/indian-express-gujarati/media/media_files/2026/03/05/sanju-samson-ishan-kishan-2026-03-05-21-59-02.jpg)
સંજુ સેમસન અને ઈશાન કિશને બીજી વિકેટ માટે 45 બોલમાં 97 રનની શાનદાર ભાગીદારી કરી હતી Photograph: (@BCCI)
T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામેની સેમિ ફાઈનલ મેચમાં સંજુ સેમસને શાનદાર બેટિંગ કરી હતી. સંજુ સેમસને આ મેચમાં 42 બોલમાં 89 રન બનાવ્યા હતા અને આ દરમિયાન તેણે 7 સિક્સર અને 8 ફોર ફટકારી હતી. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 211.90 હતો. સંજુએ પાવરપ્લેમાં એટલા રન ફટકાર્યા કે વિરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
સંજુ સેમસને વિરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ તોડ્યો
ભારતે ઈંગ્લેન્ડ સામેની સેમિ ફાઈનલ મેચમાં પાવરપ્લેમાં પ્રથમ 6 ઓવરમાં એક વિકેટે 67 રન બનાવ્યા હતા. સંજુ સેમસને પાવરપ્લે દરમિયાન આ 67માંથી કુલ 41 રન ફટકાર્યા હતા અને સેહવાગને પાછળ છોડી દીધો હતો. સંજુ હવે રોહિત શર્મા સાથે મળીને ટી-20 વર્લ્ડ કપના પાવરપ્લેમાં ભારત માટે સૌથી વધુ રન ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં ચોથા ક્રમે આવી ગયો છે. રોહિતે પાવરપ્લેમાં 41 રન ફટકાર્યા હતા અને તેણે 2016માં વેસ્ટ ઇન્ડીઝ સામે આવી સિદ્ધિ મેળવી હતી.
સંજુએ ટી-20 વર્લ્ડ કપના પાવરપ્લેમાં 2007માં ન્યૂઝીલેન્ડ સામે 40 રન ફટકારનારા સેહવાગનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. રોહિત શર્મા આ યાદીમાં નંબર વન પર છે, જેણે ટી20 વર્લ્ડ કપ 2024માં ઓસ્ટ્રેલિયા સામે પાવરપ્લેમાં 51 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ આ યાદીમાં બીજા ક્રમે છે, જેણે વર્ષ 2021 માં સ્કોટલેન્ડ સામે 50 રન બનાવ્યા હતા.
ટી 20 વર્લ્ડ કપ પાવરપ્લેમાં ભારતીય બેટ્સમેનનો સર્વોચ્ચ સ્કોર
- 51 રન – રોહિત શર્મા વિ ઓસ્ટ્રેલિયા (2024)
- 50 રન – કેએલ રાહુલ વિ સ્કોટલેન્ડ (2021)50
- 50 રન – ઇશાન કિશન વિ નામિબિયા (2026)
- 42 રન – ઇશાન કિશન વિ પાકિસ્તાન (2026)
- 41 રન – સંજુ સેમસન વિ ઇંગ્લેન્ડ (2026)
- 41 રન – રોહિત શર્મા વિ વેસ્ટ ઇન્ડીઝ (2016)
- 40 રન – વીરેન્દ્ર સહેવાગ વિ ન્યૂઝીલેન્ડ (2007)
સેમસન અને ઇશાને 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
સંજુ સેમસન અને ઈશાન કિશને બીજી વિકેટ માટે 45 બોલમાં 97 રનની શાનદાર ભાગીદારી કરી હતી. આ સાથે સંજુ-ઈશાનની જોડીએ 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. ટી-20 વર્લ્ડ કપ નોકઆઉટમાં કોઈ પણ વિકેટ માટે ભારતની આ સર્વોચ્ચ ભાગીદારી રહી છે.
આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2026, ભારત વિ ઇંગ્લેન્ડ સેમિ ફાઇનલ લાઇવ અપડેટ
2007ના વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પાની જોડીએ 39 બોલમાં 84 રનની ભાગીદારી કરી હતી. સંજુ સેમસન અને ઈશાન કિશનની જોડીએ હવે ટી-20 વર્લ્ડ કપ 2026ની સેમિ ફાઈનલમાં આ રેકોર્ડ તોડી નાખ્યો છે.
સંજુ સેમસન છઠ્ઠો ભારતીય બન્યો
સંજુ સેમસન ટી-20 વર્લ્ડ કપ નોકઆઉટમાં ફિફ્ટી પ્લસ સ્કોર બનાવનાર છઠ્ઠો ભારતીય બન્યો છે. તેણે વિરાટ કોહલી, રોહિત શર્મા, ગૌતમ ગંભીર, હાર્દિક પંડ્યા અને યુવરાજ સિંહની લિસ્ટમાં સ્થાન બનાવ્યું છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us