-20 વર્લ્ડ કપની આ સિઝનનો અંત આવશે. આ સિઝનમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ કોણ બનશે તેના પર બધાની નજર રહેશે. આઇસીસીએ પણ આ ટાઇટલ માટે 8 ખેલાડીઓને નોમિનેટ કર્યા છે.
સંજુ સેમસનને ભારતના તરફથી નોમિનેટ કર્યો
પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ માટે આઇસીસી દ્વારા નામાંકિત ખેલાડીઓમાં દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડના બે-બે ખેલાડીઓ સામેલ છે. આ સિવાય ભારત, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને યુએસએનો એક-એક ખેલાડી સામેલ છે. સંજુ સેમસનને ભારત તરફથી નોમિનેટ કરવામાં આવ્યો છે, જેણે અત્યાર સુધીમાં 4 મેચમાં 232 રન બનાવ્યા છે. તેણે વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લેન્ડ સામેની ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સંજુ હજુ ફાઇનલ રમવાનો છે અને તેના રનની સંખ્યા વધુ વધી શકે છે.
સાહિબજાદા ફરહાન પણ દાવેદાર
આઇસીસીએ પાકિસ્તાનના ઓપનર સાહિબજાદા ફરહાનને પણ નોમિનેટ કર્યો છે. તે ફાઈનલ પહેલા સૌથી વધુ રન ફટકારનારા પ્લેયર છે. ફરહાને બે સદીની મદદથી 7 મેચમાં 383 રન બનાવ્યા છે અને આ સિઝનમાં 2 સદી ફટકારનારો એકમાત્ર બેટ્સમેન છે. આ યાદીમાં ઈંગ્લેન્ડનો વિલ જેક્સ પણ છે, જે 4 વખત પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે. આ સિવાય સાઉથ આફ્રિકાનો લુંગી એનગિડી અને એડન માર્કરામ પણ આ યાદીમાં છે.
આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2026 : સંજુ સેમસને તોડ્યો સેહવાગનો રેકોર્ડ, રોહિત શર્માની બરાબરી કરી
ટી 20 વર્લ્ડ કપ 2026માં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ માટે 8 દાવેદાર
- સંજુ સેમસન - ભારત
- વિલ જેક્સ - ઇંગ્લેન્ડ
- લુંગી એનગિડી - દક્ષિણ આફ્રિકા
- એડન માર્કરામ - દક્ષિણ આફ્રિકા
- ટિમ શીફર્ટ - ન્યૂઝીલેન્ડ
- રચિન રવિન્દ્ર - ન્યૂઝીલેન્ડ
- સાહિબજાદા ફરહાન - પાકિસ્તાન
- શૈડલી વાન શાલ્કવિક- યુએસએ
ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર પણ દાવેદારોની યાદીમાં સામેલ
એડન માર્કરામે આ સિઝનમાં દક્ષિણ આફ્રિકા માટે 8 મેચમાં 286 રન બનાવ્યા હતા, જ્યારે લુંગી એનગિડીએ 7 મેચમાં 12 વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડનો ટિમ સીફર્ટ શાનદાર ફોર્મમાં છે અને ફાઇનલ પહેલા તેણે 8 મેચમાં 273 રન બનાવ્યા છે અને તે પણ આ યાદીમાં છે. જ્યારે રચિન રવિન્દ્રે 8 મેચમાં 128 રન બનાવ્યા છે અને બોલિંગમાં 8 મેચમાં 11 વિકેટ ઝડપી છે. આઇસીસીએ આ યાદીમાં અમેરિકાના બોલર શૈડલી વાન શાલ્કવિકને પણ સામેલ કર્યો છે, જેણે 4 મેચમાં 13 વિકેટ ઝડપી હતી.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us