IND vs SA 2nd T20: સાઉથ આફ્રિકાએ ભારતને ત્રણ વિકેટ હરાવ્યું, સિરીઝમાં કરી 1-1 થી બરાબરી

IND vs SA 2nd T20 Score Live Updates: ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચોની ટી-20 સિરીઝની બીજી મેચ આજે ગકેબેરહામાં રમાઈ રહી છે.

IND vs SA 2nd T20 Score Live Updates: ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચોની ટી-20 સિરીઝની બીજી મેચ આજે ગકેબેરહામાં રમાઈ રહી છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
india vs south africa, Team India,IND VS SA, Abhishek Sharma, SANJU SAMSON, SURYAKUMAR YADAV,

ભારતે આ મેચ માટે પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. (તસવીર : જનસત્તા )

IND vs SA 2nd T20 Score Live Updates: ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચોની ટી-20 સિરીઝની બીજી મેચ આજે ગકેબેરહામાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચ 61 રને જીતી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે સંજુ સેમસને શાનદાર સદી ફટકારી હતી. આવામાં ટીમ ઈન્ડિયા આ મેચમાં પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવા ઈચ્છશે નહીં. આ સાથે જ દક્ષિણ આફ્રિકા આ ​​મેચ જીતીને શ્રેણી બરોબરી કરવાનો પ્રયાસ કરશે. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યાં જ ટીમ ઇન્ડિયા બેટિંગ કરશે.

Advertisment

ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 124 રન બનાવ્યા હતા અને યજમાન દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 125 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ 19 ઓવરમાં 7 વિકેટે 128 રન બનાવીને જીતનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો અને મેચ 3 વિકેટે જીતી લીધી હતી. આ જીત સાથે શ્રેણી હવે 1-1ની બરાબરી પર છે.

દક્ષિણ આફ્રિકાના દાવમાં વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ લીધી હતી

રેયાન રિકલ્ટને 13 રનની ઇનિંગ રમી અને અર્શદીપ સિંહના બોલ પર રિંકુ સિંહના હાથે કેચ આઉટ થયો હતો. વરુણ ચક્રવર્તીએ કેપ્ટન એડન માર્કરામને 3 રને ક્લીન બોલ્ડ કર્યો હતો. રીઝા હેન્ડ્રિક્સ પણ 24 રને વરુણના હાથે બોલ્ડ આઉટ થયો હતો. વરુણે યાનસેનને 7 રન પર ક્લીન બોલ્ડ કર્યો હતો. વરુણે ભારતને પાંચમી સફળતા પણ અપાવી હતી અને તેણે ક્લાસેનને 2 રને રિંકુ સિંહના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. વરુણે ડેવિડ મિલરને શૂન્ય રને ક્લીન બોલ્ડ કર્યો હતો. આ મેચમાં વરુણે 4 ઓવરમાં 17 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. વરુણે પોતાની બોલિંગથી મેચમાં કોહરામ મચાવી દીધો હતો, પરંતુ સ્ટબ્સે છેલ્લી ક્ષણે 47 રનની અણનમ ઇનિંગ રમીને પોતાની ટીમને જીત અપાવી હતી.

ભારતનો દાવ, સંજુ સેમસન શૂન્ય પર આઉટ

આ મેચમાં ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને છેલ્લી મેચનો સદી કરનાર સંજુ સેમસન શૂન્ય પર આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. અભિષેક શર્માનું ખરાબ ફોર્મ આ મેચમાં પણ યથાવત રહ્યું હતું અને તે 4 રન બનાવીને કેચ આઉટ થયો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ બેટિંગ કરી ન હતી અને તે 9 બોલમાં 4 રન બનાવીને LBW આઉટ થયો હતો. તિલક વર્માએ 20 બોલમાં 20 રનની ઇનિંગ રમી અને માર્કરામનો શિકાર બન્યો હતો. અક્ષર પટેલ 27 રન બનાવી રનઆઉટ થયો હતો. રિંકુ સિંહે 11 બોલમાં 9 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 39 રનની અણનમ ઇનિંગ રમી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી માર્કો જેન્સેન, ગેરાલ્ડ કોએત્ઝી, એડન માર્કરામ, એન્ડીલે સિમેલેન અને નકાબાયોમ્ઝી પીટરએ એક-એક વિકેટ લીધી હતી.

Advertisment

દક્ષિણ આફ્રિકામાં એક ફેરફાર

ભારત સામેની બીજી ટી-20 મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે આ મેચ માટે પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે દક્ષિણ આફ્રિકાએ ટીમમાં એક ફેરફાર કર્યો છે. ક્રુગરની જગ્યાએ રીઝા હેન્ડ્રિક્સને તક આપવામાં આવી છે.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન:

દક્ષિણ આફ્રિકા: એડન માર્કરામ (કેપ્ટન), રેયાન રિકલ્ટન, રીઝા હેન્ડ્રીક્સ, ટ્રીસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન (wk), ડેવિડ મિલર, માર્કો જેન્સેન, એન્ડીલે સિમેલેન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, નાકાબાયોમજી પીટર.

ભારત: અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, અવેશ ખાન.

ભારત ક્રિકેટ ટીમ પાકિસ્તાન ક્રિકેટ ટીમ બ્રેકિંગ ન્યૂઝ ક્રિકેટ