IND vs SA 3rd T20I Score: ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન, દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું

IND vs SA 3rd T20I Score: ભારતે ધર્મશાળામાં ત્રીજી ટી-20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 વિકેટથી હરાવી દીધુ છે અને 5 મેચોની ટી-20 સિરીઝમાં 2-1 થી લીડ મેળવી લીધી છે.

IND vs SA 3rd T20I Score: ભારતે ધર્મશાળામાં ત્રીજી ટી-20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 વિકેટથી હરાવી દીધુ છે અને 5 મેચોની ટી-20 સિરીઝમાં 2-1 થી લીડ મેળવી લીધી છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
india t20 squad, sa t20 squad, ind vs sa t20 cricket match scorecard

IND vs SA 3rd t20I live score

IND vs SA 3rd T20I Score: ભારતે ધર્મશાળામાં ત્રીજી ટી-20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 વિકેટથી હરાવી દીધુ છે અને 5 મેચોની ટી-20 સિરીઝમાં 2-1 થી લીડ મેળવી લીધી છે. ભારતની આ જીતમાં ટીમના બોલરોનું યોગદાન સારૂ રહ્યું. આ સિવાય અભિષેક શર્મા 35 રન, ગિલ 28 રન જ્યારે તિલક વર્મા અણનમ 25 રનની ઈનિંગ રમી હતી.

Advertisment

આ મેચમાં ભારતે ટોસ જીત્યો અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. તેના પછી દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 117 રન પર સમેટાઈ ગઈ. જીત માટે ભારતને 118 રન બનાવવાના હતા. પરંતુ ટીમ ઈન્ડિયાએ શાનદાર શરૂઆત બાદ પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી. ભારતે 15.5 ઓવરમાં 3 વિકેટ પર 120 રન બનાવતા મેચમાં જીત હાંસલ કરી.

10 વર્ષ પછી ભારત-દક્ષિણ આફ્રિકા મેચ

ભારત અને દક્ષિણ આફ્રિકા 10 વર્ષના વિરામ પછી ધર્મશાલામાં ટકરાશે. 2015 માં જ્યારે બંને ટીમો અહીં રમી હતી ત્યારે ભારત મેચ હારી ગયું હતું.

  • Dec 14, 2025 22:22 IST

    IND vs SA 3rd T20I LIVE Score: ભારતે દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું

    ભારતે ધર્મશાળામાં ત્રીજી ટી-20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 વિકેટથી હરાવી દીધુ છે અને 5 મેચોની ટી-20 સિરીઝમાં 2-1 થી લીડ મેળવી લીધી છે. ભારતની આ જીતમાં ટીમના બોલરોનું યોગદાન સારૂ રહ્યું. આ સિવાય અભિષેક શર્મા 35 રન, ગિલ 28 રન જ્યારે તિલક વર્મા અણનમ 25 રનની ઈનિંગ રમી હતી.



  • Dec 14, 2025 21:33 IST

    IND vs SA 3rd T20I LIVE Score: અભિષેક શર્મા આઉટ

    અભિષેક શર્માએ 18 બોલમાં 35 રનની ઈનિંગ રમી અને માર્કરામે તેનો જોરદાર કેચ કાબ્રિન બોશની બોલિંગમાં કેચ પકડ્યો. ભારતે પોતાની પ્રથમ વિકેટ ગુમાવી દીધી છે. ભારતે 6 ઓવર બાદ એક વિકેટ ગુમાવી અને 68 રન બનાવ્યા.



  • Advertisment
  • Dec 14, 2025 20:51 IST

    IND vs SA 3rd T20I LIVE Score: ભારતને મળ્યો 118 રનનો ટાર્ગેટ

    દક્ષિણ આફ્રિકાનો દાવ 20 ઓવરમાં 117 રનમાં સમેટાઈ ગયો છે. ભારતને જીતવા માટે 20 ઓવરમાં 118 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરી છે.



  • Dec 14, 2025 20:45 IST

    IND vs SA 3rd T20I LIVE Score: એનરિક નોર્કિયા આઉટ

    એનરિક નોર્કિયા 12 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો.



  • Dec 14, 2025 20:44 IST

    IND vs SA 3rd T20I LIVE Score: દક્ષિણ આફ્રિકાને આઠમો ઝટકો, માર્કરામ આઉટ

    અડધી સદી ફટકાર્યા બાદ એડન માર્કરામ આઉટ થયો છે. તેને અર્શદીપ સિંહે આઉટ કર્યો. તે 61 રન બનાવીને આઉટ થયો.



  • Dec 14, 2025 20:43 IST

    IND vs SA 3rd T20I LIVE Score: માર્કરામે અડધી સદી પૂરી કરી

    એડન માર્કરામે તેની અડધી સદી પૂરી કરી છે. તેણે 41 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. 17.2 ઓવર પછી દક્ષિણ આફ્રિકાનો સ્કોર 102/7 છે.



  • Dec 14, 2025 19:49 IST

    IND vs SA 3rd T20I LIVE Score: હાર્દિકે ભારતને ચોથી સફળતા અપાવી

    હાર્દિક પંડ્યાએ સ્ટબ્સને આઉટ કર્યો અને ભારતને ચોથી સફળતા અપાવી છે. સ્ટબ્સ એ 9 રન બનાવ્યા. આ સાથે જ હાર્દિક પંડ્યાએ ટી-20 ઈન્ટરનેશનલમાં 100 પણ પૂર્ણ કરી લીધી છે.



  • Dec 14, 2025 19:46 IST

    IND vs SA 3rd T20I LIVE Score: 6 ઓવરમાં 25 રન

    દક્ષિણ આફ્રિકાએ પાવરપ્લેમાં 3 વિકેટ ગુમાવી દીધી છે અને માત્ર 25 રન બનાવ્યા છે. પાવરપ્લેમાં ભારતે સંપૂર્ણ રીતે દક્ષિણ આફ્રિકા પર શિકંજો બનાવી રાખ્યો છે.



  • Dec 14, 2025 19:22 IST

    IND vs SA 3rd T20I LIVE Score: દક્ષિણ આફ્રિકાની બીજી વિકેટ પડી

    દક્ષિણ આફ્રિકાએ માત્ર એક રનના સ્કોર પર બે વિકેટો ગુમાવી દીધી છે. ક્વિંટન ડીકોક પણ એક રન બનાવીને આઉટ થઈ ગયો છે. તેને હર્ષિત રાણાએ આઉટ કર્યો. દક્ષિણ આફ્રિકાએ 2 ઓવરમાં 2 વિકેટ પર 2 રન બનાવ્યા છે.



  • Dec 14, 2025 19:19 IST

    IND vs SA 3rd T20I LIVE Score: દક્ષિણ આફ્રિકાને મોટો ઝટકો

    દક્ષિણ આફ્રિકાને પહેલી જ ઓવરમાં મોટો ઝટકો લાગ્યો. અર્શદીપ સિંહે ઓપનર રીઝા હેન્ડ્રિક્સને ખાતું ખોલે તે પહેલાં જ આઉટ કરી દીધો છે.



  • Dec 14, 2025 18:41 IST

    IND vs SA 3rd T20I LIVE Score: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11

    અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.



  • Dec 14, 2025 18:39 IST

    IND vs SA 3rd T20I LIVE Score: ટીમ ઈન્ડિયામાં બે ફેરફાર

    આ મેચ માટે ભારતીય ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં બે બદલાવ કર્યા છે. અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહના સ્થાને અંતિમ અગિયારમાં કુલદીપ યાદવ અને હર્ષિત રાણાને સામેલ કરવામાં આવ્યા છે.



  • Dec 14, 2025 18:36 IST

    ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો

    ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણી હવે ધર્મશાલા પહોંચી ગઈ છે, જ્યાં બંને ટીમો વચ્ચે ત્રીજી મેચ રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.



  • Dec 14, 2025 18:16 IST

    IND vs SA 3rd T20I Today Match: ટોસ જીતીને પહેલા બોલિંગ કરવી ફાયદાકારક

    ધર્મશાલામાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય સારો હોઈ શકે છે. ઝડપી બોલરો શરૂઆતમાં પિચનો ફાયદો ઉઠાવી શકે છે, જ્યારે ઝાકળ પાછળથી બેટ્સમેનોને ફાયદો કરાવી શકે છે.



  • Dec 14, 2025 18:16 IST

    IND vs SA 3rd T20I Today Match: ભારતીય બેટ્સમેનોએ જવાબદારી લેવી પડશે

    દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી મેચ જીતવા માટે ભારતીય બેટ્સમેનોએ જવાબદારીપૂર્વક રમવું પડશે. ઉપ-કપ્તાન શુભમન ગિલ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે રન બનાવવા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.



  • Dec 14, 2025 16:27 IST

    IND vs SA 3rd T20I Match Today: ધર્મશાલામાં ભારતનો T20I રેકોર્ડ

    ભારતે અત્યાર સુધીમાં ધર્મશાલામાં ત્રણ T20I મેચ રમી છે, જેમાં બેમાં જીત મેળવી છે. આ સ્થળે ભારતનો એકમાત્ર પરાજય દક્ષિણ આફ્રિકા સામે થયો હતો.



  • Dec 14, 2025 16:27 IST

    IND vs SA 3rd T20I Match Today: અભિષેક શર્મા મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી

    છેલ્લી બે મેચમાં અભિષેક શર્મા ભારતને સારી શરૂઆત અપાવી શક્યો નથી. જ્યારે અભિષેક શરૂઆત કરી રહ્યો છે, ત્યારે તે તેને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરી શક્યો નથી.



દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ ક્રિકેટ Team India