ભારત વિ ન્યૂઝીલેન્ડ : શ્રેયસ ઐયર બહાર? સદી ફટકારી હોવા છતા યશસ્વી જયસ્વાલને બેસવું પડી શકે છે બહાર

IND vs NZ ODI Series : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે તારીખ 11 જાન્યુઆરીથી ત્રણ વન-ડેની શ્રેણીનો પ્રારંભ થશે. વન ડે ટીમના વાઇસ કેપ્ટન શ્રેયસ ઐયરને રમવા માટે હજુ સુધી લીલી ઝંડી મળી નથી

IND vs NZ ODI Series : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે તારીખ 11 જાન્યુઆરીથી ત્રણ વન-ડેની શ્રેણીનો પ્રારંભ થશે. વન ડે ટીમના વાઇસ કેપ્ટન શ્રેયસ ઐયરને રમવા માટે હજુ સુધી લીલી ઝંડી મળી નથી

author-image
Ashish Goyal
New Update
Yashasvi Jaiswal Ruturaj Gaikwad

ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલ Photograph: (સોશિયલ મીડિયા)

IND vs NZ ODI Series : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે તારીખ 11 જાન્યુઆરીથી ત્રણ વન-ડેની શ્રેણીનો પ્રારંભ થશે. આ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા હતા. વન ડે ટીમના વાઇસ કેપ્ટન શ્રેયસ ઐયરને હજુ લીલી ઝંડી મળી નથી. તેની મેચ રમવાની પરવાનગી એક સપ્તાહ માટે લંબાવવામાં આવી છે અને જો તે સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય તો જ તે 9 જાન્યુઆરીએ મેદાન પર ઉતરી શકે છે.

Advertisment

અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે તે 3 જાન્યુઆરી અને 6 જાન્યુઆરીએ વિજય હઝારે ટ્રોફીની મેચોમાં રમશે, પરંતુ હવે તે શક્ય નહીં બને. તેને મેચ ફિટ થવામાં વધુ એક સપ્તાહ લાગશે. તેથી ઐયર હવે ન્યૂઝીલેન્ડ સામેની વન ડે શ્રેણીમાંથી લગભગ બહાર થઈ ગયો છે. તે આવે તો પણ તેના માટે આખરી વન ડે અગાઉ ઉપલબ્ધ રહેવું મુશ્કેલ છે. 

શું ઋતુરાજ ગાયકવાડને તક મળશે?

શ્રેયસ ઐયરની ગેરહાજરીમાં રુતુરાજ ગાયકવાડને સાઉથ આફ્રિકા સામેની વન ડે શ્રેણીમાં તક મળી હતી. તેણે બે ઇનિંગ્સમાંથી એકમાં શાનદાર સદી પણ ફટકારી હતી. જે પછી હવે તે ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં ઐયરના સ્થાને નંબર 4ની જવાબદારી સંભાળી શકે છે. તિલક વર્માને પ્લેઈંગ 11માં રાહ જોવી પડી શકે છે અથવા તો તે ટીમમાંથી પણ બહાર થઈ શકે છે.

શું યશસ્વી જયસ્વાલ બહાર બેસશે?

યશસ્વી જયસ્વાલે દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે શ્રેણીમાં શાનદાર દેખાવ કર્યો હતો. તેણે આખરી વન ડેમાં અણનમ સદી ફટકારીને ટીમને આસાન જીત અપાવી હતી. હવે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં યશસ્વીને બહાર બેસવું પડી શકે છે. કારણ કે કેપ્ટન શુભમન ગિલનું ન્યૂઝીલેન્ડ સામેની વન ડે શ્રેણીમાં પુનરાગમન લગભગ નિશ્ચિત છે અને તે પણ રોહિત શર્માની સાથે ઓપનિંગ કરશે. આવી સ્થિતિમાં યશસ્વીને પ્લેઈંગ 11માં ભાગ્યે જ તક મળશે.

Advertisment

આ પણ વાંચો - કોણ છે ખુશી મુખર્જી, જેણે સૂર્યકુમાર યાદવ પર લગાવ્યો મેસેજ કરવાનો આરોપ

ન્યૂઝીલેન્ડ સામે વન ડે શ્રેણી માટે ભારતની સંભવિત વન-ડે ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ (વિકેટકીપર), ઇશાન કિશન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા.

ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ ભારત ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ