વિજય હઝારે ટ્રોફી : વૈભવ સૂર્યવંશી અને સકીબુલ ગનીના દમ પર બિહારે રચ્યો ઇતિહાસ, 50 ઓવરમાં બનાવ્યા 574 રન

Vijay Hazare Trophy 2025 : વૈભવે સૂર્યવંશીએ 89 બોલમાં 190 રન બનાવ્યા. જેમાં 15 સિક્સર અને 16 ફોર ફટકારી હતી. સકીબુલ ગનીએ 32 બોલમાં સદી ફટકારી લિસ્ટ-A માં સૌથી ઝડપી સદી ફટકારી. સકીબુલે 10 ફોર અને 12 સિક્સર ફટકારી

Vijay Hazare Trophy 2025 : વૈભવે સૂર્યવંશીએ 89 બોલમાં 190 રન બનાવ્યા. જેમાં 15 સિક્સર અને 16 ફોર ફટકારી હતી. સકીબુલ ગનીએ 32 બોલમાં સદી ફટકારી લિસ્ટ-A માં સૌથી ઝડપી સદી ફટકારી. સકીબુલે 10 ફોર અને 12 સિક્સર ફટકારી

author-image
Ashish Goyal
New Update
Vaibhav suryavanshi

વિજય હઝારે ટ્રોફીમાં બિહારના વૈભવ સૂર્યવંશી અને સકીબુલ ગનીએ સદી ફટકારી હતી Photograph: (સોશિયલ મીડિયા)

Vijay Hazare Trophy 2025 : વિજય હઝારે ટ્રોફી 2025ના પહેલા દિવસે ઘણા રેકોર્ડ બની રહ્યા છે. બિહાર તરફથી રમતા વૈભવ સૂર્યવંશીએ 36 બોલમાં સદી ફટકારી હતી. તેની સદીના સહારે બિહારે 50 ઓવરમાં 574 રનનો જંગી સ્કોર બનાવીને ઈતિહાસ રચ્યો છે. લિસ્ટ એ ના ઈતિહાસનો આ સર્વોચ્ચ સ્કોર બન્યો છે. બિહારની ટીમે આ સ્કોર સર્જીને ઈતિહાસના પાના પર પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવ્યું છે.

Advertisment

લિસ્ટ એ ક્રિકેટની શરૂઆત 1963માં થઈ હતી. 72 વર્ષમાં ક્યારેય એક ઇનિંગમાં 550 કે તેથી વધુનો સ્કોર થયો નથી. તામિલનાડુએ અગાઉ એકમાત્ર વખત લિસ્ટ-એ માં કુલ 500થી વધુ રન બનાવ્યા હતા. આ સ્કોર 2022 વિજય હઝારે ટ્રોફીમાં બન્યો હતો. હવે ત્રણ વર્ષ બાદ બિહારે પ્લેટ ગ્રુપની મેચમાં અરુણાચલ પ્રદેશ સામે આ રેકોર્ડને તોડી નાંખ્યો છે.

વૈભવ સૂર્યવંશીના 89 બોલમાં 190 રન 

વૈભવ સૂર્યવંશી સિવાય અન્ય બે ખેલાડીઓએ બિહાર માટે આ ઈનિંગમાં શાનદાર સદીની ઈનિંગ રમી હતી. વૈભવે 89 બોલમાં 190 રન બનાવ્યા હતા જેમાં 15 સિક્સર અને 16 ફોર ફટકારી હતી. આ સિવાય આયુષ લોહારુકાએ 56 બોલમાં 116 રન અને કેપ્ટન સકીબુલ ગનીએ માત્ર 40 બોલમાં અણનમ 128 રન ફટકારતાં ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોટો લિસ્ટ એ સ્કોર નોંધાવ્યો હતો.

આ પણ વાંચો - આંતરરાષ્ટ્રીય ટી 20માં આ બોલરે એક ઓવરમાં 5 વિકેટ ઝડપી, પ્રથમ વખત આવો દુર્લભ રેકોર્ડ બન્યો

Advertisment

સકીબુલ ગનીએ લિસ્ટ-A માં સૌથી ઝડપી સદી ફટકારી

બિહારના કેપ્ટન સકિબુલ ગનીએ માત્ર 32 બોલમાં સદી ફટકારીને રેકોર્ડ બનાવ્યો હતો. તેણે માત્ર 40 બોલમાં 128 રન બનાવ્યા હતો અને અણનમ રહ્યો હતો. તેણે ઇનિંગ્સ દરમિયાન 10 ફોર અને 12 સિક્સર ફટકારી હતી. આ કોઈ ભારતીય દ્વારા સૌથી ફાસ્ટેસ્ટ લિસ્ટ A સદી છે. અગાઉ આ રેકોર્ડ અનમોલપ્રીત સિંહના નામે હતો.

લિસ્ટ એ ક્રિકેટમાં એક ઇનિંગનો સર્વોચ્ચ સ્કોર

ટીમ

સ્કોર

ઓવર

રન રેટ

ઇનિંગ્સ

વિરોધી ટીમ

મેદાન

મેચ તારીખ

બિહાર

574/6

50

10.28

1

અરુણાચલ પ્રદેશ

રાંચી

24 ડિસેમ્બર 2025

તામિલનાડુ

506/2

50

10.12

1

અરુણાચલ પ્રદેશ

બેંગાલુરુ

21 નવેમ્બર 2022

ઇંગ્લેન્ડ

498/4

50

9.96

1

નેધરલેન્ડ્સ

એમ્સ્ટેલ્વીન

17 જૂન 2022

સરે

496/4

50

9.92

1

ગ્લોક્સ

ઓવલ

29 એપ્રિલ 2007

ઇંગ્લેન્ડ

481/6

50

9.62

1

ઓસ્ટ્રેલિયા

નોટિંગહામ

19 જૂન 2018

ઇન્ડિયા-એ

458/4

50

9.16

1

લિસ્ટર

લિસેસ્ટર

19 જૂન 2018

સ્પોર્ટ્સ ક્રિકેટ વિજય હઝારે ટ્રોફી વૈભવ સૂર્યવંશી