/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Virat-Kohli-IND-vs-SA.jpg)
વિરાટ કોહલીએ રાયપુરમાં ધીરજપૂર્વક પોતાની ઇનિંગ્સ રમી અને લયમાં આવ્યા પછી મુક્તપણે બેટિંગ કરી હતી. (તસવીર: સોશિયલ મીડિયા)
IND vs SA બીજી ODI: ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ રાયપુરમાં રાંચી વનડે વાળા પ્રદર્શનને યથાવત રાખ્યું છે, દક્ષિણ આફ્રિકા સામે કિંગ કોહલીએ બેક ટૂ બેક સદી ફટકારી છે. આ વનડે શ્રેણીમાં કોહલીની આ સતત બે સદી હતી. કોહલીએ રાયપુરમાં ધીરજપૂર્વક પોતાની ઇનિંગ્સ રમી અને લયમાં આવ્યા પછી મુક્તપણે બેટિંગ કરી હતી.
વિરાટ કોહલીએ 53મી ODI સદી ફટકારી
વિરાટ કોહલીએ તેની 53મી ODI સદી, દક્ષિણ આફ્રિકા સામે તેની 7મી ODI સદી ફટકારી હતી. વધુમાં આ તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 84મી સદી હતી. કોહલીએ આ મેચમાં 47 બોલમાં તેની અડધી સદી પૂરી કરી અને પછી 90 બોલમાં તેની સદી પૂરી કરી. જોકે 93 બોલમાં તે 102 રન બનાવીને કેચ આઉટ થયો હતો.
𝙐𝙣𝙨𝙩𝙤𝙥𝙥𝙖𝙗𝙡𝙚! 👑
BACK to BACK ODI HUNDREDS for Virat Kohli 🫡🫡
His 5⃣3⃣rd in ODIs 💯
Updates ▶️ https://t.co/oBs0Ns6SqR#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imVkohlipic.twitter.com/sahZeIUo19— BCCI (@BCCI) December 3, 2025
ઋતરાજ ગાયકવાદ સાથે શાનદાર ભાગીદારી
વિરાટ કોહલીએ આજની મેચમાં 93 બોલમાં 102 રનની ઈનિંગ રમી હતી અને આ દરમિયાન 2 સિક્સર અને 7 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. ત્રીજી વિકેટ માટે આ મેચમાં ઋતુરાજ ગાયકવાડ (105 રન) સાથે મળીને 156 બોલમાં 195 રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી.
આ પણ વાંચો: જોરદાર વિરોધ બાદ સરકારનો યુ-ટર્ન! સંચાર સાથી એપ પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ પાછો ખેંચ્યો
સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો
વિરાટ કોહલીએ પોતાના વન-ડે ક્રિકેટ કરિયરમાં 26મી વખત 50 પ્લસની ઈનિંગ રમવાનો કીર્તિમાન નોંધાવ્યો છે અને સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા છે. હવે કોહલી દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વખત 50 પ્લસની ઈનિંગ રમનાર ભારતીય ખેલાડી બની ગયો છે. તે સચિન તેંડુલકરથી પણ આગળ નીકળી ગયો છે, જેમણે આવું 25 વખત કર્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us