આંતરરાષ્ટ્રીય ટી 20માં આ બોલરે એક ઓવરમાં 5 વિકેટ ઝડપી, પ્રથમ વખત આવો દુર્લભ રેકોર્ડ બન્યો

પ્રિયાંડાનાએ પ્રથમ ત્રણ બોલ પર શાહ અબરાર હુસૈન, નિર્મલજીત સિંહ અને ચૈંથોઉન રથાનકને પેવેલિયનમાં મોકલીને હેટ્રિક ઝડપી હતી. આ પછી ડોટ બોલ આવ્યો હતો. ત્યાર પછીના બે બોલ પર મોંગદારા સોક અને પેલ વેન્નાકને આઉટ કરીને એક ઓવરમાં 5 વિકેટ ઝડપી હતી

પ્રિયાંડાનાએ પ્રથમ ત્રણ બોલ પર શાહ અબરાર હુસૈન, નિર્મલજીત સિંહ અને ચૈંથોઉન રથાનકને પેવેલિયનમાં મોકલીને હેટ્રિક ઝડપી હતી. આ પછી ડોટ બોલ આવ્યો હતો. ત્યાર પછીના બે બોલ પર મોંગદારા સોક અને પેલ વેન્નાકને આઉટ કરીને એક ઓવરમાં 5 વિકેટ ઝડપી હતી

author-image
Ashish Goyal
New Update
Gede Priandana

ઈન્ડોનેશિયાનો 28 વર્ષીય ફાસ્ટ બોલર ગેડે પ્રિયાંડાના ઈન્ટરનેશનલ ટી-20 મેચમાં એક ઓવરમાં પાંચ વિકેટ ઝડપનાર સૌપ્રથમ ખેલાડી બની ગયો Photograph: ((તસવીર - Express Archive/Indonesia Cricket))

Indonesia Gede Priandana Record : ઈન્ડોનેશિયાનો 28 વર્ષીય ફાસ્ટ બોલર ગેડે પ્રિયાંડાના ઈન્ટરનેશનલ ટી-20 મેચમાં એક ઓવરમાં પાંચ વિકેટ ઝડપનાર સૌપ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે મંગળવારે (23 ડિસેમ્બર) બાલીમાં કમ્બોડિયા સામેની પ્રથમ ટી 20 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવી સિદ્ધિ મેળવનારો તે પ્રથમ ખેલાડી છે.

Advertisment

આંતરરાષ્ટ્રીય મેચમાં કોઈ બોલરે પ્રથમ વખત એક ઓવરમાં પાંચ વિકેટ ઝડપી હોય તેવી ઘટના બની છે. જોકે 14 વખત એવું બન્યું છે કે જ્યારે એક બોલરે એક ઓવરમાં ચાર વિકેટ ઝડપી છે. જેમાં શ્રીલંકાનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર લસિથ મલિંગા પણ સામેલ છે. જેણે 2019માં ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 મેચમં સતત ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી હતી.

ઓવરમાં માત્ર 1 રન બન્યો

ઈન્ડોનેશિયાના 168 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કમ્બોડિયાએ એકસમયે 15 ઓવરના અંતે 5 વિકેટે 106 રન બનાવી લીધા હતા. આ પછી પોતાની પ્રથમ ઓવર ફેંકતા પ્રિયાંડાનાએ પ્રથમ ત્રણ બોલ પર શાહ અબરાર હુસૈન, નિર્મલજીત સિંહ અને ચૈંથોઉન રથાનકને પેવેલિયનમાં મોકલીને હેટ્રિક ઝડપી હતી. આ પછી ડોટ બોલ આવ્યો હતો. ત્યાર પછીના બે બોલ પર મોંગદારા સોક અને પેલ વેન્નાકને આઉટ કરીને એક ઓવરમાં 5 વિકેટ ઝડપી હતી. કંબોડિયાને આ ઓવરમાં માત્ર એક રન વાઈડનો મળ્યો હતો. કંબોડીયાનો 60 રને પરાજય થયો હતો.

આ પણ વાંચો - 25.20 કરોડમાંથી કેમરૂન ગ્રીનને માત્ર 9.74 કરોડ રુપિયા જ મળશે, જાણો ક્યાં-ક્યાં કાપવામાં આવશે 'પૈસા'

Advertisment

અગાઉ પ્રિયાંડાનાએ વિકેટકિપર બેટ્સમેન ધર્મ કેસમા સાથે ઈનિંગની શરૂઆત કરતાં 11 બોલમાં 6 રન ફટકાર્યા હતા. ઈન્ડોનેશિયા તરફથી ધર્મ કેસમાએ 68 બોલમાં 8 ફોર અને 6 સિક્સરની મદદથી અણનમ 110 રન ફટકાર્યા હતા. મેન્સ ટી-20 ક્રિકેટમાં બે બોલરોએ એક ઓવરમાં 5 વિકેટ ઝડપી છે.

એક ઓવરમાં 5 વિકેટ ઝડપનાર બોલર

બાંગ્લાદેશના અલ અમીન હુસૈને 2013-14માં વિક્ટ્રી ડે ટી-20 કપમાં યુસીબી-બીસીબી ઇલેવન તરફથી રમતી વખતે અબાહાણી લિમિટેડ સામે એક ઓવરમાં પાંચ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત કર્ણાટકના અભિમન્યુ મિથુને સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 2019-20ની સેમિ ફાઈનલમાં હરિયાણાના પાંચ બેટ્સમેનોને એક જ ઓવરમાં આઉટ કર્યા હતા.

સ્પોર્ટ્સ