સૂર્યકુમાર યાદવ : ન્યૂઝીલેન્ડ સામે રચ્યો ઇતિહાસ, ટી-20માં એક વર્ષમાં 2 સદી ફટકારનાર બીજો ભારતીય બન્યો

Suryakumar Yadav Century: ભારતે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી-20 મેચમાં 65 રને વિજય મેળવ્યો, સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 11 ફોર અને 7 સિક્સરની મદદથી અણનમ 111 રન બનાવ્યા

Written by Ashish Goyal
Updated : November 24, 2022 14:57 IST
સૂર્યકુમાર યાદવ : ન્યૂઝીલેન્ડ સામે રચ્યો ઇતિહાસ, ટી-20માં એક વર્ષમાં 2 સદી ફટકારનાર બીજો ભારતીય બન્યો
સૂર્ય કુમાર યાદવે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી-20માં સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો (તસવીર - ટ્વિટર)

Suryakumar Yadav Century: ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી-20માં સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો છે. તે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં એક જ વર્ષમાં બે સદી ફટકારનાર બીજો ભારતીય બન્યો છે. આ પહેલા 2018માં ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આ સિદ્ધિ મેળવી હતી. ટી-20 ક્રિકેટમાં સૂર્યકુમારનું શાનદાર પ્રદર્શન યથાવત્ છે. ટી-20 વર્લ્ડ કપ 2022માં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેનોમાં ત્રીજા નંબરે હતો. તે ટી-20 રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન છે.

સૂર્યકુમારે બન્ને સદી વિદેશમાં ફટકારી

ખાસ વાત એ છે કે સૂર્યકુમાર યાદવે બન્ને સદી વિદેશમાં ફટકારી છે. આ પહેલા તેણે ઇંગ્લેન્ડ સામે જુલાઇ 2022માં સદી (55 બોલમાં 117 રન)ફટકારી હતી. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં પંતના આઉટ થયા પછી સૂર્યકુમાર યાદવ બેટિંગ માટે આવ્યો હતો. તેણે 32 બોલમાં અડધી સદી અને 51 બોલમાં 11 ફોર અને 7 સિક્સરની મદદથી અણનમ 111 રન બનાવ્યા હતા. તેની સ્ટ્રાઇક રેટ 217.65ની રહી હતી.

આ પણ વાંચો – રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને મળશે ટી20ની કમાન?

બાબર આઝમને પાછળ રાખ્યો

સૂર્યકુમાર યાદવ ટી-20 ક્રિકેટમાં એક વર્ષમાં સૌથી વધારે 50+ રન બનાવવાના મામલે બીજા નંબરે પહોંચી ગયો છે. તેણે 2022માં 11 વખત 50+ સ્કોર બનાવ્યો છે. આ સાથે જ તેણે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પાછળ રાખ્યો છે. બાબરે 2021માં 10 વખત 50થી વધારે રન બનાવ્યા હતા. નંબર 1 પર મોહમ્મદ રિઝવાન છે જેણે 2021માં 13 વખત આવી સિદ્ધિ મેળવી હતી.

આ પણ વાંચો : ICC T20 બેટિંગમાં સૂર્યકુમાર યાદવ ટોપ પર…

ભારતનો 65 રને વિજય

સૂર્યકુમાર યાદવની સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી-20 મેચમાં 65 રને વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 191 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડ 18.5 ઓવરમાં 126 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. દિપક હુડાએ 10 રનમાં 4 વિકેટ ઝડપી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ