/indian-express-gujarati/media/media_files/2025/12/27/rishabh-pant-2025-12-27-20-18-57.jpg)
ઋષભ પંત 2025માં ભારત તરફથી સૌથી વધારે સિક્સર ફટકારનાર પ્લેયર બન્યો છે Photograph: (@RishabhPant17)
Most sixes in test for India in 2025 : ટેસ્ટની દ્રષ્ટિએ વર્ષ 2025 ભારત માટે ખૂબ સારું રહ્યું નથી અને ખાસ કરીને ભારત ઘરઆંગણે ટેસ્ટ ફોર્મેટમાં સારું પ્રદર્શન કરી શક્યું નથી. 2025ના વર્ષે ભારતને શુભમન ગિલના રૂપમાં નવો ટેસ્ટ કેપ્ટન મળ્યો હતો અને તે આ વર્ષે ભારત માટે સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન પણ રહ્યો છે, પણ ટેસ્ટમાં સિક્સર ફટકારવાના મામલે ઋષભ પંતે બાજી મારી છે.
પંતે સૌથી વધુ સિક્સર ફટકારી
વર્ષ 2025માં ભારતીય ટીમના વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતે ઈજાના કારણે કેટલીક ટેસ્ટ મેચો ગુમાવી હતી પરંતુ તેણે આ વર્ષે રમાયેલી માત્ર 7 ટેસ્ટ મેચમાં બતાવી દીધું કે તેની શૈલી કેટલી આક્રમક હતી. પંતે 7 ટેસ્ટ મેચમાં ઘણી સિક્સર ફટકારી છે. પંતે આ વર્ષે એટલે કે 2025માં 7 ટેસ્ટ મેચની 13 ઈનિંગ્સમાં સૌથી વધુ 26 સિક્સર ફટકારી છે.
શુભમન ગિલ બીજા સ્થાને રહ્યો
ચાલુ વર્ષે ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં કેપ્ટન ગિલ બીજા ક્રમે રહ્યો છે, જેણે 9 ટેસ્ટ મેચની 16 ઈનિંગ્સમાં કુલ 15 સિક્સર ફટકારી હતી. ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ યાદીમાં ત્રીજા ક્રમે છે, જેણે 10 ટેસ્ટ મેચની 17 ઈનિંગમાં કુલ 13 સિક્સર ફટકારી છે. જાડેજાએ ટેસ્ટ ફોર્મેટમાં 2 સદી ફટકારી હતી અને 764 રન પણ બનાવ્યા હતા.
આ પણ વાંચો - બુમરાહ અર્શદીપથી આગળ નીકળ્યો આ બોલર, ટી 20માં સૌથી વધારે વિકેટ ઝડપનાર ભારતીય
યશસ્વી જયસ્વાલ 5મા ક્રમે રહ્યો
ચાલુ વર્ષે ટેસ્ટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા ભારતીય બેટ્સમેનોની યાદીમાં વોશિંગ્ટન સુંદર ચોથા ક્રમે રહ્યો છે, જેણે 9 મેચની 15 ઇનિંગ્સમાં 10 સિક્સર ફટકારી છે. જ્યારે ટોચના 5 બેટ્સમેનોની યાદીમાં ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ પાંચમા સ્થાને છે, જેણે 10 મેચની 19 ઇનિંગ્સમાં 6 સિક્સર ફટકારી છે. યશસ્વીએ પણ 3 સદી સાથે 745 રન બનાવ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us