વિજય હઝારે ટ્રોફી : 22 બેટ્સમેનોએ એક જ દિવસમાં સદી ફટકારી, જૂનો રેકોર્ડ તોડ્યો

Vijay Hazare Trophy 2025 : વિજય હઝારે ટ્રોફી 2025-26 ની શરૂઆત ધમાકેદાર રહી અને પ્રથમ દિવસે જ ઘણા રેકોર્ડ તુટ્યા અને નવા બન્યા હતા. ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે 22 પ્લેયરોએ સદી ફટકારી હતી. આ યાદીમાં રોહિત શર્મા, વિરાટ કોહલીથી લઈને યુવા વૈભવ સૂર્યવંશી સામેલ

Vijay Hazare Trophy 2025 : વિજય હઝારે ટ્રોફી 2025-26 ની શરૂઆત ધમાકેદાર રહી અને પ્રથમ દિવસે જ ઘણા રેકોર્ડ તુટ્યા અને નવા બન્યા હતા. ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે 22 પ્લેયરોએ સદી ફટકારી હતી. આ યાદીમાં રોહિત શર્મા, વિરાટ કોહલીથી લઈને યુવા વૈભવ સૂર્યવંશી સામેલ

author-image
Ashish Goyal
New Update
rohit sharma vaibhav suryavanshi virat kohli

વિજય હઝારે ટ્રોફીના પ્રથમ દિવસે 22 સદી જોવા મળી હતી. Photograph: (સોશિયલ મીડિયા)

Vijay Hazare Trophy 2025-26 : વિજય હઝારે ટ્રોફી 2025-26 શરૂ થઈ રહી છે. ટૂર્નામેન્ટના શરૂઆત ધમાકેદાર રહી અને પ્રથમ દિવસે જ ઘણા રેકોર્ડ તુટ્યા અને નવા બન્યા હતા. ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે 22 પ્લેયરોએ સદી ફટકારી હતી. આ યાદીમાં રોહિત શર્મા, વિરાટ કોહલીથી લઈને યુવા વૈભવ સૂર્યવંશી, સ્વાસ્તિક સમલ જેવા નામો પણ સામેલ છે. આ સાથે એક જ દિવસમાં 19 સદીનો જૂનો રેકોર્ડ તૂટી ગયો છે.

Advertisment

આ ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે ઘણા દિગ્ગજોથી લઈને યુવાનો ચર્ચામાં રહ્યા છે. બિહારના કેપ્ટન સકીબુલ ગનીએ 32 બોલમાં સદી ફટકારતાં વિજય હઝારે ટ્રોફીના ઈતિહાસની સૌથી ઝડપી સદી ફટકારી હતી. જ્યારે ઈશાન કિશનની 33 બોલમાં સદી, વૈભવ સૂર્યવંશીની 190 રનની ઈનિંગ, વિરાટ અને રોહિતની સદી, ઘણા નામો ચર્ચાનો વિષય બન્યા હતા.

વિજય હઝારે ટ્રોફીનો જૂનો રેકોર્ડ તૂટી ગયો

વિજય હઝારે ટ્રોફીના ઈતિહાસમાં આ રેકોર્ડ એક જ દિવસમાં હાઈએસ્ટ 19 સદી ફટકારવાનો હતો. હવે આ રેકોર્ડ તૂટી ગયો છે. અગાઉ 3 જાન્યુઆરી 2025 અને 12 ડિસેમ્બર 2021ના રોજ એક જ દિવસમાં 19 સદી ફટકારવામાં આવી હતી. હવે 2025-26ની સિઝનના પ્રારંભના પહેલા જ દિવસે 22 સદી ફટકારવામાં આવી હતી અને બંને જૂના રેકોર્ડ તૂટી ગયા હતા.

Advertisment

વૈભવ સૂર્યવંશી છવાયો

14 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પહેલા દિવસે જ છવાઇ ગયો હતો. તેની 89 બોલમાં 190 રનની ઈનિંગ્સ ચર્ચાનો વિષય બની રહી હતી. આ ઇનિંગ્સ સાથે તે વિજય હઝારે ટ્રોફી અથવા લિસ્ટ એ ક્રિકેટમાં સદી ફટકારનારો સૌથી યુવા ખેલાડી બની ગયો હતો. તેણે લિસ્ટ-એ માં સૌથી ઝડપી 150 રન ફટકારવાના મામલામાં પણ એબી ડિવિલિયર્સને પાછળ છોડી દીધા હતા.

આ પણ વાંચો -  વૈભવ સૂર્યવંશી અને સકીબુલ ગનીના દમ પર બિહારે રચ્યો ઇતિહાસ, 50 ઓવરમાં બનાવ્યા 574 રન

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ચાહકોનું દિલ જીત્યું

વિજય હઝારે ટ્રોફી 2025ની શરૂઆત પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી સતત બધા માટે ચર્ચાનો વિષય બન્યા હતા. વિરાટ અને રોહિત બંનેએ પ્રથમ મેચમાં સદી ફટકારીને તેમના ચાહકોનું દિલ જીતી લીધું હતું અને તમામ ટીકાકારોને જવાબ આપ્યો હતો કે તેઓ બંને વર્લ્ડ કપ 2027 માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

રોહિત શર્માએ સિક્કિમ સામે 94 બોલમાં 155 રન ફટકાર્યા હતા, જેમાં 18 ફોર અને 9 સિક્સર ફટકારી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. દિલ્હી તરફથી રમતા વિરાટ કોહલીએ 101 બોલમાં 131 રન ફટકાર્યા હતા, જેમાં 14 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. રોહિતને જોવા માટે જયપુરના રસ્તાઓ પર ટ્રાફિક જામ થયો હતો અને સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હતું.

ક્રિકેટ વૈભવ સૂર્યવંશી વિજય હઝારે ટ્રોફી રોહિત શર્મા