/indian-express-gujarati/media/media_files/2025/12/30/khushi-mukherjee-suryakumar-yadav-2025-12-30-14-16-42.jpg)
અભિનેત્રી ખુશી મુખર્જી અને ક્રિકેટર સૂર્યકુમાર યાદવ Photograph: (સોશિયલ મીડિયા)
Khushi Mukherjee Ullu and TV Actress Alleges Suryakumar Yadav : ભારતીય ટી-20 ક્રિકેટ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર અભિનેત્રી ખુશી મુખર્જીએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે. અભિનેત્રી ખુશી મુખર્જીના જણાવ્યા અનુસાર સૂર્ય કુમાર યાદવ તેને મેસેજ કરતો હતો.
તમિલ ફિલ્મો સહિત અનેક ટીવી શો અને બોલ્ડ વેબ સિરીઝમાં કામ કરી ચૂકેલી ખુશી મુખર્જીએ E24 સાથે વાત કરતી વખતે એક વીડિયોમાં આ આક્ષેપો કર્યા છે. આ વીડિયોમાં ખુશી મુખર્જી કહેતી જોવા મળી રહી છે કે ઘણા ક્રિકેટરો મારી પાછળ પડ્યા હતા. એક ક્રિકેટર સૂર્યકુમાર યાદવ મને ઘણા મેસેજ કરતો હતો, પરંતુ હવે હું કોઈની સાથે વાત કરતી નથી અને મારે કોઈ લિંક-અપ જોઈતું નથી.
કોણ છે ખુશી મુખર્જી?
ખુશી મુખર્જીનો જન્મ 24 નવેમ્બર 1996ના રોજ કોલકાતામાં થયો હતો. તેનો જન્મ બંગાળમાં થયો હતો પરંતુ તેણે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનય શરૂ કર્યો હતો. તેની પહેલી તમિલ ફિલ્મ અંજલ થુરાઈ 2013માં રિલીઝ થઈ હતી. ત્યારબાદ તેણે તેલુગુ ફિલ્મો હાર્ટ એટેક અને ડોંગાપ્રેમામાં પણ કામ કર્યું હતું. સાઉથ ઇન્ડસ્ટ્રીમાં નામ કમાવ્યા બાદ ખુશીને હિન્દી ફિલ્મ શૃંગારમાં કામ કરવાની તક મળી હતી.
આ પણ વાંચો - 2025માં ટેસ્ટમાં સૌથી વધારે સિક્સર ફટકારનાર ટોપ 5 ભારતીય, જુઓ લિસ્ટ
ત્યારબાદ ખુશી ટીવી તરફ વળી અને એમટીવીના રિયાલિટી શો સ્પ્લિટ્સવિલા 10 અને લવ સ્કૂલ 3 માં જોવા મળી હતી. તેને પૌરાણિક ટીવી સિરિયલ જય બજરંગબલી ઉપરાંત તેણે દેવિકા, બાલવીર જેવા લોકપ્રિય શોમાં પણ કામ કર્યું હતું. આ પછી તે બોલ્બ વેબ સિરીઝ તરફ વળી હતી જ્યાં તે પણ ઘણા વિવાદોમાં હતી અને ટ્રોલ પણ થઈ હતી. ઉલ્લુની ઘણી વેબ સિરીઝ માટે તે ટ્રોલિંગનો શિકાર બની હતી.
ડ્રેસિંગ સેન્સ, વિવાદાસ્પદ નિવેદનોને કારણે પણ ચર્ચામાં
એક્ટિંગની દુનિયામાં ખુશી ખૂબ જ લોકપ્રિય છે. છેલ્લા કેટલાક સમયથી તે પોતાની ડ્રેસિંગ સેન્સ, વિવાદાસ્પદ નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે. આ દરમિયાન ભારતીય સ્ટાર ક્રિકેટર વિશેનું તેનું નિવેદન સોશિયલ મીડિયા પર વધુ તહલકો મચાવી શકે છે. હવે જોવાનું રહેશે કે આ નિવેદન પર સૂર્યા કે અન્ય કોઈ ક્રિકેટર તરફથી કોઈ પ્રતિક્રિયા આવે છે કે નહીં?


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us