/indian-express-gujarati/media/media_files/2025/12/26/varun-chakravarthy-2025-12-26-14-44-09.jpg)
વર્ષ 2025માં ભારતે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપમાં ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું Photograph: (@chakaravarthy29)
Year Ender 2025: વર્ષ 2025માં ભારતે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપમાં ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમ ઈન્ડિયાનો સક્સેસ રેટ શાનદાર રહ્યો હતો. આ વર્ષે ભારત કુલ 22 ટી 20 મેચ રમ્યું હતું. જેમાંથી ટીમ ઈન્ડિયાએ 16 મેચમાં વિજય મેળવ્યો છે. જ્યારે ભારતને માત્ર 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે 3 મેચમાં અનિર્ણિત રહી હતી.
વરુણ ચક્રવર્તીએ સૌથી વધુ વિકેટ ઝડપી હતી
ભારતે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા જેવી ટીમોને હરાવીને વર્ષ 2025નો અંત કર્યો હતો અને વર્ષનું સમાપન રેન્કિંગમાં નંબર વન ટીમ સાથે કર્યું છે. ચાલુ વર્ષે ભારતના મજબુત દેખાવમાં ટીમના બોલરોએ શાનદાર યોગદાન આપ્યું હતું. તેમાં સ્પિનરોએ બાજી મારી હતી અને સૌથી વધુ વિક્સ ઝડપવાની બાબતમાં વરુણ ચક્રવર્તી નંબર વન પર હતો જ્યારે કુલદીપ યાદવ બીજા ક્રમે રહ્યો હતો.
આ યાદીમાં અક્ષર પટેલ ત્રીજા ક્રમે હતો, એટલે કે ચાલુ વર્ષે ટી-20માં સૌથી વધુ વિકેટ ઝડપનારા ટોચના 5 બોલરોમાં પ્રથમ ત્રણ સ્પિનરો હતા, જ્યારે ચોથા ક્રમે અર્શદીપ સિંહ અને પાંચમા ક્રમે જસપ્રીત બુમરાહ રહ્યા હતા. વરુણે વર્ષ 2025માં ભારત તરફથી 18 ટી 20 ઈનિંગમાં 36 વિકેટ ઝડપી હતી. જેમાં સાઉથ આફ્રિકા સામેની 5 મેચની ટી-20 શ્રેણીમાં કુલ 10 વિકેટ ઝડપી હતી.
કુલદીપ યાદવે 9 ઇનિંગ્સમાં 21 વિકેટ ઝડપી
કુલદીપ યાદવે ચાલુ વર્ષે 9 ઈનિંગમાં 21 વિકેટ ઝડપી હતી અને બીજા નંબર પર રહ્યો હતો. તેણે આ મેચોમાં બે વખત ચાર વિકટ ઝડપવાન સિદ્ધિ પણ મેળવી હતી. એશિયા કપ 2025માં કુલદીપે સૌથી વધારે 17 વિકેટ ઝડપી હતી. જેમાં પાકિસ્તાન સામે 30 રનમાં 4 વિકેટ સામેલ હતી.
આ પણ વાંચો - વિજય હઝારે ટ્રોફી : 22 બેટ્સમેનોએ એક જ દિવસમાં સદી ફટકારી, જૂનો રેકોર્ડ તોડ્યો
અક્ષર પટેલ ત્રીજા સ્થાને
ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલ ચાલુ વર્ષે ટી-20માં સૌથી વધુ 17 વિકેટ ઝડપવા સાથે ભારત તરફથી સૌથી વધુ વિકેટ ઝડપવામાં ત્રીજા નંબરે રહ્યો છે.. તેણે 19.17ની એવરેજ અને 6.93ની ઈકોનોમીથી 17 વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહ ચાલુ વર્ષે કુલ 11 મેચ રમ્યો હતો જેમાં તેણે 15 વિકેટ ઝડપી હતી અને ચોથા ક્રમે રહ્યા હતા.
જ્યારે બુમરાહ ભારતીય બોલરોની આ ખાસ યાદીમાં પાંચમા ક્રમે હતો. તેણે 2025માં 11 ટી-20 મેચમાં 14 વિકેટ ઝડપી હતી.બુમરાહે માત્ર 20.92ની એવરેજથી અને 8થી ઓછા ઇકોનોમી રેટથી તમામ વિકેટ ઝડપી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us